દીપિકાએ ફેનની સાથે એરપોર્ટ પર કાપી કેક, Videoમાં જુઓ રણવીરનું કેવુ છે રિએક્શન

News18 Gujarati
Updated: January 5, 2020, 12:18 PM IST
દીપિકાએ ફેનની સાથે એરપોર્ટ પર કાપી કેક, Videoમાં જુઓ રણવીરનું કેવુ છે રિએક્શન
વીડિયોમાંથી લીઘેલી તસવીર

દીપિકા પાદુકોણનો એક ફેન એરપોર્ટ પર કેક લઇને રાતથી રાહ જોતો હતો.

  • Share this:
મુંબઇ : બોલિવૂડની મસ્તાની આજે પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહી છે. બોલિવૂડની ગ્લેમર્સ ગર્લ દિપીકા પાદુકોણ ટ્રેડિશનલથી લઇને વેસ્ટર્ન દરેક લૂકમાં ખૂબસૂરત લાગે છે. પોતાના જન્મદિને દીપિકા રણવીર સાથે લખનઉ જવા માટે રવાના થઇ છે. લખનઉમાં એસિડ એટેક સર્વાઇવરની સાથે પોતોનો બર્થડે સેલિબ્રેટ કરશે. રસપ્રદ વાત એ છે કે, આ સેલિબ્રેશનમાં રણવીરસિંહ પણ સામેલ થવાના છે.

આ પણ વાંચો : Pics: રણવીરને છોડીને દીપિકાએ પોતાનો બર્થડે જાણો કોની સાથે ઉજવ્યો?

એરપોર્ટ પરથી બંન્ને લખનઉ માટે રવાના થયા હતાં. આ દરમિયાન દીપિકા પાદુકોણનો એક ફેન એરપોર્ટ પર કેક લઇને રાતથી તેમની રાહ જોતો હતો. દીપિકાને જોતા જ ફેન ખુશ થઇ ગયો હતો. તે પોતાની સાથે કેક લઇને આવ્યો હતો. દીપિકાએ કેક કાપી અને ફેનને ખવડાવી હતી. જે દરમિયાન રણવીર સિંહ હસતા હસતા ફેનને જોઇ રહ્યો હતો. દીપિકા જ્યારે કેક કાપીને પહેલા રણવીરને ખવડાવવા જતી હતી ત્યારે રણવીર સિંહે કહ્યું કે, પહેલા ફેનને આ કેક ખવડાવ.

હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઇને તમે પણ કહેશો કે આજે દીપિકા કરતા વધારે ખુશ રણવીર સિંહ લાગી રહ્યા છે. 
View this post on Instagram
 

And DP Cuts Cake With Photographer And Hubby #RanveerSingh at the airport today as she departs for #lucknow


A post shared by Manav Manglani (@manav.manglani) on


આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, દીપિકાનાં ફેનનાં હાથ કેક પકડતી વખતે ધ્રુજી રહ્યાં હતાં. તે ધણો જ ખુશ થઇ ગયો હતો.
First published: January 5, 2020
વધુ વાંચો
अगली ख़बर