Home /News /entertainment /બિપાશા બાસુએ શેર કરી પોતાની બેબી ગર્લની પહેલી ઝલક, આ 'ક્યૂટ' ફોટો તમે જોયો કે નહીં!
બિપાશા બાસુએ શેર કરી પોતાની બેબી ગર્લની પહેલી ઝલક, આ 'ક્યૂટ' ફોટો તમે જોયો કે નહીં!
બિપાશાએ શેર કર્યો લાડલીનો ફોટો (ફાઈલ ફોટો)
બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર હાલમાં જ પેરેન્ટ્સ બન્યા છે. બિપાશાએ એક બાળકીને જન્મ આપ્યો છે. આ સમાચાર બિપાશા અને કરણે પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આપ્યા હતા. ફેન્સ તેમની પ્રિન્સેસની એક ઝલક જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ હવે ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે. બિપાશાએ પોતે જ તેની લાડલી દેવીની એક ઝલક તેના ફેન્સ સાથે શેર કરી હતી.
બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર માતા-પિતા બન્યા બાદ આ સમયને ખૂબ એન્જોય કરી રહ્યાં છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બાદ હવે બિપાશા બાસુએ પણ પોતાની દીકરીની પહેલી ઝલક શેર કરી છે. બિપાશાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બિપાશાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેની દીકરી અને પતિ કરણ સિંહ ગ્રોવર સાથે એક તસવીર શેર કરી છે.
આ તસવીર બિપાશાએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફેન્સ તેના પર દિલ ખોલીને પ્રેમ વરસાવી રહ્યા છે. દીકરીના જન્મના થોડા સમય બાદ બિપાશા અને કરણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફેન્સને ખુશખબર આપી હતી. હવે, ફેન્સની આતુરતાનો અંત આવી ગયો છે અને એક્ટ્રેસે તેની લાડલી દેવીની એક ઝલક પણ શેર કરી છે. તસવીરમાં બિપાશા અને કરણ વિંડો પાસે ઉભા જોવા મળે છે.
શેર કરેલી પોસ્ટમાં કરણ સિંહ ગ્રોવરે દીકરીને હાથમાં લીધી છે. નજીકમાં બિપાશા તેની લાડલીને પ્રેમથી જોતી જોવા મળે છે. કપલની આ તસવીર તે સમયનો માહોલ વ્યક્ત કરી રહી છે. આ સાથે તેમના જીવનમાં દીકરી આવવાની ખુશી પણ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે. આ તસવીર શેર કરતી વખતે બિપાશાએ તેની પુત્રીની મીઠાશનું રહસ્ય પણ જાહેર કર્યું છે. એક્ટ્રેસ લખે છે કે, સ્વીટ બેબી એન્જલ બનાવવાની રેસીપી છે.
બિપાશા બાસુની આ તસવીર પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. ફેન્સ આ તસવીર પર પોતાનો પ્રેમ વ્યક્ત કરતા હાર્ટ ઇમોજી બનાવી રહ્યા છે. લગ્નના 6 વર્ષ બાદ બિપાશા અને કરણના જીવનમાં આ મોટી ખુશી આવી છે.
જણાવી દઈએ કે બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર 30 એપ્રિલ 2016ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. બિપાશાની પ્રેગ્નન્સીના સમાચાર પણ વર્ષ 2018માં આવ્યા હતા. જ્યારે તેનો કથિત બેબી બમ્પ એક ઈવેન્ટમાં જોવા મળ્યો હતો. જો કે બિપાશાએ તે સમયે ટ્વીટ કરીને આ રિપોર્ટ્સને નકારી કાઢ્યા હતા.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર