સુશાંતસિંહ રાજપૂતના મોતના સમાચાર સાંભળી ઘેરો આઘાત લાગતાં તેમના ભાભીનું નિધન

News18 Gujarati
Updated: June 16, 2020, 8:19 AM IST
સુશાંતસિંહ રાજપૂતના મોતના સમાચાર સાંભળી ઘેરો આઘાત લાગતાં તેમના ભાભીનું નિધન
બિહારના પૂર્ણિયામાં સુશાંતના મોતથી ઘેરા શોકનો માહોલ, બીમાર ભાભીએ આઘાતથી છોડ્યો જીવ

બિહારના પૂર્ણિયામાં સુશાંતના મોતથી ઘેરા શોકનો માહોલ, બીમાર ભાભીએ આઘાતથી છોડ્યો જીવ

  • Share this:
પૂર્ણિયાઃ બિહાર (Bihar)ના પૂર્ણિયા (Purnia)માં અભિનેતા સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના ભાભીનું નિધન થયું છે. બે દિવસ પહેલા મુંબઈમાં આત્મહત્યા કરનારા આ અભિનેતાની કૌટુંબિક ભાભી સુધા દેવી પહેલાથી બીમાર હતાં, પરંતુ સુશાંતના નિધન બાદ તેમને ઘેરો આઘાત લાગ્યો હતો અને તેના કારણે તેમનું નિધન થયું છે.
પૈતૃક ગામમાં થયું મોત

સુશાંતના નિધન બાદથી ઘેરા આઘાતમાં ચાલી ગયેલા તેમના ભાભી સુધાએ સોમવારની મોડી રાતથી પૂર્ણિયાના મલડીઆ ગામ જે સુશાંતના પૈતૃક ગામ પણ છે, ત્યાં સાસરિયામાં અંતિમ શ્વાસ લીધા. તેની પુષ્ટિ તેમના પરિવારના સભ્યોએ પણ કરી છે. નોંધનીય છે કે સુશાંતની આત્મહત્યા બાદથી તેમનો પરિવાર ઘેરા શોકમાં છે.

આ પણ વાંચો, સુશાંતસિંહ રાજપૂતનું કયું રહસ્ય જાણતા હતા શેખર કપૂર? કર્યો આ મોટો ખુલાસો

સુશાંતના સોમવારે અંતિમ સંસ્કાર થયા

સોમવારે સુશાંતના અંતિમ સંસ્કાર મુંબઈના વિલે પાર્લેમાં કરવામાં આવ્યા જેમાં તેમના પિતા કે. કે. સિંહ, ભાઈ નીરજ કુમાર બબલૂ સહિત પરિવારના થોડાક લોકો જ જઈ શક્યા હતા. સુશાંતે રવિવારે મુંબઈ સ્થિત ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી. આ સમાચારે સમગ્ર દેશને જોરદાર આંચકો આપ્યો હતો.

ઘેરા શોકમાં છે લોકો

પૂર્ણિયાના લાલ મલડીહા નિવાસી સુશાંતસિંહ રાજપૂતના મોતથી ગામમાં ઘેરો શોક વ્યાપેલો છે. રવિવારે જ્યારે સુશાંતસિંહના આત્મહત્યાના સમાચાર મળ્યા તો તેમના પૈતૃક ગાંમમાં કોઈએ રાંધવાનું પણ નથી બનાવ્યું. સુશાંતના પિતરાઈ સંતોષ સિંહે જણાવ્યું કે ગામના તમામ લોકો તેમના મોતથી ઘેરા શોકમાં છે.

આ પણ વાંચો, સુશાંતસિંહ રાજપૂતે 3 દિવસ પહેલા પિતા સાથે ફોન પર કરી હતી વાત, આ વાતની ચિંતા વ્યક્ત કરી હતી
First published: June 16, 2020, 8:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading