Home /News /entertainment /BOLLYWOOD: જંગલમાં અડધી રાત્રે નાઈટી પહેરીને એકલી નીકળી અભિનેત્રી, ઠંડીમાં બની એવી ઘટના કે જાણે ભૂત ભાળી ગઈ
BOLLYWOOD: જંગલમાં અડધી રાત્રે નાઈટી પહેરીને એકલી નીકળી અભિનેત્રી, ઠંડીમાં બની એવી ઘટના કે જાણે ભૂત ભાળી ગઈ
BIPASHA BASU DINO RAAZ
RAAZ ફિલ્મે બિપાશાને રાતોરાત યુવા દિલોની ધડકન બનાવી દીધી હતી. 21 વર્ષ પહેલાં તેણે કોઈ પણ ખચકાટ વિના ડિનો મોરિયા સાથે સ્ક્રીન પર બોલ્ડ સીન ફિલ્માવીને સનસનાટી મચાવી હતી.
BIPASHA BASU IN RAAZ: 1 ફેબ્રુઆરી 2002ના રોજ રીલિઝ થયેલી ફિલ્મ 'રાઝ' (Raaz) બિપાશા બસુ (Bipasha Basu) ની કારકિર્દીમાં ટર્નિંગ પોઈન્ટ બની હતી. વિક્રમ ભટ્ટ દ્વારા નિર્દેશિત, આ ફિલ્મમાં બિપાશા સાથે ડીનો મોરિયા (Dino Morea) અને માલિની શર્મા, આશુતોષ રાણા મહત્વની ભૂમિકામાં હતા. આ ફિલ્મે બિપાશાને રાતોરાત યુવા દિલોની ધડકન બનાવી દીધી હતી. 21 વર્ષ પહેલાં તેણે કોઈ પણ ખચકાટ વિના ડિનો મોરિયા સાથે સ્ક્રીન પર બોલ્ડ સીન ફિલ્માવીને સનસનાટી મચાવી હતી. આ પછી બિપાશા આ જોનરની ફિલ્મો માટે પહેલી પસંદ બની ગઈ હતી. જોકે, બિપાશા ફિલ્મના શૂટિંગ દરમિયાન બનેલી ભયાનક કિસ્સાને ક્યારેય ભૂલી શકતી નથી.
બિપાશા બસુએ મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'અમે ઉટીમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા અને અમારી પાસે રાત્રે શૂટ કરવા માટે ઘણા જ સીન બાકી હતા. જેમાં એક સીનમાં હું અમારા બંગલાની નજીક જંગલમાંથી આવતા અવાજ તરફ જતી હોઉં છું. આસપાસનું વાતાવરણ ખૂબ જ શાંત હતું જે ડરામણુ અને ભયાનક લાગતું હતું. ઠંડીની રાતમાં મારે નાઈટી પહેરીને જંગલમાં એકલા જવું પડતું હતું.
વિક્રમ ભટ્ટે બિપાશાને ડરાવી દીધી હતી
બિપાશાએ વધુમાં કહ્યું હતું કે, 'ફિલ્મ ડિરેક્ટર વિક્રમ ભટ્ટે મારા ચહેરા પર ડરના વાસ્તવિક અભિવ્યક્તિ મેળવવા માટે એક ગેમ રમી હતી, તેની પાસે એક મોટી ગોંગ (એક પ્રકારનું સંગીતવાદ્ય) હતી અને જ્યારે તેમણે પહેલીવાર મારી સામે તે વગાડ્યું, તો તે એટલુ ભયાનક હતું કે હું ડરી ગઈ અને બીકને કારણે ધ્રુજવા લાગી અને જોરથી બૂમો પાડવા લાગી. એ વખતે મને એવું લાગ્યું કે મારો આત્મા શરીરના બહાર આવી ગયો છે. તે પ્રેન્ક હું ક્યારેય નહી ભૂલી શકું.
બિપાશાને લાગવા લાગી હતી બીક
એટલું જ નહીં, ફિલ્મના દ્રશ્યોને વાસ્તવિક બનાવવા માટે અમે જંગલમાં બેસીને ભૂતની વાતો સાંભળતા હતા. બધી સ્ટાર કાસ્ટ પોતપોતાની વાતો કહેતી અને હું ખરેખર એટલી ડરી જતી કે મને ખરેખર ભૂત હોવાનો અહેસાસ થવા લાગતો. બિપાશાએ ફિલ્મ 'રાજ'ના 20 વર્ષ પૂરા થવા પર આ કિસ્સો શેર કર્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે, 'રાજ' ફિલ્મમાં જે ભૂતના અવાજ અને આત્માએ બધાને ડરાવ્યા હતા તે માલિની શર્મા હતી. ફિલ્મમાં માલિનીના પાત્રને ભટકતી આત્મા તરીકે દર્શાવવામાં આવી હતી.
ફિલ્મ 'રાજ' માં ડિનો મોરિયાની સામે પહેલા લિસા રેને કાસ્ટ કરવામાં આવી હતી. તે દિવસોમાં ડિનો અને બિપાશા રિલેશનશિપમાં હતા. એક દિવસ બિપાશા ફિલ્મના સેટ પર ડીનોને મળવા ગઈ અને લિસાએ કોઈ કારણસર ફિલ્મ કરવાની ના પાડી દીધી. બિપાશા કહે છે કે, ફિલ્મના સહ-નિર્માતા મુકેશ ભટ્ટે મને આ ભૂમિકા કરવા વિનંતી કરી હતી. અગાઉ મને માલિનીનો રોલ ઑફર કરવામાં આવ્યો હતો પરંતુ મેં ના પાડી દીધી હતી. જ્યારે હું બે દાયકા પહેલા બનેલી આ ફિલ્મ જોઉં છું ત્યારે લાગે છે કે આ રોલ મારા માટે જ બનાવવામાં આવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર