બર્થ ડે પર અક્ષય કુમારે શેર કરી શર્ટલેસ ફોટો, જણાવ્યું ફિટ બોડીનું રહસ્ય

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં ખિલાડી અક્ષય કુમાર એવાં એક્ટર્સની લિસ્ટમાં શામેલ થાય છે જેનાંથી તેનાં ફેન્સને પ્રેરણા મળે છે. આજે અક્ષય કુમારનો 52મો જન્મ દિવસ છે. જે તેણે તેનાં પરિવાર સાથે ઉજવ્યો છે. તે લંડનમાં તેની પત્ની અને બંને બાળકોની સાથે છે.

  આ સમયે તેણે તેનાં ઇનસ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં તે શર્ટલેસ નજર આવે છે. આ બ્લેકએન્ડ વ્હાઇટ ફોટો છે. જેમાં અક્ષય તેની ફિટ બોડી દર્શાવે છે. આ ફોટો શેર કરતાં તેણે લખ્યું છે કે, 'આપણે તે જ છીએ જે આપણે ખાઇએ છીએ. મધર નેચરનાં પ્રોડક્ટ બનો, પ્રોડ્ટ (સપ્લીમેન્ટ્સ)નાં પ્રોડક્ટ નહીં.' ‪#AntiSupplements પોતાનાં શરીર પ્રત્યે સાચા રહો.તે તમને તે રીતે આગળ વધારશે, જે આપ આ ઉંમરે માત્ર સપનામાં જુઓ છો. મારો વિશ્વાસ કરો. હું બે બાળકોનો પિતા છું. ટેક કેર, વન લાઇફ, ગેટ ઇટ રાઇટ.
  આ પોસ્ટમાં અક્કી તેની ફિટનેસનું રહસ્ય દર્શાવે છે કે કેવી રીતે કોઇજ પ્રકારનાં સપ્લીમેન્ટ્સ વગર તે હેલ્ધી ડાયટ લે છે અને ફિટ રહે છે.
  View this post on Instagram

  A birthday filled with many adventures-Next BYOB pottery and then mixing potions in a dark dungeon:) #BirthdayBoy


  A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on


  ટ્વિંકલ ખન્નાએ પણ પતિનાં જન્મ દિવસે આ તસવીર શેર કરી છે જેમાં તેઓ એડવેન્ચર કરતાં નજર આવે છે.
  જન્મ દિવસે અક્ષય કુમારે તેની અપકમિંગ ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણનું ટિઝર પણ શેર કર્યુ છે અને જાહેરાત કરી છે કે તે આ ફિલ્મમાં નજર આવશે.
  Published by:Margi Pandya
  First published: