Bigg Boss OTTમાં શમિતા શેટ્ટીનો ખુલાસો, આ રીતે થયું હતું પ્રથમ બોયફ્રેન્ડનું મોત

શમીતા શેટ્ટીએ નેહા ભસીન સાથે તેના બોયફ્રેન્ડ અંગે વાત કરી હતી.(તસવીર- Voot)

મોહોબ્બતે (Mohabbatein) જેવી બ્લોકબસ્ટર ફિલ્મમાં ડેબ્યું કરનાર શમિતા શેટ્ટી (Shamita Shetty)એ પહેલી વાર પહેલી પોતાને દુનિયાની સામે તેની ઉદાસી શેર કરી છે. શમિતાએ બિગ બોસ ઓટીટી (Bigboss OTT) હાઉસમાં ખુલાસો કર્યો છે કે, તેણે કાર અકસ્માતમાં પોતાનો પહેલો બોયફ્રેન્ડ ગુમાવ્યો હતો.

  • Share this:
    મુંબઈ: 'મહોબ્બતેં' (Mohabbatein) જેવી બ્લોકબસ્ટર ફિલ્મથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી શમિતા શેટ્ટી (Shamita Shetty) એ આજે ​​પહેલી વાર દુનિયા સામે પોતાના જીવનની એક ઉદાસી શેર કરી છે. બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT)ના ઘરમાં ભૂતકાળમાં શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ (Raqesh Bapat) વચ્ચે ઘણી નિકટતા હતી. પરંતુ છેલ્લા સપ્તાહમાં આ જોડી વચ્ચેનો ઝઘડો સ્પષ્ટ દેખાયો છે. શમિતા અને રાકેશ વચ્ચે મોટી લડાઈ પણ થઈ છે અને હવે બંને ઘરમાં એકબીજાથી અંતર રાખી રહ્યા છે. આવી સ્થિતિમાં શમિતા ઘરે પોતાની મિત્ર નેહા (neha Bhasin) સાથે પોતાનું દુ:ખ કહેતી જોવા મળે છે. શમિતાએ પહેલીવાર ખુલાસો કર્યો છે કે, તેણે કાર અકસ્માતમાં પોતાનો પહેલો બોયફ્રેન્ડ ગુમાવ્યો હતો. આ જ કારણ છે કે, તે આટલી સંવેદનશીલ બની ગઈ છે.

    નિશાંત અને પ્રતીકે વારંવાર ઘરમાંએ મુદ્દો ઉઠાવ્યો કે, શમિતા રાકેશ પર ઘણો પ્રભુત્વ ધરાવે છે. તે જ સમયે, પોતાના માટે આવી વાત સાંભળીને શમિતા ખૂબ ગુસ્સે થઈ ગઈ. શમિતાની નારાજગીએ હકીકત પર વધુ હતી કે, રાકેશે આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. તાજેતરમાં, શમિતા અને નેહા બિગ બોસ ઓટીટીના લાઈવ અપડેટ્સમાં સાથે બેઠેલા જોવા મળ્યા હતા.

    Bigg Boss OTT, Shamita shetty, shilpa shetty, raqesh bapat
    રાકેશ બાપટ અને શમિતા બિગબોસના ઘરમાં જોડી બનીને ગયા હતા. (તસવીર- Voot)


    આ દરમિયાન શમિતાએ નેહાને કહ્યું કે, તે ખૂબ જ સંવેદનશીલ છે કારણ કે, તેણે ખૂબ જ નાની ઉંમરે તેનો બોયફ્રેન્ડ ગુમાવ્યો હતો. શમિતાએ કહ્યું કે, તે માત્ર 18 વર્ષની હતી જ્યારે તેના પહેલા બોયફ્રેન્ડનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. શમિતા કહેતી જોવા મળી હતી કે આ જ કારણ છે કે, મેં ક્યારેય મારા જીવનમાં આટલા લાંબા સમય સુધી કોઈને આવવા દીધા નથી. ઘણા વર્ષો પછી, હવે તેણે રાકેશ સાથે સંબંધ બાંધવાનું શરૂ કર્યું કારણ કે, રાકેશ પણ તેના માટે એક સારો વ્યક્તિ હોવાનું જણાય છે.

    નેહા શમિતાને સમજાવતી જોવા મળી હતી કે, રાકેશે પણ શમિતાને ટેકો આપવાનો પૂરો પ્રયાસ કર્યો છે. 4 અઠવાડિયા સુધી રાકેશ હંમેશા તેની સાથે ઉભો રહેતો જોવા મળ્યો છે. જણાવી દઈએ કે, જ્યારે શમિતા શેટ્ટી સિંગલ છે, રાકેશ બાપટ પણ પત્ની રિદ્ધિ ડોગરાથી અલગ થઈ ગયો છે.

    Bigg Boss OTT, Shamita shetty, shilpa shetty, raqesh bapat
    અત્યારે ઝડધો થતા રાકેશ અને શમિતા એકબીજા સાથે વાત નથી કરી રહ્યા (તસવરી- Voot)


    તમને જણાવી દઈએ કે અત્યાર સુધી તમામ કપલ ઘરમાં જોડાણમાં રમતા હતા પરંતુ હવે આ જોડાણની રમત બિગ બોસમાં સમાપ્ત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, હવે દરેક પોતાના માટે રમી રહ્યો છે. બિગ બોસની આ જાહેરાત બાદ શમિતા અને રાકેશ વચ્ચેનું અંતર દેખાઈ રહ્યું છે. તે જ સમયે, મૂઝે પ્રતીકને દગો આપીને દિવ્યા સાથે પોતાની ગેંગ પણ બનાવી છે. ઘરમાં ઘણી મજા ચાલી રહી છે.
    Published by:kuldipsinh barot
    First published: