'PM નરેન્દ્ર મોદી'ને ટક્કર આપવા આવશે 'માયાવતી', વિદ્યા બાલન નિભાવશે રોલ?

News18 Gujarati
Updated: March 28, 2019, 2:23 PM IST
'PM નરેન્દ્ર મોદી'ને ટક્કર આપવા આવશે 'માયાવતી', વિદ્યા બાલન નિભાવશે રોલ?
અભિનેત્રી વિદ્યા બાલન (ફાઇલ ફોટો)

માયાવતીની બાયોપિકની વાત દર્શકોમાં પણ ઘણું એક્સાઇટમેન્ટ લઈને આવી છે

  • Share this:
રાજકીય નેતાઓની બાયોપિક્સની આ સીઝનમાં હવે માયાવતીની બાયોપિકના અહેવાલ આવી રહ્યા છે. પિંકવિલાના અહેવાલ મુજબ બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષ માયાવતીની બાયોપિક પર કામ શરૂ થઈ ગયું છે. આ બાયોપિક સુભાષ કપૂર ડાયરેક્ટ કરવાના છે. સૂત્રોનું માનીએ તો આ ફિલ્મ માટે સાતથી આઠ એક્ટ્રેસ સાથે વાત કરવામાં આવી હતી. પરંતુ હવે આ રોલ માટે વિદ્યા બાલનનું નામ આવી રહ્યું છે.

જ્યારે આ ફિલ્મને લઈને સુભાષ કપૂર સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તેઓએ ઇન્કાર કરી દીધો. હવે ડાયરેક્ટરે તો ઉતાવળમાં ના પાડી દીધી. પરંતુ આ ઇન્કાર પર ભરોસો કરવા ઉતાવળ ગણાશે કારણ કે જ્યારે વિદ્યા બાલનનું નામ પણ આ પ્રોજેક્ટ સાથે જોડવામાં આવી રહ્યું છે તો કંઈક વાત તો જરૂર હશે.

આ પણ વાંચો, લોકસભા ચૂંટણીમાં ઉતરશે ફિલ્મ જગતના આ પાંચ મોટા ચહેરા

માયાવતીની બાયોપિકની વાત દર્શકોમાં પણ ઘણું એક્સાઇટમેન્ટ લઈને આવી છે. કારણ કે આ પહેલા ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર અને હવે પીએમ નરેન્દ્ર મોદીને લઈને પણ ફેન્સમાં ક્રેઝ રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીના મેકર્સે દાવો કર્યો છે કે તેઓ પબ્લિક ડિમાન્ડ પર પોતાની ફિલ્મ 5 એપ્રિલે રિલીઝ કરી રહ્યા છે. પહેલા આ ફિલ્મ 12 એપ્રિલે રિલીઝ થવાની હતી.
First published: March 28, 2019, 2:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading