અભિનેત્રી મંદિર બેદીનો જન્મ 15 એપ્રિલ 1972ના રોજ થયો હતો. મંદિરા બેદીની ઉંમર સાથે તેમનું ખુબસુરતી પણ વધતી જાય છે. મંદિરાની ફિટનેસ આજે પણ નવી અભિનેત્રીઓને માત આપે છે. મંદિરાને જોતાં એવું બિલકુલ નથી લાગતું કે તે જલ્દી જ 50 વર્ષની થવાની છે. મંદીરાએ નાના પડદેથી લઈને મોટા પડદા સુધી દર્શકોને મનોરંજન પૂરું પાડ્યું છે. મંદિરાએ એક ટીવી પ્રેઝન્ટર તરીકે પણ સફળતા મેળવી છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 1994માં મંદિરાએ દૂરદર્શન પર ફેમસ શો 'શાંતિ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ચર્ચિત સીરિયલમાં લોકોએ મંદિરાને ખૂબ પસંદ કરી હતી. આ સિરિયલ ખૂબ લાંબા સમય સુધી ચાલી હતી. આ સિરિયલે જ કેબલના જમાનામાં મહિલાઓમાં ડેલી સોપનો પાયો નાંખ્યો હતો. મહત્વનું છે કે, મંદિરા શાંતિ ઉપરાંત આહટ, ઔરત, ઘર જમાઈ, ક્યોંકિ સાસ ભી કભી બહુ થી સિરિયલનો ભાગ રહી ચુકી છે. મંદિરાની ખાસિયત છે કે તે સદીથી લઈને મોર્ડન કપડામાં ખુબ જ સુંદર લાગે છે.
ક્રિકેટ પ્રેમીઓ મંદિરા બેદીને ક્રિકેટ ફિલ્ડ પાર જોઈને આશ્ચર્ય ચકિત જ થઇ ગયા હતા. મંદિરા પોતાની ફિટનેસને લઈને ખૂબ સતર્ક રહે છે. તેણે પોતાના ફિગરને મેન્ટેન રાખવા માટે લગ્નના 12 વર્ષ બાદ પોતાના પુત્રને જન્મ આપ્યો હતો. મંદિરાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'જયારે હું 39 વર્ષની હતી ત્યારે મેં પુત્રને જન્મ આપ્યો હતો. મને ડર હતો કે જો હું પ્રેગ્નેન્ટ થઇ જઈશ તો મારુ કરિયર ખતમ થઇ જશે.' ઉલ્લેખનીય છે કે, મંદિરાએ ગત વર્ષે જુલાઈમાં ચાર વર્ષની બાળકી તારાને દત્તક લીધી છે. તમે આ વીડિયોમાં પણ જોઈ શકો છો કે મંદિર પોતાની ફિટનેસ જાળવવા કેટલી મહેનત કરે છે.
મંદિરાએ લાંબા સમય સુધી ક્રિકેટ મેચ માટે ટીવી પ્રેઝન્ટર તરીકે કામ કર્યું હતું. આ દરમિયાન સાડી અને સ્લીવલેસ બ્લાઉઝ વાળો મંદીરાનો લૂક ખૂબ ચર્ચામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે મંદિરા બેદીએ બ્લોકબસ્ટર ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાએંગે'થી ફિલ્મોમાં પદાર્પણ કર્યું હતું. એટલું જ નહીં, મંદિર વેબ સિરીઝમાં પણ કામ કરી ચુકી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર