Bigg Boss OTT: બિગ બોસ હાઉસમાં કૂકર ફાટવાંથી મચી અફરા-તફરી, PHOTOS VIRAL

બિગ બોસ હાઉસમાં કૂકર ફાટવાંથી

બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT)માં આ વખતે ધમાકેદાર સ્પર્ધકો આવ્યાં છે. તેથી જ શો શરૂ થતા જ ઘરની અંદરની મજેદાર તસવીરો (Photo Viral on Social Media) વાયરલ થઇ રહી છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીનાં સૌથી પોપ્યુલર રિયાલિટી શો 'બિગ બોસ ઓટીટી' (Bigg Boss OTT) જ્યારથી શરૂ થયો છે. ત્યારથી ઘરની અંદર સ્પર્ધકો વચ્ચે મસ્તી મજાક અને લડાઇ ત્રણેય જોવા મળી રહી છે. બિગ બોસનાં ઘરની અંદરની મજેદાર ઘટનાઓ 24 કલાક વૂટ સિલેક્ટ (Voot Select) પર લાઇવ જોવામાં આવી રહી છે. જેમ આશા હતી તેમ ઘરની અંદર જોવા મળી રહ્યું છે. 'બિગ બોસ'નાં ઘરની અંદર બબાલ શરૂ થઇ ગઇ છે. થોડા દિવસ પહેલાં જ શરૂ થેયલાં આ શોનાં વીડિયો અને તવસીરો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યાં છે. બિગ બોસનાં ઘરમાંથી એક તસવીર વાયરલ થઇ રહી છે જે ચોકાવનારી છે.

    આ પણ વાંચો- દીકરા 'જહાંગીર'નાં નામ પર મચી બબાલ, કરીના બોલી- ' તે માસૂમ બાળક છે'

    આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં કૂકર બ્લાસ્ટ થતા નજર આવે છે. આ પહેલાં જેટલી પણ સીઝન ટેલકાસ્ટ થઇ તેમાં ક્યારેય આવી કોઇ ઘટના બની નથી. આવું પહેલી વખત થયું છે.

    આ પણ વાંચો- Taarak Mehta: જાણો તમારા પસંદિદા 'જેઠાલાલ' એટલે કે દિલીપ જોશીની વાર્ષિક કમાણી

    આ પણ વાંચો-Sridevi Birth Anniversary: હીરો કરતાં પણ વધુ ફી વસૂલતી શ્રીદેવી, પરિવાર માટે મૂકી ગઇ કરોડોની સંપત્તિ

    ઇન્સ્ટાગ્રામ પર બિગ બોસ ઓટીટીનાં ઘરની એક મેજદાર ફોટો સામે આવી છે જેમાં ગેસ પસ કુકર ચઢેલું છે અને કોઇનું ધ્યાન નથી એવામાં કૂકર બ્લાસ્ટ થઇ જાય છે. આ ફોટોની સાથે કેપ્શનમાં લખ્યું છે, 'આ વખતે બિગ બોસનાં ઘરમાં કેટલાંક માસ્ટર શેફ છે. સ્પર્ધકોને એ પણ નથી ખબર કે કુકરમાં સીટી લગાવવામાં આવે છે. અને થોડી જ મિનિટમાં કૂકર ફાટી જાય છે. બિગ બોસનાં ઘરમાં કૂકર ફાંટવાની આ પહેલી ઘટના છે.. ' આ ફોટો અને પોસ્ટ પર યૂઝર્સ ખુબજ મજા લઇ રહ્યાં છે.



    આપને જણાવી દઇએ કે, 'બિગ બોસ ઓટીટી' (Bigg Boss OTT) પર પહેલાં જ દિવસે કોઇને કોઇ વાત પર સ્પર્ધકો વચ્ચે ઝઘડો જોવા મળ્યો. ગત એપિસોડમાં પણ કંઇક આવું જ હતું. જ્યારે ભોજપુરી એસ્ટ્રેસ અક્ષરા સિંહ (Aksharma Singh) અને શમિતા શેટ્ટી (Shamita Shetty)એ ઉંમર અંગે કમેન્ટ કરી અને ઉર્ફીની સાથે તેની મજાક ઉડાવી હતી. આ મનમોટાવનીશરૂઆત ભોજન બાબતે થઇ હતી જે હજુ સુધી પૂર્ણ થઇ નથી.
    Published by:Margi Pandya
    First published: