Home /News /entertainment /Bobby Deol Birthday: આશ્રમના 'બાબા નિરાલા'નું આ અભિનેત્રીઓ સાથે રહી ચૂક્યું છે અફેર? જાણો રસપ્રદ તથ્યો

Bobby Deol Birthday: આશ્રમના 'બાબા નિરાલા'નું આ અભિનેત્રીઓ સાથે રહી ચૂક્યું છે અફેર? જાણો રસપ્રદ તથ્યો

બોબી દેઓલ જન્મદિવસ

Bobby Deol Birthday : બૉલીવુડ (Bollywood) એક્ટર બોબી દેઓલે (Bobby Deol) ઘણી હિટ તો કેટલીક ફ્લોપ ફિલ્મો (Films) આપી છે. પરંતુ તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ 'આશ્રમ' (Ashram)માં લીડ રોલ કરી બોબી દેઓલનો ફેન ફોલોઇંગ ગ્રાફ ઘણો ઊંચો ગયો છે. બોબી દેઓલનો આજે જન્મદિવસ (Birthday) છે

વધુ જુઓ ...
    Bobby Deol Birthday : બૉલીવુડ (Bollywood) એક્ટર બોબી દેઓલે (Bobby Deol) ઘણી હિટ તો કેટલીક ફ્લોપ ફિલ્મો (Films) આપી છે. પરંતુ તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ 'આશ્રમ' (Ashram)માં લીડ રોલ કરી બોબી દેઓલનો ફેન ફોલોઇંગ ગ્રાફ ઘણો ઊંચો ગયો છે. બોબી દેઓલનો આજે જન્મદિવસ (Birthday) છે. અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra)ના ઘરે 27 જાન્યુઆરી 1967ના રોજ જન્મેલો બોબી દેઓલ આજે 55 વર્ષનો થઈ ગયો છે. આજે તેના જીવન સાથે સંકળાયેલી કેટલીક રસપ્રદ વાતો જાણીએ.

    બોબી દેઓલ બોલિવૂડ જગતનો એ સ્ટાર જેણે લાંબા સમયથી સિનેમા જગતમાં પોતાની જાતને સાબિત કરી છે. બૉલીવુડ ફિલ્મ સોલ્જર, ગુપ્ત, હમરાજ, બાદલ, અજનબી, દોસ્તાના જેવી ફિલ્મોથી પ્રખ્યાત થયેલા અભિનેતા બોબી દેઓલની ફેન ફોલોઈંગ ઘણી છે. રોમેન્ટિક હીરોનો રોલ હોય કે આર્મી મેનનો રોલ, આ અભિનેતાએ દરેક સમયે પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે.

    એમએક્સ પ્લેયર પર આવેલી વેબસીરીઝ 'આશ્રમ'માં બોબી દેઓલે 'બાબા નિરાલા'ની ભૂમિકા ભજવી છે. પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત આ સિરીઝમાં બોબી દેઓલે લીડ રોલ ભજવ્યો અને તેની પ્રશંસા અટકવાનું નામ લેતી નથી. આ સિરીઝમાં બોબીએ કરેલા અભિનયની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. એમએક્સ પ્લેયરની સૌથી સફળ વેબ સિરીઝ 'આશ્રમ'માં એક આશ્રમ દર્શાવવામાં આવ્યો છે જેમાં શ્રદ્ધાથી લઈને અંધશ્રદ્ધા દર્શાવવામાં આવી છે, આ એ જ આશ્રમ છે જ્યાં બાબા નિરાલાએ બનાવેલો કાયદો અને ન્યાય જ ચાલે છે.

    બોબી દેઓલે ફિલ્મ 'ધરમવીર'થી બોલિવૂડમાં બાળ કલાકાર તરીકે ડેબ્યૂ કર્યું

    બોબી દેઓલે વર્ષ 1995માં રિલીઝ થયેલી ફિલ્મ 'બરસાત'થી મુખ્ય અભિનેતા તરીકે બોલીવુડ ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. કેટલીક ફિલ્મો હિટ તો કેટલીક ફિલ્મો ફ્લોપ જતા બોબી દેઓલને તેના પિતા ધર્મેન્દ્ર અને ભાઈ સન્ની દેઓલ જેવી સફળતા મળી મળી શકી નહીં, જેના પછી તે લાંબા સમય સુધી ફિલ્મોથી દૂર રહ્યો. બોબીની માતાનું નામ પ્રકાશ કૌર છે. જયારે અભિનેત્રી હેમા-માલિની બોબી દેઓલની સાવકી માતા છે. હેમા માલિની હિન્દી સિનેમાની 'ડ્રિમ ગર્લ' એટલે કે સફળ અભિનેત્રી રહી છે. આ સાથે જ હેમા માલિની રાજકારણમાં પણ સક્રિય છે.

    બોબીએ પિતા ધર્મેન્દ્ર અને ભાઈ સની દેઓલ સાથે ફિલ્મ 'યમલા પગલા દીવાના' દ્વારા ફરી એકવાર પોતાની જાતને સ્થાપિત કરી

    ઉલ્લેખનીય છે કે, ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'જબ વી મેટ' અને 'હાઈવે'માં મુખ્ય ભૂમિકા માટે બોબી દેઓલ પહેલી પસંદ હતો, પરંતુ કોઈ કારણોસર તે આ ફિલ્મ કરી શક્યો નહીં. જયારે આ બંને ફિલ્મો હિટ રહી હતી.

    ઉતાર-ચઢાવવાળી આ ફિલ્મી સફર દરમિયાન બોબી દેઓલનીનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું હતું, જેમાં પ્રિયા ચતવાલા, નીલમ કોઠારી જેવી અભિનેત્રીઓના નામ સામેલ છે. જો કે, આ વસ્તુઓ સમય સાથે ત્યાંની ત્યાં જ અટકી ગઈ અને બોબી દેઓલે તાન્યા આહુજા સાથે લગ્ન કર્યા છે. તેમને બે પુત્રો છે. જેના નામ આર્યમાન અને ધર્મ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Bobby deol, Bobby Deol-Neelam Kothari Relationship, Celebrities Birthday

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन