એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક : બિગ બોસ 14 (Bigg Boss 14) માં નવાં ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવી રહ્યાં છે. રાખી સાવંત (Rakhi Sawant)ની મિત્રતા હાલમાં રાહુલ વૈદ્ય (Rahul Vadhya)ની સાથે વધી ગઇ છે તે અભિનવથી નારાજ છે તે સૌને નજર આવી રહ્યું છે. ગત એપિસોડમાં તે ઘણી ઇમોશનલ રહી. રાખી આખા એપિસોડમાં છવાયેલી રહી. રાખીએ કેટલાંક એવાં ખુલાસા કર્યા જે આજ સુધી ક્યારેય સામે આવ્યા ન હતાં. રાહુલની સાથે તેનાં પતિ અને પાસ્ટ અંગે વાત કરી. જોકે આ ઘટના બાદ બિગ બોસ (Bigg Boss)એ રાહુલ અને રાખીને આ વાતને ઘરનાં કોઇ અન્યની સાથે ડિસ્કસ ન કરવાં કહ્યું હતું.
રાહુલ વૈદ્ય (Rahul Vadhya)એ રાખી સાવંત (Rakhi Sawant)ને કહ્યું કે, તેને તેની સાથે વાત કરવી ગમે છે અને તે તેમનાં વિશે જાણવાં ઇચ્છે છે. રાહુલની વાતો સાંભળીને રાખી ઇમોશનલ થઇ ગઇ છે. તેણે રાહુલની સાથે તેનાં ભૂતકાળ વિશે ચોકાવનારા ખુલાસા કર્યા હતાં. રાખીએ કહ્યું કે, તે નાની હતી જ્યારે તેની માતાને કેન્સર થયુ હતું. ત્યારે તેનાં ઓપરેશન માટે રાખીને પાસાની જરૂર હતી. માતાનાં ઇલાજ માટે તેણે તેનાં એક મિત્ર પાસે મદદ માંગી હતી.
રાખીએ જણાવ્યું કે, તેને પૈસા આપો. આ જોઇ રાખીએ ખુશી ખુશી કહ્યું કે, તે તેને પૈસા પરત આપી દેશે. તે સમયે તે મિત્રએ કહ્યું કે, રાખી તારી માતાની તબિયત ઠીક થવી જોઇએ. તેનાં માટે પૈસાથી વધુ મિત્રતા મહત્વની છે. રાખીએ જણાવ્યું કે, આગલા દિવસે મિત્રેએ તેને મળવા બોલાવી અને નશામાં કાર લોક કરી દીધી છે. કાર વિદેશી હતી. તેથી તેને ખોલતા પણ નહોતી આવડતી.
રાખીએ જણાવ્યું કે, મે તેમને કહ્યું કે, હું તને કંઇ આપી શકું એમ નથી. મારી પાસે કંઇ પૈસા નથી. પણ, તે નહીં માને. તેને મારી પાસે મારું ટોપ ઉતાર્યું, જ્યારે મે તેને ના પાડી તો તેણે મારી સાથે ખોટો વ્યવહાર કર્યો અને રસ્તા પર ફેંકી દીધી.
આ ઘટનાને યાદ કરતા જ મારી આત્મા કંપી ઉઠે છે. મે આ ઘટના મારી માતા સાથે પણ શેર નહોતી કરી. રાખીએ કહ્યું કે, આ ઘટના બાદ મને એકલા સુતા ડર લાગે છે. રાહુલ પણ આ વાત સાંભળીને ચોકી ગયો. તેણે કહ્યું કે, આપે ઇંસાફ કેમ ન માંગ્યો? જેનાં પર રાખીએ કહ્યું કે, તેની પાસે કોઇ પૂરાવા ન હતાં. બાદમાં રાખી માટે રાહુલ દુઆ કરે છે.
રાખી સાવતે કહ્યું કે તેનાં અને તેનાં પતિ વચ્ચે ઘણી તાણમાં રહે છે. જેને કારણે તેની માતાની તબિયત ઘણી વખત ખરાબ રહે છે. રાખી સાવંતે કહ્યું કે, તેનાં પતિનો પહેલેથી જ એક પરિવાર છે જેનાં વિશે તેને બાદમાં માલૂમ પડ્યું હતું. રાખી દ્વારા કરવામાં આવેલાં આ ખુલાસાથી રાહુલ કોઇ રીતે તેને સંભાળતો નજર આવ્યો જે બાદ બિગ બોસે રાકી અને રાહુલને કન્ફેશન રૂમમાં બોલાવીને કહ્યું કે, આ અંગત વાત છે તેને ઘરમાં ફરી વખત રિપિર્ટ ન કરવી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર