જોધપુર: 20 વર્ષ જુના કાળિયાર શિકાર મામલે જોધપુર કોર્ટે સલમાન ખાનને પાંચ વર્ષની સજા સંભળાવી છે. અન્ય આરોપીઓ સૈફ અલી ખાન, નીલમ, તબ્બુ અને સોનાલી બેન્દ્રેને મુક્ત કરવામાં આવ્યા છે. સલમાનને હવે સેશન કોર્ટમાં જામીનની અરજી કરી છે. કોર્ટે કહ્યું કે, સલમાનની જામીનની અરજીની સુનાવણી કાલે સવારે 10.30 વાગ્યે થશે. એવામાં સલમાન ખાને આજની રાત જેલમાં જ વિતાવવી પડશે. તેને જોધપુરની સેન્ટ્રલ જેલની બેરેક નંબર-1માં રાખવામાં આવશે.
કેદી નંબર 106 બન્યો સલમાન
સલમાન ખાનને કેદી નંબર 106 મળ્યો છે તેને તે જ બેરેકમાં રાખવામાં આવ્યો છે જેમાં આસારામ સજા કાપી રહ્યાં છે.
રીંગણનું શાક અને રોટલી ખાશે સલમાન સલમાન ખાનને જેલ મેન્યુ પ્રમાણે સામાન્ય કેદીઓ જેવું જ ભોજન આપવામાં આવશે. ગુરૂવારે જેલનાં મેન્યુ પ્રમાણે તેને રિંગણનું શાક, રોટલી અને દાળ પીરસવામાં આવશે. આપને જણાવી દઇએ કે જેલમાં બહારથી ખાવાનું મંગાવવાની મનાઇ છે.
સલમાનનાં વકિલે કહ્યું જેલમાં સલમાનનાં જીવને ખતરો
સલમાનનાં વકિલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, સલમાનનાં જામીન અરજી સેશન કોર્ટે રજૂ કરવાનો ઇન્કાર કર્યો છે. સલમાનનાં વકિલે કહ્યું કે, અમે ન્યાયાધિશને કહ્યું કે, તેઓ સલમાનની અરજી આવતી કાલે સ્વિકારશે. સલમાને બિષ્નોઇ સમાજનાં લોકો તરફથી જીવનો ખતરો છે આ પક્ષ રજૂ કરતાં કોર્ટે આ વાત ફગાવી દીધી અને કહ્યું કે, સલમાન ખાનને પ્રોટેક્શન આપવાની જવાબદારી પોલીસની છે . કોર્ટે તેમનાં રૂટિન કામમાં કંઇ જ ફેરફાર ન કરવા જણાવ્યું છે અને આવતીકાલ સવારે 10.30 વાગ્યાનો સમય આપ્યો છે.
5 વર્ષની સજા અને 10 હજારનો દંડ સલમાન ખાનને 5 વર્ષની સજા સાથે 10 હજારનો દંડ ફટકારવામાં આવી છે. તેને જોધપુુર સેન્ટ્રલ જેલમાં લઇ જવામાં આવશે. સલમાનના વકીલ હવે સેસન્સ કોર્ટમાં અરજી કરશે.
સલમાનના વકીલે સેશન કોર્ટમાં જ જમાનતની અપીલ કરી છે. કોર્ટે કહ્યું કે કાલે સુનાવણી થશે જેના કારણે સલમાને આજની રાત જેલમાં જ રહેવું પડશે. સલમાન ખાનની જેલની અંદર જ મેડિકલ તપાસ કરાવવામાં આવશે.
સજા સાંભળતા જ રડી પડ્યો સલમાન સજા સાંભળતા જ સલમાનની આંખોમાં આંસુ આવી ગયા હતાં. તેની સાથે બે બહેનો અર્પિતા અને અલવીરા રડી રહી છે. સલમાનને જોધપુર સેન્ટ્રલ જેલમાં બેરેક નં.1 માં રાખવામાં આવશે. જ્યારે તેમની બાજુમાં એટલે બેરેક નં.2માં આશારામ બાપુ છે.
બિષ્નોઇ સામાજના પ્રદેશ અધ્યક્ષ રામપાલ ભવાદે કહ્યું કે અમે આ નિર્ણયનો અભ્યાસ કરીશું પછી જ મુક્ત કરાયેલ આરોપીઓ સામે પણ અપીલ કરવામાં આવશે.
We'll analyse the judgement. We want an immediate appeal to be filed against those who have been acquitted and we also demand maximum punishment for Salman Khan: Rampal Bhawad, State President, Bishnoi Tigers Vanya Evam Paryavaran Sanstha #BlackBuckPoachingCase#Rajasthanpic.twitter.com/Jfn8Pf5Jdp
-વાઇલ્ડ લાઇફ પ્રોડક્શન એક્ટ હેઠળ 9/11 કલમ અંતર્ગત સલમાનને દોષિત જાહેર કરવામાં આવ્યો છે .આ મામલે સલમાનના વકીલે કહ્યું હતું કે હવે જો સજા મળશે તો અમે સેસન્સ કોર્ટમાં જઇશું. સલમાનની સજા પર સરકારી વકીલ અને સલમાનના વકીલ વચ્ચે ઘણી દલીલો ચાલી રહી હતી. સલમાનના વકીલનું કહેવું હતું કે તેને 3 વર્ષથી ઓછી સજા થવી જોઇએ.
