Home /News /entertainment /આ એક્ટ્રેસ સાથે ઇન્ટિમેટ સીન આપવામાં બોબી દેઓલનો છૂટી ગયો પરસેવો, લવ મેકિંગ સીન વખતે થઇ ગયા આવા હાલ

આ એક્ટ્રેસ સાથે ઇન્ટિમેટ સીન આપવામાં બોબી દેઓલનો છૂટી ગયો પરસેવો, લવ મેકિંગ સીન વખતે થઇ ગયા આવા હાલ

બોબી દેઓલ હાલમાં જ પ્રકાશ ઝાની વેબ સિરીઝ 'એક બદનામ: આશ્રમ 3'માં જોવા મળ્યો હતો.

બોબી દેઓલ હાલમાં જ પ્રકાશ ઝાની વેબ સિરીઝ 'એક બદનામ: આશ્રમ 3'માં જોવા મળ્યો હતો. સિરીઝના ત્રીજા ભાગમાં એક્ટ્રેસ એશા ગુપ્તાએ સોનિયાની ભૂમિકા ભજવી હતી. સીરિઝમાં ઈશા અને બોબી વચ્ચે ઘણા ઈન્ટીમેટ સીન્સ શૂટ કરવામાં આવ્યા હતા. જેને જોઈને ફેન્સ પણ એક્સાઇટેજ થઈ ગયા. પરંતુ સિરીઝ રિલીઝ થયા બાદ જ્યારે બોબીને આવા સીન વિશે પૂછવામાં આવ્યું તો તેણે કબૂલ્યું કે આ સીન કરતી વખતે તે ખૂબ જ નર્વસ હતો. એક ઇન્ટરવ્યુમાં બોબી દેઓલે કહ્યું - એશા ગુપ્તા સાથે ઈન્ટીમેટ સીન દરમિયાન તે નર્વસ હતો, પરંતુ તેણે સીનને આસાન બનાવ્યો. તેણે કહ્યું કે ઈશા એકદમ પ્રોફેશનલ છે. જેના કારણે હું કમ્ફર્ટ ફીલ કરી શક્યો. તેણે પોતાનું કેરેક્ટર સારી રીતે ભજવ્યું. તે પછી બધું ખૂબ જ સરળતાથી શૂટ કરવામાં આવ્યું હતું. જેના કારણે લોકોએ તેને ખૂબ જ એન્જોય કર્યો.

વધુ જુઓ ...
    કોઈપણ ફિલ્મમાં ઈન્ટિમેટ સીન હંમેશા ચર્ચાનો વિષય બની જાય છે. અગાઉ મોટા સ્ટાર્સ ઘણીવાર પડદા પર ઇન્ટિમેટ સીન્સને ટાળતા હતા, પરંતુ હવે સ્ક્રિપ્ટની ડિમાન્ડના કારણે લગભગ તમામ કલાકારોને પડદા પર ઇન્ટિમેટ સીન્સ કરવા પડ્યા છે.

    જો કે, ઘણા સ્ટાર્સે એ પણ સ્વીકાર્યું છે કે ઇન્ટિમેટ સીન કરવા એ આખી ફિલ્મનું સૌથી મુશ્કેલ અને જટિલ કામ છે. આ સ્ટાર્સમાં બોબી દેઓલ (Bobby Deol) પણ સામેલ છે.

    આ પણ વાંચો :  Video: મલાઇકા અરોરાએ કૉપી કર્યો ઉર્ફી જાવેદનો લુક, બ્રાલેસ ટ્રાન્સપરન્ટ ટૉપમાં લાગી રહી છે કિલર

    2013માં આવેલી ફિલ્મ યમલા પગલા દીવાના બાદ બોબી દેઓલને કોઇ ફિલ્મ મળી નહોતી. તેણે 2018માં ફિલ્મ રેસ 3થી બોલિવૂડમાં કમબેક કર્યું હતું. રેસ 3, હાઉસફુલ અને યમલા પગલા દીવાનાની ફ્લોપ ફિલ્મ બાદ બોબી દેઓલે ઓટીટીમાં ફિલ્મો કરવાનું શરૂ કર્યું હતું. અભિનેતા નેટફ્લિક્સની 2020ની ફિલ્મ ક્લાસ ઓફ 83 અને MX પ્લેયરની સિરીઝ આશ્રમમાં દેખાયો હતો. આશ્રમ, આશ્રમ 2 અને આશ્રમ 3માં બાબાનું પાત્ર ભજવનાર બોબીના દર્શકોએ ખૂબ વખાણ કર્યા હતા. પરંતુ આ વેબ સિરિઝમાં બોબીએ કેટલાક ઇન્ટિમેટ સીન્સ આપવા પડ્યા હતા જેમાં તેને પરસેવો વળી ગયો હતો.

    આવા સીનમાં નર્વસ થઈ જાય છે બોબી


    બોબી દેઓલ ઘણીવાર ઇન્ટિમેટ સીનને ટાળે છે. ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, તે ઇન્ટિમેટ સીન્સ શૂટ કરવામાં અસહજ થઇ જાય છે. તે આવા દ્રશ્યો ટાળે છે, પરંતુ આશ્રમમાં તેને તે કરવું પડ્યું કારણ કે તે તેના પાત્રની માંગ હતી.

    આ પણ વાંચો :  Video : ટીવીની આ સંસ્કારી વહુએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો, એકલો ટોવેલ પહેરીને કર્યો બોલ્ડ ડાન્સ

    અહીં ઉલ્લેખનીય છે કે, વેબ સિરીઝ આશ્રમમાં તેણે અભિનેત્રી ઈશા ગુપ્તા સહિત અન્ય અભિનેત્રીઓ સાથે લવ મેકિંગ સીન આપ્યા હતા. બોબીએ કહ્યું હતું કે ઇશા ખૂબ પ્રોફેશનલ છે, તેથી તેને આવા દ્રશ્યો આપવામાં કોઇ તકલીફ પડી નહોતી.


    27 વર્ષની કારકિર્દીમાં 45 ફિલ્મોમાં કામ કર્યું?


    બોબીએ પોતાની 27 વર્ષની કારકિર્દીમાં 45 ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ એની થોડીક જ ફિલ્મો હિટ નીવડી હતી. જેમાં 1995માં બરસાત, 1997માં ગુપ્ત, 1998માં સોલ્જર અને 2002માં હમરાઝ જેવી ફિલ્મો હિટ નીવડી હતી. આ સિવાય તેણે દિલ્લગી, આશિક, અજનાબી, ક્રાંતિ, વાદા રહા, થેન્ક યુ, નંદુ, ઝૂમ બરબાર ઝૂમ, નકાબ અને દોસ્તાના જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તેને ક્લાસ ઓફ 83 માટે બેસ્ટ ઓટીટી એક્ટરનો એવોર્ડ મળ્યો છે.
    First published:

    Tags: Bobby deol, Bollywood Latest News, Esha Gupta, Esha Gupta bold pics

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો