HBD:રવિ કપૂરથી લઈને જીતેન્દ્ર બનવા સુધીની કહાની, પ્રથમ ફિલ્મ માટે મળ્યા હતા 100 રૂપિયા પ્રતિ માસ

HBD:રવિ કપૂરથી લઈને જીતેન્દ્ર બનવા સુધીની કહાની, પ્રથમ ફિલ્મ માટે મળ્યા હતા 100 રૂપિયા પ્રતિ માસ
જમ્પિંગ જેક તરીકે જાણીતા બોલીવુડના સુપરસ્ટાર જીતેન્દ્ર પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે

જમ્પિંગ જેક તરીકે જાણીતા બોલીવુડના સુપરસ્ટાર જીતેન્દ્ર પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે

  • Share this:
મુંબઈ : આજે જમ્પિંગ જેક તરીકે જાણીતા બોલીવુડના સુપરસ્ટાર જીતેન્દ્ર પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે. તેમનો જન્મ 7 એપ્રિલ 1942ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. તેમણે ફિલ્મી પડદે જયાપ્રદા અને શ્રીદેવી જેવી લીજેન્ડ એક્ટ્રેસ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે જીતેન્દ્રએ ફિલ્મોમાં કામ મેળવવા માટે ખૂબ મહેનત કરી હતી.

જીતેન્દ્રનું અસલી નામ રવિ કપૂર હતું. તેઓ પોતાની કારકિર્દીની શરૂઆતના સમયમાં મુંબઈની એક ચાલીમાં રહેતા હતા. જીતેન્દ્રના પિતા અને કાકા બંને ફિલ્મોમાં જવેલરી સપ્લાઈ કરતા હતા. જીતેન્દ્ર જ્યારે કોલેજમાં હતા ત્યારે તેમના પિતાને હાર્ટએટેક આવતા ઘર ચલાવવું ચલાવવું મુશ્કેલ થયું હતું. જે બાદ જીતેન્દ્રએ તેના કાકાને ફિલ્મમેકર વ્હી શાંતારામને મળવા આજીજી કરી હતી. જે બાદ કાકાએ જિતેન્દ્રની મુલાકાત તેમની સાથે કરાવી. જીતેન્દ્રએ તેમની પાસે કામ માંગ્યું, પરંતુ તેમણે જિતેન્દ્રને કામ આપવાની ના પાડી દેતા જીતેન્દ્ર ઉદાસ થઇ ગયા હતા. જોકે, થોડા દિવસ બાદ વ્હી શાંતારામે જીતેન્દ્રને બોલાવ્યા અને જીતેન્દ્ર સહીત 6 વધુ યુવકોને સિલેક્ટ કર્યા. પરંતુ જીતેન્દ્રને જાણવા મળ્યું કે, જયારે સેટ પર કોઈ જૂનિયર આર્ટિસ્ટ નહીં આવે ત્યારે જ તેમને કામ મળશે. પરંતુ જિતેન્દ્રને કામની સખત જરૂરત હતી, જેથી તેઓ રોજ સેટ પર આવતા હતા.



આ પણ વાંચો - અમદાવાદ : મહિલા પોલીસકર્મીને હોટલમાં લઈ જઇ "ઇલુ ઇલુ" કરનાર પીએસઆઇ આખરે સસ્પેન્ડ

તેઓ સતત પ્રયત્નો કરતા રહ્યા, અંતે તેઓ શાંતારામને ઈમ્પ્રેસ કરવામાં સફળ રહ્યા. શાંતારામે જીતેન્દ્રનો સ્ક્રીન ટેસ્ટ લીધો, પરંતુ જીતેન્દ્ર 30 ટેસ્ટ લીધા બાદ પણ સરખી રીતે ડાયલોગ નહોતા બોલી શક્યા. તેમ છતાં 'ગીત ગાયા પથ્થરોને' ફિલ્મમાં તેમને પસંદ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે વ્હી સીતારામે જ તેમનું નામ બદલીને જીતેન્દ્ર કર્યું હતું. આ દરમિયાન તેમને 100 રૂપિયા પ્રતિ માસ પગાર મળતો હતો. તેમનું નામ રવિથી બદલાઈને જીતેન્દ્ર થયા બાદ તેઓ વધુને વધુ સફળતા મેળવતા ગયા.

જીતેન્દ્રએ બોલીવુડને એક બાદ એક સફળ અને યાદગાર ફિલ્મો આપી છે. જીતેન્દ્રએ શોભા કપૂર સાથે લગ્ન કર્યા છે. તેમને બે સંતાન એકતા કપૂર અને તુષાર કપૂર છે.
Published by:News18 Gujarati
First published:April 07, 2021, 17:18 pm

ટૉપ ન્યૂઝ