Home /News /entertainment /

Birth Anniversary: પ્રકાશ મહેરાએ અમિતાભને બનાવ્યા મહાનાયક, સતત આપી 6 હિટ Movies

Birth Anniversary: પ્રકાશ મહેરાએ અમિતાભને બનાવ્યા મહાનાયક, સતત આપી 6 હિટ Movies

Photo-@bombaybasanti INSTAGRAM

નિર્દેશક તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રકાશ મહેરાના યોગદાન બદલ ઇન્ડિયન મોશન પિક્ચર ડાયરેક્ટર્સ એસોસિએશન (India Motion Picture Directors Association) દ્વારા 2006માં લાઇફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપી તેમને સન્માનિત કરાયા હતા.

ફિલ્મ જગતને સુપરડુપર હિટ ફિલ્મો આપનાર પ્રકાશ મેહરાની આજે બર્થ એનિવર્સરી છે. ઉત્તર પ્રદેશના બીજનૌર ખાતે 1939ની 13મી જુલાઈએ જન્મેલા પ્રકાશ મહેરાએ ચાહકોને શાનદાર ફિલ્મો આપી હતી. પ્રકાશ મહેરાએ જ અમિતાભ બચ્ચનને નાયકમાંથી મહાનાયક બનાવ્યા હતા. 1973માં રિલીઝ થયેલી જંજીર ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન પ્રકાશ મહેરાએ કર્યું હતું. આ ફિલ્મ દ્વારા બોલિવુડમાં અમિતાભ બચ્ચનની એન્ગ્રી યંગમેનની છબી ઘડવાની શરૂઆત હતી. આમ જોઈએ તો પ્રકાશ મહારાજ સાચા એન્ગ્રી યંગમેન ગણાય!

જંજીર ફિલ્મ બાદ અમિતાભ બચ્ચન અને પ્રકાશ મહેરાની જોડીએ એક પછી એક એમ સાત ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આ સાત ફિલ્મો પૈકીની છ ફિલ્મો સફળ રહી હતી અને એક ફિલ્મ ફ્લોપ ગઇ હતી. નિર્દેશક મહેરા અને અમિતાભ બચ્ચનની હિટ ફિલ્મોની યાદીમાં જંજીર ઉપરાંત હેરાફેરી પણ સામેલ છે. છેલ્લે આ બંનેની જોડીએ જાદુગર ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. અલબત્ત આ ફિલ્મ વધુ ચાલી શકી નહીં.

પ્રકાશ મહેરાએ પોતાની કારકિર્દીની શરૂઆત 1950માં પ્રોડક્શન કંટ્રોલર તરીકે કરી હતી. પ્રથમ વખતે તેમણે 1967માં હસીના માન જાયેગી ફિલ્મમાં નિર્દેશક તરીકે જવાબદારી ઉઠાવી હતી. આ ફિલ્મમાં શશી કપૂર પણ હતા. ત્યારબાદ તેમણે 1971માં મેલામાં નિર્દેશક તરીકે કામ કર્યું હતું અને ત્યારબાદ 1973માં તેમણે જંજીર ફિલ્મ બનાવી હતી.

નિર્દેશક તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રકાશ મહેરાના યોગદાન બદલ ઇન્ડિયન મોશન પિક્ચર ડાયરેક્ટર્સ એસોસિએશન (India Motion Picture Directors Association) દ્વારા 2006માં લાઇફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપી તેમને સન્માનિત કરાયા હતા. 2 વર્ષ બાદ આ જ સંગઠને ફિલ્મ નિર્માતા તરીકે યોગદાન બદલ તેમને ફરીથી એ જ પુરસ્કાર આપ્યો હતો. આજે પણ પ્રકાશ મેહરાની ફિલ્મોના અનેક ચાહકો છે. અમિતાબ બચ્ચન જેવા મહાનાયકના નિર્માણ પાછળ જવાબદાર પ્રકાશ મહેરાને અનેક એવોર્ડ અત્યાર સુધીમાં મળી ચુક્યા છે.
First published:

Tags: Amitabh bachchan અમિતાભ બચ્ચન, Prakash mehara પ્રકાશ મેહરા, Zanjeer જંજીર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन