Home /News /entertainment /બિપાશા બાસુએ ફરી બતાવી લાડલીની ઝલક, પિતા કરણ સાથે દેવીની આ 'ક્યૂટ' તસવીર પર તમે પણ હારી જશો દિલ
બિપાશા બાસુએ ફરી બતાવી લાડલીની ઝલક, પિતા કરણ સાથે દેવીની આ 'ક્યૂટ' તસવીર પર તમે પણ હારી જશો દિલ
બિપાશા બાસુએ દીકરીની નવી તસવીર શેર કરી
Bipasha Basu Daughter Devi New Photo: બિપાશા બાસુએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લાડલી દેવીની આમ તો ઘણી તસવીરો શેર કરી છે, પરંતુ અત્યાર સુધી એક પણ તસવીરમાં તેનો ચહેરો જોવા મળ્યો નથી. તે હજુ પોતાની નાનકડી પરીની ઝલક કોઇને બતાવવા નથી માંગતી. આલિયા ભટ્ટ પણ પોતાની લાડલી રાહા માટે આવું જ કંઇક વિચારે છે, જો કે બિપાશા બાસુએ દીકરીની નવી તસવીર શેર કરી છે, જેમાં તે પિતા કરણ સિંહ ગ્રોવરના ખભા પર બેઠેલી જોવા મળી રહી છે.
બિપાશા બાસુ (Bipasha Basu) પ્રેગ્નેન્સી દરમિયાન પોતાની જિંદગી વિશે ફેન્સને જણાવતી રહેતી હતી. ક્યારેક તે તેના પ્રેગ્નન્સી ફોટોશૂટની તસવીરો શેર કરતી હતી, તો ક્યારેક તે બેબીના સ્વાગતની તૈયારીઓની ઝલક દર્શાવતા વીડિયો પોસ્ટ કરતી હતી.
એક્ટ્રેસની દીકરીના જન્મને બે મહિના વીતી ગયા છે, પરંતુ તેણે હજી સુધી ફેન્સને નાનકડી એન્જલનો ચહેરો બતાવ્યો નથી, પરંતુ હવે તેણે કરણ સિંહ ગ્રોવર સાથે દીકરીની સુંદર તસવીર પોસ્ટ કરી છે.
તસવીરોથી સ્પષ્ટ છે કે બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર તેમની લાડલી સાથે તેમના જીવનની સુંદર પળો માણી રહ્યા છે. આ તસવીરમાં જોઇ શકાય છે કે દેવી પિતા કરણના ખભા પર બેઠી છે, જોકે અહીં પણ એક્ટ્રેસે તેનો ચહેરો બતાવ્યો નથી. બિપાશાએ ફોટો સાથે આપેલા કેપ્શનમાં લખ્યું છે, 'દેવીના પિતા.' તમને જણાવી દઈએ કે દેવીનો જન્મ ગયા વર્ષે 12 નવેમ્બરે થયો હતો.
દેવીએ સુંદર પિંક કલરના ડ્રેસ સાથે હેરબેન્ડ પહેર્યો છે. બિપાશાએ બેબીનો ચહેરો છુપાવવા માટે હાર્ટ ઇમોજીનો ઉપયોગ કર્યો છે. 44 વર્ષની બિપાશાએ 2016માં કરણ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ શરૂઆતમાં એક્ટ્રેસના માતા-પિતા આ લગ્નની વિરુદ્ધ હતા, કારણ કે કરણ સિંહ ગ્રોવરના બે લગ્ન તૂટી ગયા હતા.
40 વર્ષીય એક્ટરે પહેલા શ્રદ્ધા નિગમ સાથે લગ્ન કર્યા, પછી જેનિફર વિંગેટને પોતાની લાઈફ પાર્ટનર બનાવી. બિપાશાએ આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'નિષ્ફળ લગ્નનો અર્થ એ નથી કે વ્યક્તિ ખોટો હશે.'
જણાવી દઇએ કે 12 નવેમ્બર, 2022 ના રોજ, બિપાશા અને કરણે તેમની પુત્રીનું તેમના ઘરે ખૂબ જ અનોખી રીતે સ્વાગત કર્યું. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની જેમ બિપાશા અને કરણે હજુ સુધી પોતાની દીકરીનો ચહેરો કોઈને બતાવ્યો નથી. જો કે બંનેના ફેન્સ તેમની પુત્રીની એક ઝલક જોવા માટે ખૂબ જ ઉત્સુક દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, કરણ અને બિપાશા તેમની પુત્રીની પ્રથમ ઝલક ક્યારે બતાવશે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર