વડાપ્રધાનની બાયોપિક ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'નું પોસ્ટર લોન્ચ

સંદીપ સિંહના પ્રોડક્શનમાં બની રહેલી આ ફિલ્મનું લગભગ 23 ભાષાઓમાં પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે

News18 Gujarati
Updated: January 7, 2019, 5:49 PM IST
વડાપ્રધાનની બાયોપિક ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'નું પોસ્ટર લોન્ચ
સંદીપ સિંહના પ્રોડક્શનમાં બની રહેલી આ ફિલ્મનું લગભગ 23 ભાષાઓમાં પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે
News18 Gujarati
Updated: January 7, 2019, 5:49 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'નો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. ફિલ્મનું પોસ્ટર ગુજરાતી સહિત પ્રાદેશિક ભાષાઓમાં પણ લોન્ચ કરવામાં આવ્યું છે. ડિરેક્ટર ઓમંગ કુમારની આ ફિલ્મમાં વિવેક ઓબેરોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકામાં જોવા મળશે.

સંદીપ સિંહના પ્રોડક્શનમાં બની રહેલી આ ફિલ્મનું લગભગ 23 ભાષાઓમાં પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. પોસ્ટર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોન્ચ કર્યું છે. જ્યારે ફિલ્મની ટેગલાઇન છે: 'દેશભક્તિ હી મેરી શક્તિ હૈ.'

ઉલ્લેખનીય છે કે, ફિલ્મના ડિરેક્ટર ઓમંગ કુમાર આ પહેલાં સરબજીત અને મેરી કોમની બાયોપિક બનાવી ચૂક્યાં છે. જેથી ફેન્સને આ ફિલ્મથી ઘણી આશાઓ પણ છે.

સૂત્રોનું માનીએ તો જાન્યુઆરીના મધ્યમાં ફિલમ ફ્લોર પર આવશે અને લોકસભાની ચૂંટણી પહેલાં જ ફિલ્મ રીલિઝ કરાય તેવી સંભાવના છે.
First published: January 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर