B’day: વિલન તરીકે ફેમસ પ્રેમ ચોપડાનો જમાઈ છે શરમન જોશી, જાણો તેનાં પહેલાં પ્રેમ વિશે

PHOTO: sharmanjoshi/Instagram

  • Share this:
    બોલિવૂડ અભિનેતા શરમન જોશીનો જન્મ 28 એપ્રિલ 1979ના રોજ મુંબઇ ખાતે થયો હતો. શરમનને વારસામાં અભિનય મળ્યો છે. તેનો પરિવાર ફિલ્મ અને થિયેટરથી સંબંધ ધરાવે છે. શરમને પોતાના ઘરે જ અભિનયનો પહેલો પાઠ શીખ્યો હતો. અભિનેતાનો પહેલો પ્રેમ થિયેટર છે. આ જ કારણ છે કે તેમણે પ્રખ્યાત ગુજરાતી થિયેટર 'ઓલ ધ બેસ્ટ' માં લાંબા સમય સુધી કામ કર્યું.

    શરમન જોશીને બોલિવૂડના પ્રખ્યાત વિલનની પુત્રી પ્રેરણા ચોપરા સાથે પણ પ્રેમ થઈ ગયો. બંને કોલેજમાં સાથે ભણતા હતા. પ્રથમ મુલાકાતમાં જ શરમનને પ્રેરણા સાથે પ્રેમ થઇ ગયો હતો. પ્રેરણા ચોપરા પ્રેમ ચોપડાની સૌથી નાની પુત્રી છે. ફિલ્મ લવ લાઇફમાં વિલન બનનાર પ્રેરણાના પિતાએ તેમના લગ્નજીવનમાં હીરોની ભૂમિકા ભજવી હતી. 15 જૂન 2000ના રોજ બંનેના લગ્ન ગુજરાતી રિવાજો મુજબ થયા. તે જ વર્ષે શરમન જોશીએ બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. શરમને બોલિવૂડમાં ફિલ્મ 'ગોડમધર'થી પદાર્પણ કર્યું હતું.

    શરમન જોશીને તેની પહેલી ફિલ્મથી વધારે સફળતા મળી ન હતી, પરંતુ તેમને 'લજ્જા', 'સ્ટાઇલ', 'એક્સ્યુઝ મી' અને 'શાદી નંબર 1' જેવી ફિલ્મોમાં કામ મળ્યું. જોકે, વાસ્તવિક ઓળખ 2006ની ફિલ્મ 'રંગ દે બસંતી' અને 'ગોલમાલ'થી મળી. શરમનની આ બંને ફિલ્મોને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ સુપરહિટ ફિલ્મોનો શરમનની કારકીર્દિમાં મોટો ફાળો હતો.



    જે બાદ બ્લોકબસ્ટર ફિલ્મ '3 ઇડિયટ્સ' પછી શરમનનું વર્ચસ્વ વધ્યું. શરમનની ઈચ્છા છે કે તેઓ ઓછી ફિલ્મો કરે, પરંતુ ફક્ત યાદગાર અને સારી ફિલ્મોમાં કામ કરે. મીડિયા સાથે વાત કરતા શરમન જોશીએ એકવાર કહ્યું હતું કે "જો મેં મારા જીવનમાં ઓછામાં ઓછી 10 સારી ફિલ્મો કરી હશે, તો મને મારા પર ખૂબ ગર્વ થશે." હું કેટલાક મહાન સિનેમા અને મનોરંજક ફિલ્મો કરવાનો પ્રયત્ન કરીશ.' શરમન જોશીની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' છે. માનવામાં આવે છે કે આમિર ખાન અને શરમન ફરી એકવાર આ ફિલ્મમાં સાથે જોવા મળશે.

    Sharman Joshi શરમન જોશી, Birthday બર્થડે
    First published: