Home /News /entertainment /પ્રેગનેન્સીમાં પણ બિપાશા બાસુની બોલ્ડનેસનો જાદુ છવાયો, એક ચાદર લપેટીને જ કરાવ્યું ફોટોશૂટ

પ્રેગનેન્સીમાં પણ બિપાશા બાસુની બોલ્ડનેસનો જાદુ છવાયો, એક ચાદર લપેટીને જ કરાવ્યું ફોટોશૂટ

ફોટો : @bipasha basu instagram

બિપાશા બાસુ ટૂંક સમયમાં મા બનવા જઈ રહી છે અને તે આ ખૂબસૂરત ક્ષણને ખૂબ એન્જોય કરી રહી છે. બિપાશા બાસુ તેની પ્રેગ્નન્સીની શરૂઆતથી જ સોશિયલ મીડિયા પર સતત ફોટોશૂટ શેર કરતી રહે છે.

Bipasa Basu : બિપાશા બાસુ માટે આ સમય ખુશીઓથી ભરેલો છે, કારણ કે 43 વર્ષીય એક્ટ્રેસ લગ્નના લગભગ 6 વર્ષ પછી મા બનવા જઈ રહી છે. બિપાશા અને તેના પતિ કરણ સિંહ ગ્રોવર ખૂબ જ ખુશ છે અને જો તમે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર નજર નાખો તો માત્ર પ્રેગનેન્ટ બિપાશાની ખૂબ જ ખૂબસૂરત તસવીરો જ જોવા મળશે.

બિપાશા એકમાત્ર એવી એક્ટ્રેસ નથી જે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ પહેલા પણ બોલિવૂડની ઘણી એક્ટ્રેસીસ આવું કરી ચુકી છે, પરંતુ બિપાશાએ પોતાનું લેટેસ્ટ બેબી બમ્પ ફોટોશૂટ કરાવીને તમામને પછાડી દીધી છે.

આ પણ વાંચો : પ્રિયંકા કરતાં તેના અમેરિકન બોડીગાર્ડની વધુ ચર્ચા, હોલીવુડના આ સુપરહીરો સાથે થઇ રહી છે તુલના

બિપાશા બાસુ પોતાની પ્રેગ્નેન્સીની દરેક ક્ષણને ખૂબ જ એન્જોય કરી રહી છે. એકથી એક ડ્રેસમાં તેની ખૂબસૂરત તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે, પરંતુ લેટેસ્ટ બેબી બમ્પ શૂટ ખૂબ જ બોલ્ડ છે. ગોલ્ડન કલરના શિમરી કપડામાં લપેટાયેલો બિપાશાનો બેબી બમ્પ ફ્લોન્ટ થઇ રહ્યો છે સાથે જ તેના ટોન્ડ લેગ્સ પણ દેખાઈ રહ્યા છે. બિપાશાના એક પગ પર કાળો દોરો બાંધેલો છે. તેની આ તસવીર શેર કરતા એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું છે કે 'પોતાને હંમેશા પ્રેમ કરો, તે શરીરને પ્રેમ કરો જેમાં તમે રહો છો'.


બિપાશાના વખાણ કરી રહ્યા છે ફેન્સ


બિપાશા બાસુની આ તસવીર જોઈને ફેન્સ તેની ખૂબસૂરતીના વખાણ કરતા બેબી બાસુ ગ્રોવરને જલ્દી જોવામાટે આતુર છે. જ્યારે એક ફેન તેને ' થનારી ગોર્જિયસ મમ્મા' કહી રહ્યો છે, ત્યારે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સને બિપાશાનો આ અંદાજ પસંદ નથી આવી રહ્યો.

આ પણ વાંચો : Viral Video:અબ્દુ રોઝિક એક સમયે રસ્તા પર ગાઇને ચલાવતો ઘર, હવે જીવે છે આવી લક્ઝુરિયસ લાઇફ

પ્રેગ્નન્સીને ખૂબ એન્જોય કરી રહી છે બિપાશા


આ પહેલા પણ જ્યારે બિપાશા બાસુએ બેબી શાવર સેરેમની કરી હતી, ત્યારે પણ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. આ પહેલા બિપાશા બ્લેક કલરના ટ્રાન્સપરન્ટ આઉટફિટમાં પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી, પરંતુ આનાથી વધુ બોલ્ડ તસવીર તેણે આજ સુધી શેર કરી નથી.



બિપાશા બાસુએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. ફિલ્મ 'અજનબી'થી ડેબ્યૂ કરનાર બિપાશાને ફિલ્મ 'રાઝ'થી જબરદસ્ત પોપ્યુલારિટી મળી હતી. હાલમાં, બિપાશા અને કરણ સિંહ ગ્રોવર તેમના પ્રથમ બાળકના સ્વાગતની તૈયારી કરી રહ્યાં છે.
First published:

Tags: Baby bump, Bipasha Basu, Bollywood Latest News, Pregnancy

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો