Home /News /entertainment /Bikini Girl અર્ચના ગૌતમ રાજકારણના રંગમાં, હવે કોંગ્રેસ તરફથી યુપી વિધાનસભા ચૂંટણી લડશે

Bikini Girl અર્ચના ગૌતમ રાજકારણના રંગમાં, હવે કોંગ્રેસ તરફથી યુપી વિધાનસભા ચૂંટણી લડશે

બિકીની ગર્લ અર્ચના ગૌતમ હવે યુપી વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસ તરફથી પોતાની તાકાત બતાવશે

અર્ચના ગૌતમ (archana gautam) મિસ બિકીની ઈન્ડિયા (Miss India Bikini 2018) છે. હવે તે ગ્લેમરની દુનિયા છોડીને રાજકારણમાં પોતાનું નસીબ અજમાવી રહી છે. આ આર્ટીકલમાં અમે તમને અર્ચનાની અંગત અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી તમામ બાબતો જણાવીશું.

વધુ જુઓ ...
  હાલના દિવસોમાં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી (Uttar Pradesh Assembly Election) ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તમામ પક્ષોએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ પાર્ટી (Congress) એ આ વખતે 125 ઉમેદવારો ઉભા રાખ્યા છે, જેમાં 50 મહિલા ઉમેદવારો છે. તેમાંથી સૌથી વધુ ચર્ચામાં છે અર્ચના ગૌતમ (archana gautam) જે બિકીની ગર્લ (Bikini Girl) તરીકે જાણીતી છે. પ્રિયંકા ગાંધીએ તેને હસ્તિનાપુરથી મેદાનમાં ઉતાર્યા છે, જેનું નામ મિસ બિકીની ઈન્ડિયા (Miss India Bikini 2018) છે. હવે તે ગ્લેમરની દુનિયા છોડીને રાજકારણમાં પોતાનું નસીબ અજમાવી રહી છે. આ આર્ટીકલમાં અમે તમને અર્ચનાની અંગત અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી તમામ બાબતો જણાવીશું.

  અર્ચના ગૌતમે સાઉથની 3 ફિલ્મોમાં કામ કર્યું હતું

  યુપીની હસ્તિનાપુર વિધાનસભા સીટ (Hastinapur Assembly Seat) પરથી કોંગ્રેસ ઉમેદવાર 26 વર્ષની અર્ચના ગૌતમે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. હિન્દી સિવાય તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે પણ કનેક્શન ધરાવે છે. તેણે સાઉથ સિનેમાની 3 ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાંથી IPL ઇટ્સ પ્યોર લવ તેલુગુ ગુંડા અને 47A તમિલ ફિલ્મ છે. અભિનેત્રીએ તેની અભિનય કારકિર્દી 2015 માં બોલિવૂડ ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તીમાં નાનકડી ભૂમિકાથી શરૂ કરી હતી.
  કોંગ્રેસના ઉમેદવારે શ્રદ્ધા કપૂર સાથે કામ કર્યું છે

  અભિનેત્રીએ શ્રદ્ધા કપૂર સ્ટારર 'હસીના પારેકર'માં સલમા નામની છોકરીની ભૂમિકા ભજવી હતી. તે 'બારાત કંપની'માં પણ જોવા મળી ચુકી છે અને 'જંકશન વારાણસી'માં અર્ચનાએ આઈટમ ગર્લનો કેમિયો રોલ કર્યો હતો. તેણીને 2018 માં મિસ બિકીની ઈન્ડિયા તરીકે ખિતાબ આપવામાં આવ્યો હતો અને આ જ કારણ છે કે તે આ દિવસોમાં ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે. તેણે મલેશિયામાં મિસ બિકીની વર્લ્ડમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

  આ પણ વાંચો27 Years Of Karan Arjun: જ્યારે શાહરૂખ-સલમાન પર શૂટિંગમાં મમતા ગુસ્સે થઈ ગઈ!, કેટલીક રસપ્રદ વાતો

  હસ્તિનાપુરને પર્યટન સ્થળ બનાવવાનું સપનું જોઈ રહેલી કોંગ્રેસ ઉમેદવાર બિકીની ગર્લ

  અભિનેત્રીમાંથી રાજનીતિમાં જઈ રહેલી અર્ચના કહે છે કે, આ સારી વાત છે કે તેને રાજકારણનું કોઈ જ્ઞાન નથી. તે કહે છે કે, તે જાણે છે કે લોકો માટે શું કરવું જોઈએ. તેણી કહે છે કે તે હસ્તિનાપુરને ચંદીગઢની તર્જ પર વિકસાવવા માંગે છે. તે તેને પર્યટન સ્થળ બનાવવાનું વચન આપી રહી છે. તેણી કહે છે કે તે હસ્તિનાપુરને દ્રૌપદીના શ્રાપમાંથી મુક્ત કરાશે. તેણી કહે છે કે તે અહીંના લોકોને મોટા વચનો આપતી નથી, પરંતુ તેમના અવાજ માટે તે વારંવાર વિધાનસભાના ચક્કર લગાવશે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Congress Candidate, Congress candidates, UP Elections, UP Elections 2022

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन