Home /News /entertainment /અમિતાભ બચ્ચનનાં બંગલા 'પ્રતીક્ષા'ની એક દિવાલ પર ચાલશે BMCનું રોડ રોલર, જાણો કારણ
અમિતાભ બચ્ચનનાં બંગલા 'પ્રતીક્ષા'ની એક દિવાલ પર ચાલશે BMCનું રોડ રોલર, જાણો કારણ
File Photo
ટૂંક સમયમાં જ BMC અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)નાં જુહૂ સ્થિત બંગલા 'પ્રતીક્ષા'ની દિવાલ તોડીને કાર્યવાહી શરૂ કરી શકે છે. આ દિવાલ અંગે BMCએ અમિતાભ બચ્ચનને વર્ષ 2017માં નોટિસ ફટકારી હતી.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મુંબઇ મહાનગર પાલિકા એટલે કે BMC બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ને ઘરની એક દિવાલ તોડવાની તૈયારીમાં છે. ખબર છે કે, ટૂંક સમયમાં BMC બિગ બીનાં જુહૂ સ્થિત બંગલા 'પ્રતીક્ષા'ની દિવાલ તોડવાની કાર્યવાહી શરૂ કરી શકે છે. આ દિવાલ અંગે BMCએ અમિતાભ બચ્ચનને વર્ષ 2017માં નોટિસ ફટકારી હતી. પણ મહાનાયક તરફથી આ નોટિસનો કોઇ જવાબ આપવામાં આવ્યો ન હતો. એવામાં BMCએ મુંબઇનાં ઉપનગરીય કલેક્ટરનાં સર્વે અધિકારીઓ બંગલાની જે દિવાલ તોડવાનાં છે તેને ચિન્હિત કરવાનો આદેશ આપ્યો છે.
BMCએ 2017માં રોડની પહોળાઇ વધારવાનાં કામ માટે બચ્ચન પરિવારને નોટિસ જારી કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, 'પ્રતીક્ષા'ની જમીનનો એક હિસ્સો સંત જ્ઞાનેશ્વર માર્ગ સડકની પહોળાઇ માટે અધિગ્રહ કરવામાં આવશે. એવામાં BMCએ મુંબઇ હવે મુંબઇ ઉપનગરનાં કલેક્ટરને સર્વેક્ષણ અધિકારીઓને રસ્તાની પહોળાઇની યોજના હેઠળ બંગલાનાં હિસ્સાનું સીમાંકન કરવાનાં નિર્દેશ આપ્યા છે.
આપને જણાવી દઇએ કે, સંત જ્ઞાનેશ્વર માર્ગની પહોળાઇ એટલે કરવામાં આવી રહી છે કારણ કે, રસ્તો ચંદન સિનેમા ક્ષેત્રનાં ઇસ્કોન મંદિરની અને લિંક રોડને જોડે છે.અને આ રસ્તો બચ્ચન પરિવારનાં બંગલાને અડેલો છે. એવામાં રસ્તાની પહોળાઇ કરવા માટે BMCએ બંગલાનાં એક હિસ્સાની દિવાલ તોડવી પડશે. હાલમાં રસ્તાની પહોલાઇ માત્ર 45 ફૂટ છે. જેને કારણે વિસ્તારમાં મોટો જામ લાગે છે.
" isDesktop="true" id="1110976" >
આ જામની સ્થિતિને નિયંત્રિત કરવા માટે BMCએ રસ્તાની પહોળાઇ 60 ફૂટ કરવા ઇચ્છે છે. BMCની નોટિસ બાદ એક્ટરે કોર્ટની શરણ લીધી હતી. આ મામલે સુનાવણી કરતાં કોર્ટે કામ પર રોક લગાવી હતી. પણ ઘત વર્ષે ફરી કોર્ટે BMCને કામ શરૂ કરવાની પરવાનગી આપી હતી. એવામાં BMCને બિગ બીનાં બંગલા પ્રતીક્ષાની એક દિવાલ તોડવી પડશે. આપને જણાવી દઇએ કે, જુહૂમાં આ બચ્ચન પરિવારનો પહેલો બંગલો છે. અહાં અમિતાભ બચ્ચનનાં વધુ બે બંગલા છે જેમાં એક નું નામ જનક અને બીજાનું નામ જલસા છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર