એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડની સુપરસ્ટાર આજે તેનો 44મો જન્મ દિવસ મનાવી રહી છે. આમ તો શિલ્પા તેની ફિલ્મમાં એક્ટિંગને લાઇને ચર્ચામાં રહે છે પણ એક સમયે એવો હતો કે તે KISSનાં કારણે વિવાદોમાં ઘેરાઇ હતી. ખરેખરમાં થોડા વર્ષો પહેલાં દુનિયાનાં સૌથી સેક્સી પુરુષનો ખિતાબ હાંસેલ કરનાર અમેરિકન એક્ટર રિચર્ડ ગિયર ફિલ્મો ઉપરાંત એક કારણે ભારતીય મીડિયામાં છવાયો હતો. તે તેનો 'દેસી પ્રોજેક્ટ' નહીં પણ કંઇક અલગ કારણ હતું. વાત છે વર્ષ 2007ની. જ્યારે રિચર્ડે મંચ પર 'દેસી ગર્લ' શિલ્પા શેટ્ટીને કિસ કરી લીધી હતી. આ ઘટના બાદ ભારતમાં સૌ કોઇ રિચર્ડ ગિયરને ઓળખવા લાગ્યું હતું.
વર્ષ 2007માં જ્યારે દિલ્હીમાં એડ્સ પ્રત્યે જાગૃતતા માટે કેમ્પેઇન હેઠળ એક કાર્યક્રમ થઇ રહ્યો હતો. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન શિલ્પા શેટ્ટી અને રિચર્ડ ગિયર મહેમાન તરીકે આવ્યા હકતાં. જ્યાં મંચ પર શિલ્પા રિચર્ડને લઇને આવી હતી. અને તે કંઇક બોલવા લાગી ત્યારે રિચર્ડ તેનાં હાથ ફર કિસ કરવા લાગ્યો અને બાદમાં શિલ્પાને તેણે ગળે લગાવી અને ગાલ પર કિસ કરી લીદી. રિચર્ડ અને શિલ્પાનો આ વીડિયો ચારેય તરફ વાયુવેગે પ્રસરી ગયો.
આ બંનેની ઘણી આલોચરના પણ થઇ. જે બાદ રિચર્ડે આ મામલે માફી પણ માંગી હતી. તે સમયે એક વેબસાઇટમાં છપાયેલી ખબર મુજબ આ મામલો એટલો ગરમાયોહ તો કે રાજસ્થાનની એખ સ્થાનિક કોર્ટે શિલ્પા અને રિચર્ડ વિરુદ્ધ ધરપકડનાં પણ આદેશ આપ્યા હતાં.