એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં પોપ્યુલર સિંગર કૈલાશ ખૈરનો આજે 46મો જન્મ દિવસ છે. આજનાં સમયમાં તો કૈલાશ ખૈરનો સિતારો આસમાને ચમકે છે પણ તેનાં જીવનમાં એક સમય એવો હતો જ્યારે તે આર્થિક તંગીથી પિડાતો હતો અને તેણે આત્મત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જી હાં એ સમય એવો કપરો હતો કે કૈલાશ ખૈર માટે આ જીવન જીવવું મુશ્કેલ થઇ ગયુ હતું.
આ વાતનો ખુલાસો ખુદ કૈલાશ ખેરે તેનાં એક ઇન્ટરવ્યુમાં કર્યો હતો. તેણે કહ્યું હતું કે, મારી પાસે પૈસા ન હતા. મારું જીવન એકદમ રોકાઇ ગયુ હતું. હું એક વર્ષ સુધી ડિપ્રેશનમાં રહ્યો. જ્યારે મને તેનું સમાધાન ન મળ્યું તો મેં મારું જીવન ટુંકાવવાનો નિર્ણય લીધો. અને હું ગંગામાં કુદી ગયો પરંતુ મને મારા મિત્રએ બચાવી લીધો. જોકે હવે કૈલાસ ખૈર તેની આત્મહત્યાની કોશિશને પોતાની ભૂલ માને છે.
કૈલાશ ખૈરે શરૂઆતમાં તેના પિતાની ફીલ્ડમાં કરિયર બનાવવાનો નિર્ણય કર્યો. તે ઋષિકેશ ગયા અને ત્યાં કર્મકાંડ, જ્યોતિષ શીખ્યું. જે તેમના પપ્પાનો ધંધો હતો. જોકે, તેનાથી કૈલાશને કોઇ મદદ મળી નહીં અને તે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. કૈલાશ કહે છે એક દિવસ હું ઋષિકેશના એક ઘાટ પર હતો અને ગંગા વહી રહી હતી. ત્યારે ત્યાં હું લકી અને ચેન મુકીને ગંગા નદીમાં કુદી પડ્યો. પરંતુ મરવા માટે તે મારો દિવસ ન હતો. મારો એક મિત્ર પાસે હતો તેને લાગ્યું હું લપસી ગયો છું, અને તે મારો જીવ બચાવવા માટે કુદી પડ્યો. જો મારા મિત્રએ જોયું ના હોતતો આજે હું અંહીયા ન હોત.
કૈલાશ ખેર કહે છે કે, તે સમયે મારી પાસે કોઇ જ વિકલ્પ ન હતો. તે સમયે મે જમીનનો એક પ્લોટ ખરીદ્યો હતો. મને ખૂબ પૈસા મળવાનાં હતાં. મારા માતા પિતા એક ભાડાંના ઘરમાં રહેતા હતા અને મને આ પ્લોટ ખરીવાનો ખુબજ આનંદ અને ગર્વ હતો. પણ કરમની કઠીણાયીએ મારાં મહેનતનાં પૈસા મને મળ્યા નહીં. હું બધી બાજુથી ફસાઇ ગયો હતો. તે સમયે મને એવું લાગ્યુ કે આત્મ હત્યા સિવાય મારી પાસે કોઇ જ રસ્તો નથી.