મમતા બેનર્જીની બાયોપિક 'બાઘિની' પર ભાજપની માંગ, ચૂંટણી પંચ રિવ્યૂ કરે

મમતા બેનર્જીની બાયોપિક 'બાઘિની' પર ભાજપની માંગ, ચૂંટણી પંચ રિવ્યૂ કરે
ફિલ્મને નિહાલ દત્તાએ ડિરેક્ટ કરી છે. જ્યારે આ ફિલ્મમાં મમતા બેનર્જીનો રોલ રૂમા ચક્રવર્તી અદા કરી રહી છે.

ફિલ્મને નિહાલ દત્તાએ ડિરેક્ટ કરી છે. જ્યારે આ ફિલ્મમાં મમતા બેનર્જીનો રોલ રૂમા ચક્રવર્તી અદા કરી રહી છે.

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક રિલીઝ પર ચૂંટણી પંચ નિર્ણ આપશે. ત્યારે આ વચ્ચે પશ્ચિમ બંગાળણાં 3 મેનાં મમતા બેનર્જીની બાયોપિક 'બાઘિની'ની રિલીઝ પર રોક લગાવવાની પંશ્ચિમ બંગાળનાં ભાજપનાં વાઇસ પ્રેસિડન્ટ જોય પ્રકશ મજૂમદારે ચૂંટણીપંચને પત્ર લખીને જણાવ્યું છે.

  મજૂમદારે ચૂંટણી પંચને લખ્યુ છે કે, તે ન્યૂઝ તરફ પોતાનું ધ્યાન આકર્ષિત કરવા ઇચ્છે છએ, જેમાં મમતા બેનર્જીની કથિત બાયોપિક (બાઘિની) 3 મેનાં રોજ રિલીઝ થવા જઇ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ ભઆરતનાં માનનીય ચૂંટણી પંચ અને પશ્ચિમ બંગાળમાં તેમનાં પ્રતિનિધિ સીઇઓથી અનુરોધ કર્યો છે કે, રિલીજ પહેલાં બાયોપિકની સમીક્ષા થાય.

  'બાઘિની' ફિલ્મમાં પ્રધાનમંત્રી મોદી પર કોઇ કટાક્ષ ભલે ન હોય પણ કામરેડ જ્યોતિ બાસુનું ચરિત્ર દર્શાવવામાં આવ્યું છે જે વિરુદ્ધ મમતા બેનર્જીએ એક મોટુ આંદોલન કર્યુ હતું. આ દરમિયાન મમતા બેનર્જી વર્સેસ માકપાની લડાઇ ચરમસીમા પર હતી. ફિલ્મનાં પ્રોડ્યુસર અને લેખક પિંકી મંડલ છે. ફિલ્મને નિહાલ દત્તાએ ડિરેક્ટ કરી છે. જ્યારે આ ફિલ્મમાં મમતા બેનર્જીનો રોલ રૂમા ચક્રવર્તી અદા કરી રહી છે.
  Published by:Margi Pandya
  First published:April 17, 2019, 18:25 pm

  ટૉપ ન્યૂઝ