Birth Anniversary: બિક્રમજીત કંવરપાલ સેનાથી રિટાયર્ડ આ એક્ટરનો કોરોનાએ લીધો હતો જીવ

Photo-Instagram @bikramjeetkanwarpal

બોલિવૂડ અને ટીવી એક્ટર બિક્રમજીત કંવરપાલ (Bikramjeet Kanwarpal Birth Anniversary)નો આજે જન્મ દિવસ છે. તેઓ ભારતીય સેના (Indian Army)થી મેજરનાં પોસ્ટથી રિટાયર્ડ થયા હતાં. તેમણે ઘણી બધી ફિલ્મો અને ટીવી શોમાં પણ કામ કર્યું છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર બિક્રમજીત કંવરપાલ (Bikramjeet Kanwarpal Birth Anniversary)નો આજે 53મો જન્મ દિવસ છે. તેનો જન્મ હિમાચલ પ્રદેશનાં સોલનમાં 29 ઓગસ્ટ 1968નાં થયો હતો. તે ભારતીય સેનાનાં જવાનનાં પરિવારમાંથી આવતા હતાં. પોતે પણ ભારતીય સેનામાં ઓફિસર હતાં. તેમણે ભારતીય સેનામાંથી રિટાયરમેન્ટ લીધુ હતું. તેઓ ઘણી બધી ટીવી સીરિયલ અને ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ અદા કરી ચુક્યાં છે. બિગ્રમજીત કંવરપાલ (Bikramjeet Kanwarpal Death)નું નાની ઉંમરે જ નિધન થઇ ગયું. તેઓ આ વર્ષે મે મહિનામાં કોરોનાગ્રસ્ત થયા હતાં અને કોરોનાને કારણે જ તેમનું નિધન થઇ ગયું હતું.

    બિક્રમજીત કંવરપાલ ભારતીય સેનાનાં અધિકારી દ્રારકાનાથ કંવરપાલનાં દીકરા હતાં. તેઓ 1963માં કીર્તિ ચક્રથી નવાઝવામાં આવ્યાં હતાં. બિક્રમજીત કંવરપાલે સોલનનાં લોરેન્સ સ્કૂલમાંથી ભણતર પૂર્ણ કર્યું. બિક્રમજીત વર્ષ 1989માં ભારતીય સેનામાં શામેલ થયા હતાં. અને વર્ષ 2002માં ભારતીય સેનાનાં એક મેજરનાં પદ પર પહોંચીને રિટાયર્ડ થયા હતાં. તે બાળપણથી જ એક્ટર બનવાં ઇચ્છતા હતાં. અને તેમનું આ સપનું પૂર્ણ કરવાં માટે રિટાયરમેનટ બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમણે એન્ટ્રી કરી.

    વર્ષ 2002માં આર્મી છોડ્યાં બાદ બિક્રમજીત (Bikramjeet Kanwarpal Films)એ વર્ષ 2003મામં આવેલી ફિલ્મ 'પાપ'થી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી. આ ફિલ્મમાં જોન અબ્રાહમ અને ઉદિતા ગોસ્વામી લીડ રોલમાં હતાં. જે બાદ તેમણે 'પેજ 3', 'કરમ', 'કોર્પોરેટ', 'અતિથિ તુમ કબ જાઓગે?', 'રોકેટ સિંહ: સેલ્સમેન ઓફ ધ યર', 'આરક્ષણ', 'મર્ડર 2', 'જબ તક હૈ જાન', 'હેટ સ્ટોરી 2', ' ધ ગાઝી અટેક','ઇંદૂ સરકાર', અને 'ધ પાવર' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

    આ ઉપરાંત બિક્રમજીત કંવરપાલ (Bikramjeet Kanwarpal TV Show)એ ઘણાં ટીવી શોમાં પણ કિસ્મત અજમાવી છે. નમક હરામ, સિમ્પલી સપને, મેરે રંગમે રંગને વાલી, અદાલત, દિયા ઔ બાતી હમ, સિયાસત અને કમસ તેરે પ્યાર કી.. જેવાં શોમાં તેમણે કામ કર્યું છે.

    વેબ સીરિઝની વાત કરી તો બિક્રમજીત કંવરપાલ (Bikramjeet Kanwarpal web series) 'અવરોધ: ધ સીઝ વિધઇન', 'સ્પેશલ ઓપ્સ' અને 'ધ વર્ડિક્ટ- સ્ટેટ વર્સેઝ નાણાવટી'માં નજર આવ્યાં હતાં. પણ ખુબજ દુખની વાત છે કે, બિક્રમજીત કંવરપાલ (Bikramjeet Kanwarpal Death)નું નાની ઉંમરે કોરોનાથી નિધન થઇ ગયું .અને તેમનાં જેવાં એક મોટાગજાનાં એક્ટર આપણી ઇન્ડસ્ટ્રીએ ગુમાવી દીધા.
    Published by:Margi Pandya
    First published: