Home /News /entertainment /અમિતાભ બચ્ચનના બંગલા 'પ્રતીક્ષા'નો અમુક ભાગ તૂટશે, આ છે કારણ

અમિતાભ બચ્ચનના બંગલા 'પ્રતીક્ષા'નો અમુક ભાગ તૂટશે, આ છે કારણ

અમિતાભ બચ્ચનના બંગલા 'પ્રતીક્ષા'નો અમુક ભાગ તૂટશે

મુંબઇ મહાનગર પાલિકા (બીએમસી)એ અમિતાભ બચ્ચનના બંગલા 'પ્રતીક્ષા'ની કમ્પાઉન્ડ વોલ તોડવા માટે નોટિસ આપી છે

ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની મુશ્કેલી વધી છે. મુંબઇ મહાનગર પાલિકા (બીએમસી)એ અમિતાભ બચ્ચનના બંગલા 'પ્રતીક્ષા'ની કમ્પાઉન્ડ વોલ તોડવા માટે નોટિસ આપી છે. આની સાથે જ એ પણ કહેવામાં આવ્યું છે કે, જો અમિતાભ બચ્ચન કમ્પાઉન્ડ નહીં તોડે તો બીએમસી આને તોડી પાડશે.

મળતી માહિતી પ્રમાણે, જુહૂના સંત જ્ઞાનેશ્વર માર્ગ પર બિગ બીનો પ્રતીક્ષા બંગલો છે. આ બંગલા પાસેનો રોડ અત્યારે 45 ફૂટ પહોળો છે. રોડની પહોળાઇ ઓછી હોવાને લીધે ત્યાં ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળે છે. લગભગ એકાદ વર્ષ પહેલાં આ રોડને પહોંળો કરવાની વાત કરાઇ હતી અને આને 60 ફૂટ કરવાનું નક્કી કરાયું હતું. કહેવાય છે કે, બીએમસીએ ઉદ્યોગપતિ કેવી સત્યમૂર્તિના બંગલાની દિવાલ બે દિવસ પહેલાં જ તોડી હતી. આ કાર્યવાહીથી નારાજ સત્યમૂર્તિએ કહ્યું હતું કે, બીએમસીના અધિકારી અમિતાભ બચ્ચનથી ડરે છે.

આ પણ વાંચો: 20 કિલો વજન ઘટાડવાનો છે આમિર ખાન, જાણો શું છે કારણ

કહેવાય છે કે, એક વર્ષ પહેલાં બીએમસીની નોટિસ મળતાં સત્યમૂર્તિએ આ અંગે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે બાદ રોડ પહોળું કરવાની કામગીરી રોકાઇ ગઇ હતી. પરંતુ હાલમાં જ હાઇકોર્ટે સત્યમૂર્તિની અરજી પર મુલતવી આદેશ આપવાનું ઇનકાર કરી દીધું છે. જે બાદ માર્ગ પહોળું કરવાની કામગીરી ઝડપી બનાવાઇ છે.
First published:

Tags: Bungalow, અમિતાભ બચ્ચન, બીએમસી, મુંબઇ