3 વર્ષથી વધારે સજા થઇ હોત તો ન મળતા જામીન
જો સલમાનને 3 વર્ષથી વધુની સજા થશે તો જ સેશન્સ કોર્ટમાં જામીન લેવા જવું પડશે. જો સલમાનને 3 વર્ષથી ઓછી સજા થઇ છે એટલે આજે કોર્ટમાં તેની જામીનની અરજી આપવી પડી છે. જજ દેવ કુમાર ખત્રીએ જમાનત અરજી સાંભળવી પડશે અને તેને બેઇલ પણ આપી છે. જો અરજી પર આજે જ સુનવણી ન થઇ હોત તો શુક્રવાર છે અને પછી બે દિવસ શની, રવિવાર રજા આવી જાત. જો ત્રણ વર્ષથી વધુની સજા નહીં હોય તો આજે જ નિર્ણય સંભળાવવો પડશે.
-કાળિયાર કેસમાં સલમાન ખાનને દોષી જાહેર કરવામાં આવ્યો છે . તેના ઉપરાંતના તમામ આરોપીઓને નિર્દોષ જાહોર કરાયા છે. અન્ય પાંચ આરોપીઓને બેનેફિટ ઓફ ડાઉટ મળ્યો છે તેના કારણે તેમને રાહત મળી છે.
Argument on quantum of punishment is on. Salman Khan's counsels are praying for probation: NS Solanki, lawyer of Dushyant Singh who was co-accused in blackbuck poaching case #Jodhpurpic.twitter.com/2G5ahqHFWl
જોધપુર કોર્ટની બહાર સુરક્ષા વધારવામાં આવી. સૈફ અલી, નિલમ અને સોનાલી બેન્દ્રના વકીલે કહ્યું જો તેઓ આ કેમમાં આરોપી સાબિત થશે તો તેમને સરખી સજા થશે.
Jodhpur: Police personnel deployed outside Jodhpur court ahead of verdict in Blackbuck poaching case. Saif Ali Khan,Neelam & Sonali Bendre's lawyer says,'if they are found guilty then there is equal punishment for all. Maximum punishment will be for six years & minimum one year.' pic.twitter.com/omRMnr3Weh
કાલે તબ્બુ સાથે જોધપુર એરપોર્ટ પર છેડછાડ! ફિલ્મ અભિનેત્રી તબ્બુ બુધવારે જોધપુર એરપોર્ટ પર છેડતીનો શિકાર બની હતી. મુંબઈથી જોધપુર આવી પહોંચેલી અભિનેત્રી તબ્બુ જ્યારે એરપોર્ટથી બહાર નીકળી રહી હતી ત્યારે તેની સાથે આ ઘટના બની હતી.
અહીં એક વ્યક્તિ તબ્બુ સાથે ચાલી રહેલા સુરક્ષાકર્મચારીની વચ્ચે ઘૂસી ગયો હતો અને તેની સાથે શરમજનક હરકત કરી હતી. જોકે, આ જ સમય તબ્બુ સાથે ચાલી રહેલા બાઉન્સરે એ વ્યક્તિને તબ્બુ પાસેથી હટાવી દીધો હતો. તબ્બુ તેની સાથે આ હરકત બાદ શોકમાં નજરે પડી હતી. અત્યાર સુધી આ કેસમાં કોઈ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી.
સિમીએ આપ્યું સલમાનને સમર્થન અભિનેત્રી ટીવી શો હોસ્ટ સિમી ગરેવાલે સલમાન ખાનના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે સલમાન કોઇપણ પશુને નુકશાન પહોંચાડી નથી શકતો. તે દરેક જીવ સાથે ઘણો પ્રેમ કરે છે.
Of one thing I am dead sure..@BeingSalmanKhan would NEVER EVER harm any animal. He loves them too much. The real culprit should be exposed. 20 years is too long to bear someone else's cross..
જાણો આખો કેસ 1998માં સલમાન ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ' માટે જોધપુરમાં હતો, તેની સાથે ફિલ્મના અન્ય કલાકારો પણ હતા. આરોપ છે કે સલમાને ઘોડા ફાર્મહાઉસ અને ભવાદ ગામમાં 27-28 સપ્ટેમ્બરની રાતે કાળિયારનો શિકાર કર્યો હતો. તેમની પર કાંકાણી ગામમાં 1 ઓક્ટોબરના કાળિયારનો શિકાર કરવાનો પણ આરોપ છે.
સલમાન સામે છે ચાર કેસ 1998નાં શૂટિંગ દરમિયાન સલમાન પર ચાર કેસ દાખલ થયા. ત્રણ કેસ કાળિયારનો શિકારના અને ચોથો કેસ આર્મ્સએક્ટનો હતો. ધરપકડ દરમિયાન સલમાનના રૂમમાંથી પોલીસે પિસ્તોલ અને રાઇફલ જપ્ત કરી હતી. આ હથિયારનાં લાઇસન્સની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર