Home /News /entertainment /આય હાય! એકલી ગંજી પહેરીને જ એરપોર્ટ પહોંચી ગયા 'બાબા નિરાલા', ચર્ચામાં છે બોબી દેઓલનો સ્વેગ
આય હાય! એકલી ગંજી પહેરીને જ એરપોર્ટ પહોંચી ગયા 'બાબા નિરાલા', ચર્ચામાં છે બોબી દેઓલનો સ્વેગ
આ વિડીયોમાં બોબી દેઓલ એરપોર્ટ પર શર્ટલેસ લૂકમાં જોવા મળી રહ્યો છે.
આ વિડીયોમાં બોબી દેઓલ એરપોર્ટ પર શર્ટલેસ લૂકમાં જોવા મળી રહ્યો છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ બોબીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે, જેમાં બોબી માત્ર વેસ્ટ એટલે કે ગંજી પહેર્યું હોવાનું જોવા મળી રહ્યું છે.
વેબ સિરીઝ 'આશ્રમ'થી બોલિવૂડ એક્ટર બોબી દેઓલનું કમબેક હજુ પણ ચર્ચામાં (Bobby Deol Aashram) છે. બોબી સમયાંતરે ચર્ચામાં હોય છે. ખાસ કરીને પોતાની ફિટનેસ કારણે તે સોશિયલ મીડિયા પર છવાયેલો છે. બોબી સોશિયલ મીડિયા પર જિમમાં વર્કઆઉટના ફોટા અને વિડીયો શેર કરતો હોય છે.
આ દરમિયાન તેનો એક વિડીયો ચર્ચામાં છે. આ વીડિયોમાં તે અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યો છે.
આ વિડીયોમાં બોબી દેઓલ એરપોર્ટ પર શર્ટલેસ લૂકમાં જોવા મળી રહ્યો છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ બોબીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે, જેમાં બોબી માત્ર વેસ્ટ એટલે કે ગંજી પહેર્યું હોવાનું જોવા મળી રહ્યું છે. વિડીયોમાં તે કારમાંથી બહાર નીકળતાની સાથે સેન્ડો વેસ્ટ અને કાર્ગો પેન્ટમાં જોવા મળે છે. જેમાં બોબીની જબરદસ્ત ફિટનેસ હોવાનું માલુમ પડે છે.
બોબી ઘણાબધા પોઝ પણ આપી રહ્યો છે. આ પછી બોબી બ્લેક જેકેટ પહેરે છે અને આગળ જાય છે. બોબી દેઓલનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. બોબીના આ વિડીયો પર ફેન્સ ખૂબ જ રિએક્શન આપી રહ્યા છે. કેટલાકે તેની ફિટનેસના વખાણ કર્યા તો કેટલાકે તેની સ્ટાઇલના વખાણ કર્યા હતા. આ વિડીયોને ઢગલાબંધ લાઈક અને કૉમેન્ટ મળી છે.
બોબી દેઓલ ખુબ જ જલ્દી સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે. બોબી ફિલ્મ 'હરિ હારા વીરા મલ્લુ'માં જોવા મળવાનો છે. આ ફિલ્મ માટે તેણે તૈયારી પણ શરૂ કરી દીધી છે.
બોબી આ ફિલ્મમાં 'ઔરંગઝેબ'નું પાત્ર ભજવી રહ્યો છે, તેથી અભિનેતાના ચાહકો પણ તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પહેલા તેણે પોતાની વેબ સીરિઝ 'આશ્રમ'ના કારણે ચર્ચામાં રહ્યો હતો. આ સિરીઝની ચોથી સિઝનની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર