જોત જોતામાં બિપાશા બાસુ ક્યારે 40ની થઇ ગઇ ખબર પણ ના પડી. બિપાશા બાસુને જોઈને લાગે છે કે 40ના પડાવ પર છે. સાત જાન્યુઆરીએ બિપાશા બાસુનો જન્મદિવસ છે.
ખુદને ફિટ રાખવા માટે બિપાશા એ કરે છે કે જે તેનાથી થઇ શકે. એક વીડિયો બિપાશા બાસુએ તેમના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમા તે બતાવે છે કે ખુદને તે કેવી રીતે ખુશ રાખે છે કોઇ ચિંતા વગર.
જિમ કરી રહેલી બિપાશા બાસુએ તેમના શરીરનો આભાર માન્યો. કારણ કે તે ગમે ત્યારે તેમના શરીરને મુવ કરી શકે છે. અને એમ પણ કહ્યું કે શરીર સંપત્તિ સૌથી મોટી રકમ છે. બિપાશા બાસુ તેમની તંદુરસ્તી વિશે કેટલી ગંભીર છે. જિમ અને યોગ કરતી વખતે, તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
બિપાશા બાસુએ કરણસિંહ ગ્ર્રોવર સાથે લગ્ન કર્યા છે અને સુખી સંસાર જીવે છે. બિપાશા હાલ બોલીવૂડથી દૂર છે, પણ તેણી તેમની અદાઓને કારણે મીડિયા પર ચર્ચામાં રહે છે. બંગાળી ફેમિલીમાં બિપાસા બાસુનો જન્મ 1979માં થયો.
2001માં બિપાશા બાસુએ બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. અભિનેત્રીની પહેલી ફિલ્મ 'અજનબી' હતી જેમા તેણીએ નકારાત્મક ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ બિપાશાને 'રાઝ' ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે ભૂમિકા ભજવી હતી. ફિલ્મ 'રાઝ' ની સફળતા બાદ બિપાશાની ફિલ્મોની કતાર લાગી ગઇ.
'જીસ્મ, નો એન્ટ્રી, ફિર હેરાફેરી, ઑલ ધ બેસ્ટ, ધૂમ 2, રેસ, ગુપ્ત 3D, બચના એ Hsino, જેવી હિટ ફિલ્મમાં બિપાશા બાસુએ આપી. બોલીવૂડની લિગ સ્ક્રીન પર બિપાશા બાસુની છેલ્લી ફિલ્મ 'આલોન' વર્ષ 2015માં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર