B'Day: 15 વર્ષની ઉંમરે જયા બચ્ચને શરુ કર્યું હતું કામ, આ શરતે કર્યા હતા Big B સાથે લગ્ન

(Instagram @shwetabachchan)

Happy BIrthday Jaya Bachchan: જયાની અમિતાભ બચ્ચન સાથે પ્રથમ મુલાકાત ફિલ્મ બંસી બિરજૂના સેટ પર 1972માં થઇ હતી. કહેવાય છે કે જયા પ્રથમ મુલાકાતમાં જ અમિતાભ બચ્ચનને જોતી જ રહી ગઈ હતી

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આજે બોલીવુડની અભિનેત્રી જયા બચ્ચન તેમનો 73મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. તેઓ હિન્દી સિનેમાની સૌથી શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંથી એક રહી છે. ઋષિકેશ મુખર્જી અને સત્યજિત રે જેવા નિર્માતા અને અને નિર્દેશકોએ તેમના હુનરને સારી રીતે પારખ્યું હતું. તેમણે અભિનય સાથે રાજનીતિમાં પણ નામના મેળવી છે. અહીં તમને જાય બચ્ચન વિષે કેટલીક વાતો જણાવીશું જે તમે નહીં જાણતા હોય.

ઉલ્લેખનીય છે કે જયા બચ્ચાને માત્ર 15 વર્ષની ઉંમરે જ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જયાએ વર્ષ 1963માં સત્યજિત રેની બંગાળી ફિલ્મ 'મહાનગર'માં સપોર્ટિંગ એક્ટર્સ તરીકે કામ કર્યું હતું. તેમણે વર્ષ 1971થી ફિલ્મ ગુડ્ડીથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. જે બાદ તેમણે ચુપકે ચુપકે, મિલી અને જંજીર જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી હતી.

જયાની અમિતાભ બચ્ચન સાથે પ્રથમ મુલાકાત ફિલ્મ બંસી બિરજૂના સેટ પર 1972માં થઇ હતી. કહેવાય છે કે જયા પ્રથમ મુલાકાતમાં જ અમિતાભ બચ્ચનને જોતી જ રહી ગઈ હતી. જયા મનમાં જ અમિતાભ બચ્ચનને પસંદ કરવા લાગી હતી. જોકે,તે સમયે અમિતાભ બચચાંનજી ફિલ્મો ખાસ પ્રદર્શન નહોતી કરી રહી.

જે બાદ અમિતાભ બચ્ચન અને જયાએ ફિલ્મ જંજીરમાં સાથે કામ કર્યું. ફિલ્મ જંજીરે ઘણા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા હતા. જે બાદ અમિતાભ દરેક નિર્માતા અને નિર્દેશકની પ્રથમ પસંદ બની ગયા હતા. જે બાદ અમિતાભ અને જયાએ લગ્ન કરી લીધા હતા.

જયા બચ્ચને 9 ફિલ્મ ફેર એવોર્ડ મેળવ્યા હતા. જેમાં ત્રણ શ્રેષ્ઠ અભિનેત્રી અને ત્રણ શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીના એવોર્ડનો સમાવેશ થાય છે. જયા અને અમિતાભ બચ્ચાને 3 જૂન, 1973માં લગ્ન કર્યા હતા. જોકે, તેમના લગ્ન એક શરતે થયા હતા. ઉલ્લેખનીય છે કે, જંજીરની સફળતા બાદ બધા મિત્રોએ એકસાથે લંડન જવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં જયા પણ સામેલ હતા. ત્યારે હરિવંશરાય બચ્ચને કહ્યું કે, જો જયા અને અમિતાભે સાથે લંડન જવું હોય તો પહેલા બંનેએ લગ્ન કરવા પડશે.
First published: