ઇરફાન ખાન અને કિર્તી કુલ્હારીની આગામી ફિલ્મ 'બ્લેકમેલ'નું ટ્રેલર આજે આવી ગયું છે. આ ફિલ્મમાં ઇરફાન અને કિર્તી ઉપરાંત દિવ્યા દત્તા, અરૂણોદયસિંહ અને ઓમી વૈદ્ય પણ છે.
શું છે આ ફિલ્મમાં
ટ્રેલરમાં આપણે જોયું કે ફિલ્મમાં ઇરફાન અને કિર્તી પતિ પત્નીની ભૂમિકા નિભાવતે નજરે પડે છે, જેમાં ઈરફાનને લાગે છે કે તેની પત્ની બીજા પુરૂષ સાથે રહીને તેને બ્લેકમેલ કરી રહી છે. તે બંન્નેને તેવી સ્થિતિમાં પકડયા કરતા તે બંન્નેને બ્લેકમેલ કરવાનું વિચારી લે છે. તે પત્નીના પ્રેમીને ફોન કરીને એક લાખ રૂપિયા માંગીને બ્લેકમેલ કરે છે.
જો કે આ ફિલ્મના ટ્રેલરમાં જ ઘણાં ટ્વિસ્ટ દેખાય છે. ઇરફાન પતિ પત્નીને બ્લેકમેલ કરે છે જ્યારે તેને પણ બ્લેકમેલ કરવાનું બાકી નથી રાખતાં. ટ્રેલર જેટલું ગંભીર છે તેટલું જ કોમેડી પણ છે. ફિલ્મના ટ્રેલરમાં સસ્પેન્સ ઘણું છે. ટ્રેલર ઘણું જ ઈન્ટરેસ્ટીંગ દેખાય છે. જોવાનું એ રહ્યું કે દર્શકોને આ ફિલ્મ કેટલી પસંદ આવે છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર