Birthday: પહેલી જ મુલાકાતમાં પરેશે સ્વરૂપ સંપતને લગ્નમાં કર્યું હતું પ્રપોઝ, એક વર્ષ સુધી ન કરી વાત
Birthday: પહેલી જ મુલાકાતમાં પરેશે સ્વરૂપ સંપતને લગ્નમાં કર્યું હતું પ્રપોઝ, એક વર્ષ સુધી ન કરી વાત
પરેશ રાવલ અને સ્વરૂપ સંપત
Paresh Rawal: પરેશ રાવલનું ઇન્ટર કોલેજ નાટક જોવા ગઈ હતી, જેમાં તેણે સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ આ નાટકમાં 'હિંસા અને દ્વેષપૂર્ણ ભાષણ'ના કારણે બધા ઉભા થઈને બહાર ચાલ્યા ગયા હતા.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આજે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલનો જન્મદિવસ (Paresh Rawal Birthday Special) છે. તેઓ 67 વર્ષના થઈ ગયા છે. આ અવસર પર અમે તમને તેમના અંગત જીવન સાથે જોડાયેલ એક રસપ્રદ કિસ્સો જણાવી રહ્યા છીએ. આ કિસ્સો પરેશ રાવલ અને તેમની પત્ની સ્વરૂપ સંપત (Paresh Rawal Wife Swaroop Sampat) સાથેની પ્રથમ મુલાકાત સાથે સંબંધિત છે. પરેશે પહેલી જ મુલાકાતમાં જ સ્વરૂપને લગ્ન માટે પ્રપોઝ (Paresh Proposed Swaroop in First Meeting) કર્યું હતું. પરંતુ તે પછી તેણે એક વર્ષ સુધી તેની સાથે વાત કરી ન હતી. સ્વરૂપે એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે ઈન્ટરવ્યુમાં પરેશને 'ડંબ' પણ કહ્યા હતા. પરેશ અને સ્વરૂપે મળ્યાના 12 વર્ષ બાદ વર્ષ 1987માં લગ્ન કર્યા હતા. તેમને બે પુત્રો છે - આદિત્ય અને અનિરુદ્ધ.
સ્વરૂપ સંપતે એ પણ જણાવ્યું કે તે પરેશ રાવલનું ઇન્ટર કોલેજ નાટક જોવા ગઈ હતી, જેમાં તેણે સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ આ નાટકમાં 'હિંસા અને દ્વેષપૂર્ણ ભાષણ'ના કારણે બધા ઉભા થઈને બહાર ચાલ્યા ગયા હતા. 2018માં બોલિવૂડ વેડિંગ્સને આપેલા ઈન્ટરવ્યુમાં સ્વરૂપે પરેશ સાથેની તેની પ્રથમ મુલાકાતને યાદ કરી હતી.સ્વરૂપ સંપતે કહ્યું, “મેં ગુલાબી સાડી પહેરી હતી અને હું બ્રોશર આપી રહી હતી અને પરેશ તેના મિત્ર સાથે ચાલીને આવે છે અને કહે છે કે તે મારી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. પણ તે એટલા ડંબ છે કે તેણે મારી સાથે લગભગ એક વર્ષ સુધી વાતચીત ન કરી. સ્વરૂપે વધુમાં જણાવ્યું કે, મેં તેમને એક નાટકમાં જોયા હતા, તે એક ઇન્ટરકોલેજીએટ પ્લે હતો અને તેમાં તેમણે કમાલનું પર્ફોમન્સ આપ્યું હતું.
સ્વરૂપ સંપતે કહ્યું, “ઇન્ટરકોલેજીએટ સ્પર્ધાઓ ચાલી રહી હતી, હું બીજી કોલેજમાં હતી. હું નાટક જોઈ રહી હતી અને પરેશ આવે છે. આ પ્લે હિંસા અને અભદ્ર ભાષાથી ભરપૂર હતો. જ્યારે નાટક ખતમ થયું તો તમામ ઓડિયન્સ એવી રીતે બેઠી હતી કે જાણે તેમને ખબર જ નથી કે તેમને શું લાગ્યું અને ત્યાર બાદ બધા લોકો ઉઠીને બહાર ચાલ્યા ગયા હતા. સ્વરૂપે પરેશને બેક સ્ટેજ જઇને શુભકામનાઓ આપી હતી.
પરેશ રાવલ માટે યાદગાર ક્ષણ
વર્ષ 2021માં બોલિવૂડ બબલને આપેલા ઈન્ટરવ્યુમાં પરેશ રાવલે સ્વરૂપ વિશે વાત કરી હતી. તેણે કહ્યું, "હું એવો હતો કે 'યે છોકરી મારી પત્ની બનશે.' મારા મિત્ર મહેન્દ્ર જોશી મારી સાથે હતા. તેણે મને કહ્યું, 'તને ખબર છે કે તું જે કંપનીમાં કામ કરે છે તે એ બોસની દીકરી છે. તો મેં કહ્યું, 'ગમે તેની દીકરી, બહેન, મા હોય હું તેની સાથે જ લગ્ન કરીશ'.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર