Home /News /entertainment /બિગ બોસ વિનર MC Stan કરી રહ્યો હતો લાઈવ કોન્સર્ટ, આવી પહોંચી કરણી સેના, જાણો પછી શુ થયુ...

બિગ બોસ વિનર MC Stan કરી રહ્યો હતો લાઈવ કોન્સર્ટ, આવી પહોંચી કરણી સેના, જાણો પછી શુ થયુ...

ઈન્દોરમાં બિગ બોસના વિજેતા એમસી સ્ટેનના લાઈવ કોન્સર્ટમાં કરણી સેનાએ હંગામો મચાવ્યો હતો. (તસવીર-ન્યૂઝ18)

MP News: બિગ બોસ વિનર MC Stanનો ઈન્દોરમાં લાઈવ કોન્સર્ટ ચાલી રહ્યો હતો. દરમિયાન અચાનક કરણી સેનાએ હંગામો મચાવ્યો હતો. હંગામા બાદ તેનો શો કેન્સલ થઈ ગયો હતો. દરમિયાન પોલીસે સ્થિતિને કાબૂમાં લાઠીચાર્જ કરવી પડી હતી.

ઈન્દોર :  ઈન્દોરમાં પ્રખ્યાત રેપર અને બિગ બોસ 16ના વિજેતા MC Stanના લાઈવ કોન્સર્ટમાં ઘણો હોબાળો થયો હતો. હંગામાને કારણે સ્ટેન સ્ટેજ પરથી નીચે આવી ગયો હતો અને તેના શોને કેન્સલ કરવો પડ્યો હતો. જોકે, આ કોન્સર્ટમાં હોબાળો થતા લોકોને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જોકે, સ્ટેનના ફેન્સેે તેના શોને રદ કરવા પર નારાજગી વ્યક્ત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર તેના વિરુદ્ધ વિવિધ ટિપ્પણીઓ કરી છે. હાલમાં આ મામલે કોઈએ એકબીજા સામે કેસ કર્યો નથી.

મળતી માહિતી મુજબ, 17 માર્ચની રાત્રે ઈન્દોરના લાસુડિયા પોલીસ સ્ટેશન વિસ્તારની એક પ્રખ્યાત હોટલમાં MC Stanનો લાઈવ કોન્સર્ટ ચાલી રહ્યો હતો. દરમિયાન અચાનક કરણી સેના આવી પહોંચી હતી. તેઓએ અહીં હંગામો શરૂ કર્યો. કરણી સેનાનો આરોપ છે કે, સ્ટેને શો દરમિયાન વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. કહેવાય છે કે, કરણી સેનાએ ભૂતકાળમાં પણ એવી ચેતવણી આપી હતી કે, જો શોમાં વાંધાજનક, અભદ્ર શબ્દોનો ઉપયોગ કરવામાં આવશે તો વિરોધ કરવામાં આવશે.

કરણી સેના લાંબા સમય સુધી હંગામો કર્યો

વિરોધ જોઈને સ્ટેન સ્ટેજ છોડીને ચાલ્યો ગયો હતો. આ બાદ પણ કરણી સેનાના સભ્યોએ લાંબા સમય સુધી હોબાળો ચાલુ રાખ્યો હતો. હંગામા વચ્ચે, કરણી સેનાના દિગવિજય સિંહે MC સ્ટેનને સ્ટેજ પર આવીને પરિણામ જોવાનો ખુલ્લો પડકાર ફેંક્યો હતો. આ હંગામાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ અધિકારીઓએ કરણી સેનાના સભ્યોને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ માન્યા નહીં. બાદમાં પોલીસે કડક કાર્યવાહી કરી મામલો થાળે પાડ્યો હતો.

આ પણ વાંચો : નિવૃત્ત ન્યાયાધીશોને કિરેન રિજિજુની ચેતવણી, ન્યાયતંત્ર અને સરકાર વચ્ચે ગેરસમજ ઉભી, પગલાં લેવાશે

ફેન્સ પણ થયા ગુસ્સે 

આ બધો હંગામો જોઈને હોટલ મેનેજમેન્ટે કાર્યક્રમ અટકાવવાનું યોગ્ય માન્યું. તેણે શો રદ કરવાની ઔપચારિક જાહેરાત કરી. તેમ છતાં, ટિકિટ ખરીદ્યા પછી શો જોવા આવેલા પ્રેક્ષકોને આશા હતી કે કદાચ ફરીથી ઇવેન્ટ શરૂ થશે, અને તેમને ફરીથી પ્રવેશ આપવામાં આવશે. એટલા માટે તે લાંબા સમય સ્થળની આસપાસ ઊભા રહ્યા. તેમની સાથે કરણી સેનાએ પણ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. લાંબા સમય સુધી પણ જ્યારે દર્શકો શેરીઓમાંથી બહાર ન નીકળ્યા તો પોલીસે લાકડીઓ વડે તેમનો પીછો શરૂ કર્યો હતો.
First published:

Tags: Big Boss

विज्ञापन