Home /News /entertainment /સની દેઓલની મા અને પત્ની શા માટે લાઈમલાઈટથી રહે છે દૂર, એક્ટરે આપ્યું કારણ

સની દેઓલની મા અને પત્ની શા માટે લાઈમલાઈટથી રહે છે દૂર, એક્ટરે આપ્યું કારણ

સન્ની દેઓલ જન્મ દિવસ

ધર્મેન્દ્ર (Dharmendra)ના મોટા દીકરા સની દેઓલે (Sunny Deol) પોતાના અભિનયના દમ પર બોલિવૂડમાં અલગ જ સ્થાન મેળવ્યું છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આખરે શા માટે તેમની પત્ની હંમેશા લાઈમલાઈટથી દૂર રહે છે.

1983માં ફિલ્મ ‘બેતાબ’થી અભિનયની દુનિયામાં પગ મૂકનારા સની દેઓલ (Sunny Deol)નો આજે બર્થડે છે. ફિલ્મી પડદે સનીએ પોતાના અલગ અલગ અંદાજથી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. 90ના દાયકામાં તેમનાથી મોટો એક્શન સ્ટાર કોઈ ન હતો. જ્યારે પણ પડદા પર સનીની એન્ટ્રી થાય, લોકો તાળીઓ અને સીટીઓ વગાડતા. ફિલ્મ ‘અર્જુન’, ‘ઘાયલ’, ‘ઘાતક’, ‘બોર્ડર’ અને ‘ગદર- એક પ્રેમ કથા’ જેવી ફિલ્મોથી સની દેઓલે દર્શકોના દિલ પર છાપ છોડી દીધી.

આજનું સિનેમા જગત થોડું અલગ છે, સતત પરિવર્તન થતું રહે છે, પણ સની દેઓલની લોકપ્રિયતામાં કોઈ ઉણપ નથી આવી, એ આજે પણ લોકો માટે ‘ધ સની દેઓલ’ છે. ફિલ્મ ‘દામિની’માં તેમના દ્વારા બોલાયેલા ડાયલોગ- ‘તારીખ પે તારીખ’ કે પછી ‘ઢાઈ કિલો કા હાથ’ એવરગ્રીન છે, આજે પણ એ બોલાય છે. સની દેઓલની આગામી ફિલ્મો પણ રસપ્રદ છે અને ચાહકો તે જોવા ઉત્સુક છે.

આ પણ વાંચો: જ્યારે સની દેઓલને પત્ની પૂજા સામે પૂનમ ઢિલ્લોન સાથે કરવો પડ્યો Bold સીન

સની દેઓલે (Sunny Deol) પોતાના પિતા ધર્મેન્દ્ર (Dharmendra)ની જેમ જ ભરપૂર એક્શન કર્યું છે. બંનેએ સાથે ફિલ્મો પણ કરી છે. રિયલ લાઈફમાં પણ તે પોતાના પિતાને બહુ માને છે. સની પોતાના પરિવારથી બહુ નજીક છે. તે પોતાની પત્ની પૂજા દેઓલને બહુ પ્રેમ કરે છે. જોકે, તેમની પત્ની ફિલ્મી જગતની ઝાકમઝોળથી દૂર રહેવાનું પસંદ કરે છે. સનીની મા પ્રકાશ કૌર પણ હંમેશા લાઈમલાઈટથી દૂર રહે છે.

એક વખત જ્યારે સની દેઓલને પૂછવામાં આવ્યું કે આખરે તેમના ઘરની મહિલાઓ શા માટે લાઈમલાઈટથી દૂર રહે છે? તો તેમણે સ્પષ્ટતા કરી કે એ તેમનો અંગત નિર્ણય છે. વર્ષ 2013માં ડેક્કન ક્રોનિકલને આપેલા એક ઇન્ટરવ્યુમાં સનીએ કહ્યું હતું કે, ‘મારી મા કે મારી પત્નીને લાઈમલાઈટથી દૂર રહેવા માટે મજબૂર નથી કરવામાં આવ્યા. મારી પત્નીનું પોતાનું વ્યક્તિત્વ છે. તેને હંમેશા પોતાનો નિર્ણય લેવાની છૂટ છે. સાર્વજનિક રૂપે ન દેખાવું એ તેમનો પોતાનો નિર્ણય છે. મેં કે મારા પિતાએ પોતાના પરિવારની મહિલાઓને અમારા નિયમોનું પાલન કરવા મજબૂર નથી કર્યા.’

આ પણ વાંચો: Sunny Deol Birthday: સની દેઓલનું જીવન રાજાશાહી, ફિલ્મોમાં વધારે સક્રિય ન છતાં કરોડોની સંપત્તિનો છે માલિક

જોકે, પૂજા અને પ્રકાશ કૌરની જેમ સનીની બંને બહેનો- વિજેતા અને અજિતા પણ હંમેશા લાઈમલાઈટથી દૂર રહી છે. પણ ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિનીએ લગ્ન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું ચાલુ રાખ્યું છે. ધર્મેન્દ્ર અને હેમાની મોટી દીકરી ઈશા દેઓલે પણ ફિલ્મોમાં કામ કર્યું છે.

તો બીજી તરફ સનીએ પોતાના પિતાની જેમ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. હાલ તેઓ ગુરદાસપુર નિર્વાચન ક્ષેત્રના સાંસદ છે. સની દેઓલ ફરી પિતા ધર્મેન્દ્ર અને ભાઈ બોબી દેઓલ સાથે ફિલ્મ ‘અપને 2’માં જોવા મળશે. આ ફિલ્મમાં સની દેઓલનો દીકરો કરણ દેઓલ પણ મહત્વના રોલમાં છે. તાજેતરમાં જ સની દેઓલે ‘ગદર 2’ની જાહેરાત કરી છે.
First published:

Tags: Birthday Special, Bollywood actor, સની દેઓલ