Home /News /entertainment /

Happy B'day: સુનીલ દત્તે મૃત્યુનાં ક્લાકો પહેલાં જ લખ્યો હતો પરેશ રાવલને પત્ર

Happy B'day: સુનીલ દત્તે મૃત્યુનાં ક્લાકો પહેલાં જ લખ્યો હતો પરેશ રાવલને પત્ર

સુનીલ દત્તે પરેશ રવલને લખેલો પત્ર (PHOTO: Youtube: FoxStarHindi)

2018માં આવી સંજય દત્ત (Sanjay Dutt)ની બાયોપિક 'સંજૂ'માં પરેશ રાવલ (Paresh Rawal)એ સુનીલ દત્ત (Sunil Dutt)નો રોલ અદા કર્યો હતો. રિયલ લાઇફમાં સુનીલ દત્ત અને પરેશ રાવલમાં સારી મિત્રતા છે અને આ વાત પરેશ રાવલને સુનીલ દત્તે લખેલો પત્ર સાબિત કરે છે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સંજય દત્ત (Sanjay Dutt)નાં પિતા અને સ્વર્ગીય એક્ટર સુનીલ દત્ત (Sunil Dutt)નો જન્મ દિવસ છે. એક્ટરે તેમનાં 76માં જન્મ દિવસનાં થોડા દિવસો પહેલાં જ 25 મે 2005નાં મુંબઇ સ્થિત ઘરે દમ તોડ્યો હતો. હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થઇ ગયુ હતું. આજે સુનીલ દત્તની 92મી જયંતી (Sunil Dutt 92nd Birth Anniversary) છે. આ સમયે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનાં ઘણાં સેલિબ્રિટીઝે સ્વર્ગીય એક્ટરને યાદ કર્યા છે. 2018માં આવેલી સંજય દત્ત (Sanjay Dutt)ની બાયોપિક 'સંજૂ'માં પરેશ રાવલે સુનીલ દત્તનો રોલ અદા કર્યો હતો. રિયલ લાઇફમાં સુનીલ દત્ત અને પરેશ રાવલમાં સારી એવી મિત્રતા હતી. આ વાત પરેશ રાવલને સુનીલ દત્તે લખેલાં પત્રથી સાબિત થાય છે.

    આ પણ વાંચો- KRKએ અર્જુન કપૂરને જણાવ્યો 'અસલી મર્દ', બોલ્યો- તે બોલિવૂડમાં મારો 'સાચો મિત્ર' છે

    સુનિલ દત્તે તેમનાં નિધનનાં થોડા કલાકો પહેલાં જ એક્ટર પરેશ રાવલને એક પત્ર લખ્યો હતો. વર્ષ 2018માં જ્યારે સંજૂ રિલીઝ થઇ ત્યારે પરેશ રાવલે પોતે મીડિયા સાથે આ કિસ્સો શેર કર્યો હતો અને તેમણે દિવંગત એક્ટરની મિત્રતા અંગે વાત કરી હતી. આ સુનીલ દત્તનો પરેશ રાવલનાં જન્મ દિવસ પર લખવામાં આવેલો વધામણીનો પત્ર હતો. જે સમયે સુનીલ દત્તે પરેશ રાવલને પત્ર લખ્યો હતો તે સમયે તેઓ સાંસદ હતાં.

    સુનીલ દત્તે પરેશ રવલને લખેલો પત્ર (PHOTO: Youtube: FoxStarHindi)


    એક સંસદ સભ્ય તરીકે તેમણે લેટરહેડ વાળા પત્રમાં લખ્યું હતું, 'પ્રિય પરેશ જી, જેમ કે, 30 મેનાં આપનો જન્મ દિવસ આવે છે, હું આપનાં જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની કામના કરુ છું, ઇશ્વર આપ પર અને આપનાં પરિવાર પર તેમનાં સર્વશ્રેષ્ઠ આશીર્વાદ બનાવી રાખે. ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં એક્ટરે જણાવ્યું કે તેમને જ્યારે સુનીલ દત્તનાં નિધન અંગે માલૂમ થયું તો, તેમણે તેમની પત્ની સ્વરૂપ સંપતને ફોન કર્યો અને જણાવ્યું કે ,તે ઘે મોડા આવશે.'

    પરેશ રાવલ આગળ કહે છે ત્યારે મને મારી પત્નીએ કહ્યું કે, સુનીલ દત્ત તરફથી તેમને એક પત્ર આવ્યો છે. તે કહે છે કે, આપને જન્મ દિવસની શુભકામનાઓ છે. તો મે કહ્યું. મારો જન્મ દિવસ 30 મેનાં છે. જે 5 દિવસ બાદ છે. જવાબમાં સ્વરૂપ કહે છે, પણ આ આપનાં માટે છે. જે બાદ તેણે મને પત્ર વાંચીને સંભળાવ્યો. હું ખુબજ હેરાન હતો. કે મને દત્ત સાહેબે મારા જન્મ દિવસનાં પાંચ દિવસ પહેલાં જ પત્ર કેમ મોકલી દીધો હશે? કારણ કે અમે આ પહેલા એક-બીજાને ક્યારેય કોઇ અવસરે પત્ર નથી લખ્યો
    Published by:Margi Pandya
    First published:

    Tags: Birthday Special, Entertainment news, Letter to Paresh Rawal, News in Guajarati, Paresh rawal, Sunil Dutt, Sunil Dutt Birthday, ગુજરાતી ન્યૂઝ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन