SSR Death Case: બિહાર સરકારે સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે CBI તપાસની કરી ભલામણ

News18 Gujarati
Updated: August 4, 2020, 12:11 PM IST
SSR Death Case: બિહાર સરકારે સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે CBI તપાસની કરી ભલામણ
(ફાઇલ તસવીર)

સુશાંતના પિતરાઈ અને બીજેપી ધારાસભ્ય નીરજ બબલૂએ મુંબઈ પોલીસની કાર્યશૈલી ઉપર પણ અનેક ગંભીર આરોપ લગાવ્યા

  • Share this:
પટનાઃ બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput Suicide Case)ના મોતના મામલાને લઈ બિહાર (Bihar)ની નીતીશ સરકારે સીબીઆઈ તપાસ (CBI Probe)ની ભલામણ કરી દીધી છે. આ પહેલા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર (Nitish Kumar)એ સોમવારની રાત્રે સુશાંત સિંહ રાજપૂતના પિતરાઈ અને બીજેપી ધારાસભ્ય નીરજ બબલૂ સાથે ફોન પર વાત કરી હતી. બંનેની વચ્ચે લગભગ 10 મિનિટ સુધી વાત થઈ, જેમાં નીતીશ કુમારે સુશાંતના મામલે નીરજ બબલૂ પાસેથી સમગ્ર અપડેટ લીધા હતા.

આ દરમિયાન નીરજ બબલૂએ મુખ્યમંત્રીને આ મામલે સીબીઆઈ પાસે તપાસ કરાવવાની માંગ પણ કરી હતી. નીરજ બબલૂએ News18 સાથેની વાતચીતમાં આ જાણકારી આપી. સાથોસાથ તેઓએ મુંબઈ પોલીસની કાર્યશૈલી ઉપર પણ અનેક ગંભીર આરોપ લગાવ્યા.

આ પણ વાંચો, રામ મંદિર ભૂમિ પૂજન બાદ દેશને સંબોધિત કરશે PM મોદી, આ રહ્યો મિનિટ-ટૂ-મિનિટ કાર્યક્રમ

બીજી તરફ સુશાંત સિંહ રાજપૂતનો પરિવાર સીબીઆઈ તપાસની ભલામણના મૂડમાં હતી. પહેલા સુશાંતનો પરિવાર સીબીઆઈ તપાસની માંગ નહોતો ઈચ્છતો, પરંતુ પટના સિટી એસપીને મુંબઈમાં બળજબરીથી ક્વૉરન્ટીન કર્યા બાદ સુશાંતના પરિવારે સીબીઆઈ તપાસને લઈ બિહાર સરકારની ભલામણના આગ્રહ પર મન મનાવી લીધું હતું.


આ પણ વાંચો, કૂતરાએ માલિકની સાથે ગીત પર કરી જુગલબંધી, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

સૂત્રો મુજબ, બિહાર સરકાર સીબીઆઈ તપાસની ભલામણને લઈ મૂડ બનાવી ચૂકી હતી અને લોકોની સતત માંગ હતી કે આ તમામ સમગ્ર મામલાની સીબીઆઈ તપાસ થાય. આ કેસમાં મંગળવોર ચિરાગ પાસવાને પણ મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે વાત કરી અને સીબીઆઈ તપાસની માંગનું પુનરાવર્તન કર્યું.
Published by: Mrunal Bhojak
First published: August 4, 2020, 12:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading