Home /News /entertainment /પત્નીએ જાહેરમાં બોબી દેઓલને ઈગ્નોર કરતા એક્ટર શરમમાં મૂકાયો, લોકોએ તાન્યાને ટ્રોલ કરી

પત્નીએ જાહેરમાં બોબી દેઓલને ઈગ્નોર કરતા એક્ટર શરમમાં મૂકાયો, લોકોએ તાન્યાને ટ્રોલ કરી

પત્નીની હરકતને કારણે બોબી દેઓલ શરમમાં મૂકાયો

વીડિયોમાં બોબી પોતાની પત્નીને વીડિયો અને ફોટો માટે બોલાવે છે, પરંતુ તાનિયા જે અંદાજથી તેની તરફ આવે છે, તે જોઈને લાકો તાનિયાને ટ્રોલ કરી રહ્યા છે

    વેબ સિરીઝ આશ્રમથી કમબેક પછી બાબા નિરાલા નામથી મશહૂર બોબી દેઓલ અને તેની પત્ની તાનિયા દેઓલનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં બોબી અને તાનિયા એક સમારોહની બહાર ફોટોગ્રાફર્સને પોઝ આપવા માટે ઊભા રહે છે. વીડિયોમાં બોબી પોતાની પત્નીને વીડિયો અને ફોટો માટે બોલાવે છે, પરંતુ તાનિયા જે અંદાજથી તેની તરફ આવે છે, તે જોઈને લાકો તાનિયાને ટ્રોલ કરી રહ્યા છે. 11 ઓગસ્ટના રોજ સિંગર અર્જુન કાનૂનગો તથા કાર્લા ડેનિસનું વેડિંગ રિસેપ્શન મુંબઈમાં યોજવામાં આવ્યું હતું. અહીંયા બોબી પત્ની સાથે આવ્યો હતો.

    બોબીથી ખુશ નથી તાનિયા

    બોબી અને તાનિયા હાલમાં મુંબઈમાં સિંગર અર્જુન કાનૂનગો અને તેની પત્ની કાર્લા ડેનિસના વેડિંગ રિસેપ્શન હાજરી આપવા માટે પહોંચ્યા હતા. ફોટોગ્રાફર્સ પણ બોબી તથા તાન્યાની તસવીરો સાથે લેવા માટે ઉત્સુક હતા. પહેલા બોબી દેઓલે એકલા પોઝ આપ્યા હતા અને પછી તાન્યા આવી હતી. બોબીએ તાન્યાનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તાન્યા બીજી બાજુ જતી રહી હતી. પત્નીની આ હરકત જોઈને બોબીના ચહેરા પર અલગ જ સ્માઇલ આવે છે. પછી બંનેએ સાથે પોઝ આપ્યા હતા. ફોટો પડાવતી વખતે તાન્યા બોબીનો હાથ પણ નથી પકડતી. બોબી અને તાનિયાએ 1996માં લવ મેરેજ કર્યા હતા. તાનિયાને એક રેસ્ટોરાંમાં જોતા જ બોબીને તેનાથી પ્રેમ થઈ ગયો હતો.




    સો. મીડિયામાં ટ્રોલ થઈ

    તાન્યા દેઓલની આ હરકત સો.મીડિયા યુઝર્સને સહેજ પણ પસંદ આવી નહોતી. એક યુઝરે કહ્યું હતું કે આ બહુ જ કઠોર વર્તન છે. અન્ય એકે કમેન્ટ કરી હતી કે બોબીના એક્સપ્રેશન જ બધુ જ કહી દે છે. બીજાએ કહ્યું હતું કે બંને વચ્ચે લડાઈ થઈ છે અથવા તો બંને એકબીજાને પસંદ કરતા નથી. ત્રીજાએ વળી એવી કમેન્ટ કરી હતી કે તાન્યાનો વ્યવહાર અયોગ્ય હતો. એક યુઝરે વીડિયો જોઈને કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે બંનેની વચ્ચે ઝઘડો થયો છે.

    અપકમિંગ પ્રોજેક્ટ

    બોબી દેઓલે 1995માં ફિલ્મ 'બરસાત'થી કરિયરની શરૂઆત કરી હતી. હાલમાં જ બોબી દેઓલની ફિલ્મ 'ગુપ્ત'ને 25 વર્ષ પૂરા થયા હતા. બોબી છેલ્લે 'લવ હોસ્ટેલ'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે સાન્યા મલ્હોત્રા તથા વિક્રાંત મેસી હતો. બોબી દેઓલની વેબ સિરીઝ 'આશ્રમ' હિટ રહી છે. આ સિરીઝની ત્રણ સિઝન આવી ગઈ છે. બોબી દેઓલ હવે 'પેન્ટહાઉસ', 'અપને 2' તથા 'એનિમલ'માં જોવા મળશે. 'અપને 2'માં બોબી દેઓલ પિતા ધર્મેન્દ્ર, ભાઈ સની દેઓલ તથા ભત્રીજા કરન દેઓલ સાથે કામ કરશે. 'એનિમલ'માં રણબીર કપૂર, રશ્મિકા મંદાના તથા અનિલ કપૂર છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Bobby deol

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन