Home /News /entertainment /બિપાશા બાસુ લગ્નના છ વર્ષ બાદ પ્રેગ્નન્ટ, કરણની સાથે વ્હાઈટ શર્ટ પહેરી બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો
બિપાશા બાસુ લગ્નના છ વર્ષ બાદ પ્રેગ્નન્ટ, કરણની સાથે વ્હાઈટ શર્ટ પહેરી બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો
43 વર્ષીય બિપાશા બાસુ લગ્નના છ વર્ષ બાદ પ્રેગ્નન્ટ
43 વર્ષીય બિપાશા બાસુ હાલમાં પ્રેગ્નન્ટ છે. બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર પહેલી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે. કપલે સોશિયલ મીડિયા પર પ્રેગ્નન્સીનો ફોટો શેર કરી ફેન્સને ગુડન્યૂઝ આપ્યા છે.
બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ તથા કરન સિંહ ગ્રોવર બોલિવૂડના મોસ્ટ ફેવરિટ કપલ છે. હવે વેબ પોર્ટલ 'પિંકવીલા'ના અહેવાલ પ્રમાણે, 43 વર્ષીય બિપાશા બાસુ હાલમાં પ્રેગ્નન્ટ છે. બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર પહેલી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે. કપલે સોશિયલ મીડિયા પર પ્રેગ્નન્સીનો ફોટો શેર કરી ફેન્સને ગુડન્યૂઝ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે 7 જૂનના રોજ બિપાશા પ્રેગ્નન્સ હોવાના સમાચાર વહેતા થયા હતા અને હવે આ અટકળો સાચી સાબિત થઈ છે. લગ્નના 6 વર્ષ પછી આ કપલ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યું છે. બિપાશા-કરન હાલમાં આ સમયને એન્જોય કરે છે અને પેરેન્ટ્સ બનવા માટે ઉત્સુક છે.
બિપાશાએ ફેન્સને ગુડન્યૂઝ આપતા કેપ્શનમાં લખ્યું, એક નવો સમય, નવો તબક્કો, અમારા જીવનમાં એક નવી રોશની આવશે, આ ક્ષણે અમને ઘણી મોટી ખુશી આપી છે, અમે આ અંગત રીતે શરૂ કર્યું છે અને પછી. અમે એકબીજાને મળ્યા અને ત્યારથી અમે બે બની ગયા.
બિપાશાએ વધુમાં લખ્યું, માત્ર બંને માટે બધો પ્રેમ, અમને થોડો અન્યાય લાગ્યો, પરંતુ ટૂંક સમયમાં અમે બેમાંથી ત્રણ થઈ જઈશું...અમારા પ્રેમથી એક નવી શરૂઆત થઈ છે, અમારું બાળક જલ્દી અમારી પાસે હશે.
બિપાશાએ વધુમાં લખ્યું, તમારા બધાનો ધન્યવાદ, તમારો આટલો બધો પ્રેમ, પ્રાર્થના, અને શુભેચ્છા માટે ધન્યવાદ, અમારા જીવનનો ભાગ બનવા માટે આભાર.
તમને જણાવી દઈએ કે, 7 જૂનના રોજ બિપાશાએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફિલ્મ 'અલોન' ની એક તસવીર શેર કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યું #અલોન...7 જૂન 2014ના સેટ પર સાથે કામ કરવાનો આપણો પહેલો દિવસ. #monkeylove #throwback.મુલાકાત પછી થોડા મહિના એકબીજાને ડેટ કર્યા પછી બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે વર્ષ 2006માં લગ્ન કરી લીધા હતા. કરણના આ ત્રીજા લગ્ન છે.
સોનમ કપૂર હાલમાં પ્રેગ્નન્ટ છે. એક્ટ્રેસ ઓગસ્ટના ત્રીજા વીકમાં પ્રથમ સંતાનને જન્મ આપશે. સોનમ કપૂર પ્રેગ્નન્સી ફૅઝને એન્જોય કરી રહી છે. સોનમના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો જોવા મળે છે. હાલમાં જ સોનમ બ્લેક ટ્રાન્સપરન્ટ આઉટફિટમાં જોવા મળી હતી. સોનમ કપૂરે સો.મીડિયામાં લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શૅર કરી હતી. આ તસવીરો શૅર કરીને સોનમ કપૂરે કહ્યું હતું, 'ક્ફતાન સાથેનું જીવન મારા બેબી સાથે.'
તેમજ આલિયા ભટ્ટ પણ અત્યારે પ્રેગ્નન્ટ છે અને તેના ચહેરા પર પ્રેગ્નન્સીનો ગ્લો જોવા મળી રહ્યો છે. તે પ્રેગ્નન્ટ હોવા છતાં પણ કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આલિયા-રણબીરના લગ્ન એપ્રિલ મહિનામાં થયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર