Home /News /entertainment /Bipasha Karan Daughter: 'દેવી'ને લઈને ઘરે પહોંચ્યા મમ્મી-પપ્પા, વીડિયોમાં જોવા મળી પહેલી ઝલક!

Bipasha Karan Daughter: 'દેવી'ને લઈને ઘરે પહોંચ્યા મમ્મી-પપ્પા, વીડિયોમાં જોવા મળી પહેલી ઝલક!

ફોટોઃ @bipashabasu

બિપાશા બાસુએ 12 નવેમ્બર, 2022એ એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે અને તેનું નામ 'દેવી' રાખવામાં આવ્યુ છે. જણાવી દઈએ કે બિપાશાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવી છે અને ઘરે પહોંચ્યા બાદ નવા મમ્મી-પપ્પાએ પોતાની દીકરીની પહેલી ઝલક બતાવી છે.

વધુ જુઓ ...
    મુંબઈઃ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ઘરે 6 નવેમ્બર, 2022એ એક નાનકડી પરીએ જન્મ લીધો છે અને તેના છ દિવસ બાદ એટલે કે 12 નવેમ્બર, 2022એ એક્ટ્રેસ બિપાશા બાસુ અને કરણે પણ એક દીકરીને જન્મ આપ્યાની જાહેરાત એક ખૂબ જ સુંદર તસવીર દ્વારા કરી હતી. ફોટોની સાતે એક્ટર્સે પોતાની દીકરીના નામનો પણ ખુલાસો કરી દીધો છે. કરણ અને બિપાશાએ પોતાની દીકરીનું નામ દેવી રાખ્યુ છે. હવે બિપાશા હોસ્પિટલથી ઘરે આવી ગઈ છે. કરણ અને બિપાશાએ પોતાની દીકરી 'દેવી'ની પહેલી ઝલક આ વીડિયોમાં બતાવી છે.

    'દેવી'ને લઈને ઘરે પહોંચ્યા માતા-પિતા


    જણાવી દઈએ કે, બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે થોડા સમય પહેલા દીકરી 'દેવી'ને લઈને ઘરે પહોંચ્યા છે. જણાવી દઈએ કે, 12 નવેમ્બરે બિપાશાની ડિલીવરી થઈ હતી અને 15 નવેમ્બર, 2022 એટલે આજે તેણીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. પોતાની Audi Q7માં બિપાશા અને કરણ દીકરીને લઈને ઘરે આવ્યા છે.








    View this post on Instagram






    A post shared by Bipasha Basu (@bipashabasu)





    આ પણ વાંચોઃ આલિયા ભટ્ટે દીકરીને જન્મ આપ્યા બાદ શેર કર્યો પહેલો 'ક્યૂટ' ફોટો, તમે જોયો કે નહીં?

    વીડિયોમાં બતાવી દીકરીની પહેલી ઝલક


    પૈપરાઝીના આ વીડિયોમાં જોવા મળી શકે છે કે, કરણ અને બિપાશા ગાડીથી ઉતરે છે અને પછી કેમેરાની સામે પોઝ પણ આપે છે. ગુલાબી રંગની બેબી રૈપરમાં દેવીને લપેટેલી છે અને તેણી પોતાની માં, બિપાશા બાસુના ખોળામાં છે. અમુક સેકન્ડ માટે પોઝ કરીને બિપાશા અને કરણ પોતાની દીકરીને લઈને ઘરની અંદર જાય છે.



    આ પણ વાંચોઃ લગ્નની વર્ષગાંઠ પર દીપિકાની ઓફિસ પહોંચી રણવીરે આપી સરપ્રાઇઝ, ખુશીથી નાચવા લાગી એક્ટ્રેસ

    જણાવી દઈએ કે, કરણ અને બિપાશાએ આમતો કેમેરા સામે પોઝ આપ્યો છે, જોકે આલિયા અને રણબીરે પ્રાઇવેસીને પસંદ કરી છે અને હવે તે પોતાની દીકરીને લઈને મીડિયા સામે નથી આવી રહી.
    Published by:Hemal Vegda
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन