બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત 'સુપરહીરો કૃષ' રિતિક રોશન સાથેના પોતાના સંબંધને લઈને ઘણી ચર્ચામાં રહી છે. પરંતુ ન્યૂઝ-18ના રાઈજિંગ ઈન્ડિયા સમિટના મંચ પર તેમણે પોતાના જુના અફેયર્સ વિશે ખુલાસો કર્યો. તેને તમે ખુલાસો જ નહિં પરંતુ પોતાના દિલનું દર્દ પણ સમજી શકો છો.
જેવી જ અફેયર્સ અને મર્દો સાથે કંગનાના ખરાબ અનુભવ વિશે વાત કરવામાં આવી તો કંગનાએ ખુદ જ વાત કરવાનું શરૂ કરી દીધુ હતું. કંગનાનું કહવું છે. 'તમે વિશ્વાસ નહીં કરો, પણ મારી બહેને પણ મને એવું કહે છે કે તું આ કૈરેક્ટર ક્યાંથી શોધી લે છે? મારે આજે એ વાત માનવી પડશે કે 16 વર્ષથી લઈને 31 વર્ષની ઉંમર સુધી દરેક વખતે મને જ ડંપ કરવામાં આવી હતી. આજ સુધી મને કોઈ પણ રિલેશનશિપમાં મને કોઈને છોડવાનો મોકો નહિં મળે.'
તેમણે કહ્યું, 'જો હું તમને નામ ગણાવું તો તમે પણ એવું કહેશો કે આ માણસે તને છોડી છે? એક વાત એ પણ છે કે એ લોકો પાછા પણ મારી પાસે આવે છે. પરંતુ એ લોકોને હું મારી જીંદગીમાં ફરી જગ્યા નથી આપતી. કારણે ત્યાં સુધીમાં હું બીજા 'લૂઝર'ની તરફ આગળ વધી ચુકી હોવ છું. હું પણ ઇચ્છું છુ કે મને પણ કોઈને છોડવાનો મોકો મળે અને હું પણ કહું કે જા.. બીજી વાર તારો ચહેરો મને ન બતાવતો. પરંતુ આજ સુધી મને આ મોકો મળ્યો નથી.'
અફેયર્સ પર ચર્ચા કરી રહેલી કંગનાએ કહ્યું કે, 'મારા ઘણા બધા અફેયર રહ્યાં છે. અને દરેક બ્રેકઅપ બાદ એવું લાગે કે હવે મારી લવ લાઈફ ખત્મ થઈ ગઈ છે. પરંતુ કોઈ બીજો લૂઝર મળી જ જતો હતો.'
Published by:Nisha Kachhadiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર