Bipasha Basu Birthday: બિપાશા બાસુના 43માં જન્મદિવસનું તમામ આયોજન Fail, ગુસ્સાથી લાલ થઈ શું કહ્યું?
Bipasha Basu Birthday: બિપાશા બાસુના 43માં જન્મદિવસનું તમામ આયોજન Fail, ગુસ્સાથી લાલ થઈ શું કહ્યું?
બિપાશા બાસુના 43માં જન્મદિવસનું તમામ આયોજન Fail
બિપાશા બાસુ આજે 43 વર્ષની થઈ ગઈ છે (Bipasha Basu 43rd birthday). બિપાશા પોતાનો જન્મદિવસ ખૂબ જ સ્પેશિયલ રીતે સેલિબ્રેટ કરવાની હતી, પરંતુ તમામ પ્લાનિંગ ફેઈલ થઈ ગયું
Bipasha Basu Birthday : પોતાના બોલ્ડ લુકથી બોલિવૂડમાં ખળભળાટ મચાવનાર અભિનેત્રી બિપાશા બાસુ (Bipasha Basu) ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી આજે પોતાનો ખાસ દિવસ (Happy Birthday Bipasha Basu) સેલિબ્રેટ કરી રહી છે, પરંતુ આજે તે બિલકુલ ખુશ નથી. બિપાશા બાસુ આજે 43 વર્ષની થઈ ગઈ છે (Bipasha Basu 43rd birthday). બિપાશા પોતાનો જન્મદિવસ ખૂબ જ સ્પેશિયલ રીતે સેલિબ્રેટ કરવાની હતી, પરંતુ તમામ પ્લાનિંગ ફેઈલ થઈ ગયું હતું. બિપાશા હવે આ ખાસ દિવસ પતિ કરણ સિંહ ગ્રોવર અને પરિવાર સાથે સેલિબ્રેટ કરી રહી છે.
બિપાશા બાસુ દરેક જન્મદિવસ પર ખાસ પ્લાનિંગ કરે છે
બિપાશા બાસુએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે, આ જન્મદિવસને ખૂબ જ ખાસ બનાવવા માટે તેણે પતિ અને અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે મળીને કેટલાક ખાસ પ્લાનિંગ કર્યા હતા, પરંતુ કોરોનાવાયરસના નવા પ્રકાર, ઓમિક્રોનની એન્ટ્રીએ તે તમામ આયોજનને બરબાદ કરી દીધું. એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતા બર્થડે ગર્લએ કહ્યું કે તે તેના જન્મદિવસ માટે હંમેશા ઉત્સાહિત રહે છે અને ખાસ પ્લાનિંગ કરે છે. આ વર્ષે પણ તેણે આયોજન કર્યું હતું, પરંતુ બધું વ્યર્થ ગયું.
બિપાશાએ આ પ્લાનિંગ કર્યું હતું
બિપાશાએ જણાવ્યું કે, આ વર્ષે તેણે પતિ સાથે માલદીવમાં પોતાનો જન્મદિવસ માણવાનું વિચાર્યું હતું, પરંતુ કોવિડ કેસ વધ્યા બાદ કરણ અને બિપાશાએ જન્મદિવસ પર ઘરે જ રહેવાનું નક્કી કર્યું અને પ્લાન કેન્સલ કરી દીધો.
બિપાશા બાસુએ ખુલીને વાત કરી હતી કે, તે પોતાનો જન્મદિવસ ઘરે કેવી રીતે ઉજવશે. તેણે કહ્યું કે હવે હું મારા માતા-પિતા સાથે સાદગીભર્યો જન્મદિવસ ઉજવીશ. તેનું પ્રિય ભોજન તેની માતા દ્વારા રાંધવામાં આવશે. આ દરમિયાન બિપાશાએ કહ્યું કે, તે તેના જન્મદિવસ અને તેમની સાથેની પાર્ટી પર તેના મિત્રોને ખૂબ જ મિસ કરી રહી છે. જન્મદિવસ પર બહાર ન જઈ શકવાથી તે ખૂબ જ નારાજ છે.
મધ્યરાત્રિએ કેક કાપી
બિપાશા બાસુને અફસોસ છે કે, તેના જન્મદિવસ (Bipasha Basu Birthday) નું આયોજન નિષ્ફળ ગયું, પરંતુ તે ઘરે રહીને પણ પોતાનો જન્મદિવસ ઉજવવાનું ભૂલતી નથી. તેણે મધ્યરાત્રિએ બે-બે કેક કાપી ખાસ વિશ માંગી. આ ખાસ દિવસ માટે તેના ફેન્સ તેને અભિનંદન આપી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, બિપાશા (Bipasha Basu) લાંબા સમયથી મોટા પડદાથી અંતર બનાવી રહી છે. અભિનેત્રી છેલ્લે વેબ સિરીઝ 'ડેન્જરસ'માં જોવા મળી હતી. જે વર્ષ 2020માં રિલીઝ થઈ હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર