Home /News /entertainment /આજની રાત પણ જેલમાં વિતાવશે સલમાન,જામીન પર થશે કાલે નિર્ણય

આજની રાત પણ જેલમાં વિતાવશે સલમાન,જામીન પર થશે કાલે નિર્ણય

    જોધપુર: સલમાન ખાનની જામીન અરજીની સુનાવણી કાલ પર ટાળવામાં આવી છે. જજ રવિન્દ્ર કુમાર જોષીએ બંને પક્ષોની ચર્ચા સાંભળ્યા બાદ તેમનો નિર્ણય કાલે સંભળાવશે તેમ જણાવ્યું છે. આ સાથે જ સલમાન ખાને આજની રાત તો જેલમાં વિતાવવી પડશે તે નક્કી છે.

    સલમાન ખાન પાસે આજની રાત જોધપુર સેન્ટ્રલ જેલમાં વિતાવ્યા સીવાય કોઇ જ વિકલ્પ નથી. આવતી કાલે સવારે 10.30 વાગ્યે જામીન અરજી પર સુનાવણી થશે. જજ રવિન્દ્ર કુમાર જોષીએ જ્યારે સુનાવણી કાલ ઉપર ટાળવાનો આદેશ સંભળાવ્યો ત્યારે સલમાન ચોકી ગયો હતો. તો તેની બંને બહેનો રડવા લાગી હતી.




    જો કાલે સલમાનની જામીન અરજી ફગાવી દેવામાં આવે તો...
    સેશન્સ કોર્ટ જામીન અરજી કાલ પર ટળી છે.  જો સલમાનને  હાઇકાર્ટમાં અપીલ કરવી હોય તો પણ હવે તેણે બે દિવસ રાહ જોવી પડે તેમ છે. કારણ કે વીકેન્ડ હોવાના કારણે સોમવાર પહેલા સુનાવણી મુશ્કેલ છે. જો કાલે સેશન્સ કોર્ટ દ્વારા સલમાનની અરજી ફઘાવી દેવામાં આવે તો સલમાનને થોડા વધારે દિવસ જેલમાં વિતાવવા પડી શકે છે.

    સલમાનનાં વકિલ કોર્ટમાં આવતા સમયે મીડિયા સાથે વાત કરી હતી તે સમયે તેણે કહ્યું હતું કે, સલમાનને આજે જામીન મળી જશે. આ માટે તેમણે કોર્ટમાં રજૂ કરવાં 51 પન્નાનાં આધાર તૈયાર કર્યા હતાં. વકિલ દેસાઇની સાથે સલમાન ખાનની બંને બહેનો અલવીરા અને અર્પિતા સેશન્સ કોર્ટની બહાર હળવા મૂડમાં નજર આવ્યા હતાં. તમામને એવી જ આશા હતી કે હાલમાં સલમાનને જામીન મળી જશે અને તેને આજની રાત જેલમાં નહીં વિતાવવી પડે.

    સવારથી જ બિષ્નોઇ સમાજનાં મોટી સંખ્યામાં લોકો કોર્ટ પરિસરમાં હાજર થઇ ગયા હતાં. તો સાથે જ સલમાન ખાનનાં ચાહકો પણ કોર્ટ સંકૂલમાં હાજર હતાં.

    કાળિયાર શિકાર મામલામાં પાંચ વર્ષની સજાની જાહેરાત પછી આજે સલમાન ખાનની જામીન અરજી પર સુનાવણી થશે. આજે સવારે 10.30 કલાકે કોર્ટ ખુલ્યા પછી આ સુનાવણી થશે. જો સેશન કોર્ટ જામીન અરજીને ફગાવી દે છે તો તે હાઇકાર્ટમાં અપીલ કરી શકે છે. પરંતુ વીકેન્ડ હોવાના કારણે સોમવાર પહેલા સુનાવણી મુશ્કેલ લાગી રહી છે. જેના કારણે સલમાનને થોડા વધારે દિવસ જેલમાં વિતાવવા પડી શકે છે.



    ફિલ્મ 'હમ સાથ સાથે હૈ'ના શૂટિંગ દરમિયાન વર્ષ 1998માં સલમાન પર બે કાળા હરણના શિકારનો કેસ દાખલ થયો હતો. 28 માર્ચના રોજ આ અંગે અંતિમ દલીલ થઈ હતી. ત્યાર બાદ મુખ્ય ન્યાયાધીશ દેવ કુમાર ખત્રીએ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

    જોધપુરના 20 વર્ષ જૂના કાળા હરણના શિકારના કેસમાં જોધપુર કોર્ટે સલમાન ખાનને પાંચ વર્ષની સજા તેમજ રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં અન્ય આરોપીઓ સૈફ અલી ખાન, નીલમ, તબ્બૂ અને સોનાલી બેન્દ્રેને શંકાનો લાભ મળ્યો હોવાથી તેઓ છૂટી ગયા છે. સલમાનની જામીન અરજી પર આજે શુક્રવારે સવારે 10.30 વાગ્યે સુનાવણી થઇ હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Black Buck Poaching Case, Jodhpur, Jodhpur central jail, સલમાન ખાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन