Home /News /entertainment /B'Day Trivia: એક ગંભીર બીમારીથી પીડાય છે પ્રિયંકાનો પતિ નિક જોનસ

B'Day Trivia: એક ગંભીર બીમારીથી પીડાય છે પ્રિયંકાનો પતિ નિક જોનસ

એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: હોલિવૂડ સિંગર, એક્ટર અને પ્રિયંકા ચોપરાનાં પતિ નિક જોનસનો આજે 16 સપ્ટેમ્બરનાં રોજ 27મો જન્મ દિવસ છે. પ્રિયંકા અને નિકનાં લગ્ન ડિસેમ્બર 2018નાં થયા હતાં. પ્રિયંકા ચોપરા અને નિકની વચ્ચે 13 વર્ષનો તફાવત છે. જોકે  આજે આપણે વાત કરી રહ્યાં છે. નિક જોનસની બીમારી અંગે. જેનો ખુલાસો તેણે જાતે જ તેની એક ટ્વિટર પોસ્ટમાં કર્યો હતો. આ ખુલાસો તેણે નવેમ્બર 2018માં તેનાં લગ્ન પહેલાં જ કર્યો હતો.

નિક જોનસ માત્ર 13 વર્ષનો હતો ત્યારે તે ડાયાબીટિસનો શિકાર થયો હતો. નિક જોનસે સોશિયલ મીડિયા પર તેની બીમારી અંગે આ વાતનો ખુલાસો કર્યો હતો જેમાં તેણે તેની બે તસવીરો શેર કરી હતી. આ સાથે જ તેણે લખ્યુ હતું કે, '13 વર્ષ પહેલાં મને ટાઇપ વન ડાયાબિટીસ રોગનું નિદાન થયુ હતું. મારી આ તસવીર ડાયાબિટીસ થયા પહેલાની છે.'

આ પણ વાંચો-અમિતાભ બચ્ચનની ફિલ્મોનાં સંગીતકાર વનરાજ ભાટિયા પાસે નથી ઇલાજનાં પૈસા

પોતાની પોસ્ટમાં નિક જોનસ વધુમાં લખે છે કે, 'મે મારા ડાયટને સંપૂર્ણ કંટ્રોલ કરી દીધું છે. આ ઉપરાંત હું મારા સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખુ છું. હું રૅગ્યુલર ઍક્સરસાઇઝ કરું છુ અને મારું બ્લડ શુગર ચેક કરાવતો રહું છું. મે આ બીમારીને હવે કંટ્રોલમાં કરી લીધી છે.'



ટાઇપ 1 ડાયાબિટીસ એટલે શું ?
વિકસિત દેશોમાં મોટાભાગના ડાયાબિટીસના દર્દીઓ ટાઇપ-1 અથવા ટાઇપ-2 ડાયાબિટીસના જ હોય છે. આશરે 20% દર્દીઓને ટાઇપ-1 અને 80% દર્દીઓને ટાઇપ-2 ડાયાબિટીસ હોય છે.

ટાઈપ-1 ડાયાબિટીસ એ ઇન્સલ્યુલિન આધારિત ડાયાબિટીસ કહેવાય છે. કારણ કે આ દર્દીઓમાં ઇન્સલ્યુલિનનું ઉત્પાદન એટલું બધું ઘટી ગયું હોય છે (અથવા ઉત્પાદન બંધ થઇ ગયું હોય છે) કે જેથી ઇન્સલ્યુલિનના અભાવે દર્દીને કીટોએસિડોસીસ જેવા ગંભીર (કયારેક જીવલેણ) કોમ્પિલકેશન થઇ શકે છે અને બહારથી ઇન્સલ્યુલિનનાં ઇન્જેકશન આપવાં અનિવાર્ય બને છે. સામાન્ય રીતે બાળપણમાં જ આ પ્રકારના ડાયાબિટીસની શરૂઆત થઇ જાય છે. સરળતા ખાતર હવે પછી ટાઇપ-1 ડાયાબિટીસનો ઉલ્લેખ બાળપણના ડાયાબિટીસ તરીકે કર્યો છે.

આ પણ વાંચો- KBC-11: માત્ર 1500 રૂપિયા મહીને કમાનારી મહિલા બની બીજી કરોડપતિ

ટાઈપ 2 ડાયાબિટીસ અથવા ઇન્સલ્યુલિન બિનઆધારિત ડાયાબિટીસમાં દર્દીઓમાં ઇન્સલ્યુલિનની અછત સાપેક્ષ હોય છે અર્થાત્ દર્દીના શરીરમાં ઇન્સલ્યુલિનનું ઉત્પાદન બરાબર જેવું જ થતું હોય, પણ શરીરમાં ઇન્સલ્યુલિનની જરૂરિયાત વધી જાય. (આ બીમારીમાં મોટા ભાગના દર્દીઓનું વજન જરૂર કરતાં વધુ હોય છે). સામાન્ય રીતે પુખ્તવયે, ચાળીસ વર્ષ પછી, આ પ્રકારનો ડાયાબિટીસ થાય છે, જેને સરળતા ખાતર હવે આપણે પુખ્તવયના ડાયાબિટીસ તરીકે ઓળખીશું. આ પ્રકારનાં ડાયાબિટીસના દર્દીઓને બહારથી ઇન્સલ્યુલિન ન મળે તો પણ કીટોએસિડોસીસ જેવાં ગંભીર કોમ્પિલકેશન નથી થતાં.
First published:

Tags: Birthday Trivia, Happy Birthday, Nick Jonas, Priyanka chopra