Home /News /entertainment /Big Boss OTT: કરણ જોહરના શોમાં એન્ટ્રી કરશે ટીવીની ખુબસુરત એક્ટ્રેસ, પ્રોમોમાં કહ્યું કંઇક આવું
Big Boss OTT: કરણ જોહરના શોમાં એન્ટ્રી કરશે ટીવીની ખુબસુરત એક્ટ્રેસ, પ્રોમોમાં કહ્યું કંઇક આવું
રિદ્ધિમા પંડિત
31 વર્ષની રિદ્ધિમા પંડિત ટીવી ઈન્ડસ્ટ્રીની ખ્યાતનામ અભિનેત્રી છે. તેણે 'બહુ હમારી રજનીકાંત' દ્વારા ટીવી જગતમાં પ્રવેશ કર્યો હતો. રિદ્ધિમા સ્ટંટ રિયાલિટી શો ખતરોં કે ખિલાડીમાં પણ જોવા મળી હતી. ખતરો કે ખિલાડીના હોસ્ટ રોહિત શેટ્ટી તેની નિર્ભય શૈલીથી પ્રભાવિત થયા હતા.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દેશના સૌથી વિવાદિત અને ફેમસ રીયાલીટી શો ર બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT)ની ધમાકેદાર શરૂઆત થશે તેવી અપેક્ષા છે. આ વખતે આ શો ટીવીના સ્થાને ઓટીટી પ્લેટફોર્મ (VOOT) પર સ્ટ્રીમ થશે. આ શોને પહેલા 6 અઠવાડિયા સુધી OTT પર સ્ટ્રીમ કરવામાં આવશે. ચાલુ વર્ષે બોગ બોસ ઓટીટીને સલમાન ખાન (Salman Khan) નહીં પણ ભારતીય ફિલ્મ જગતના સૌથી મોટા નિર્માતા કરન જોહર (Karan Johar) હોસ્ટ કરશે.
બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT)ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ શો રવિવારે રાત્રે 8 કલાકથી શરૂ થશે. તેમાં કોણ એન્ટ્રી લેશે તેનું સસ્પેન્સ લોકોને અકળાવી રહ્યું છે. પરિણામે શોને લઈ ભારે ઉત્સાહનો માહોલ બન્યો છે. બિગ બોસ ઓટીટીમાં કોણ એન્ટ્રી કરશે તેના પરથી સસ્પેન્સનો પડદો ઉચકવા માટે મેકર્સ એક પછી એક પ્રોમો બહાર પાડે છે. ત્યારે શોને લઈ વધુ એક પ્રોમો સામે આવ્યો છે. જેમાં ટીવી એક્ટ્રેસ રિદ્ધિમા પંડિત બિગ બોસ ઓટીટીમાં સ્પર્ધક તરીકે ભાગ લેશે તેવું દર્શાવવામાં આવ્યું છે.
ચેનલ દ્વારા જાહેર કરાયેલા પ્રોમોમાં રિદ્ધિમા પંડિતનો ચહેરો જોવા મળતો નથી પરંતુ પ્રોમો જોયા બાદ કોઈ પણ વ્યક્તિ તેને અને તેના અવાજને ઓળખી શકે છે. વીડિયોમાં રિદ્ધિમાનો પરિચય ટીવી ઇન્ડસ્ટ્રીની ક્વિન તરીકે કરવામાં આવ્યો છે. તેઓ કહે છે કે, બિગ બોસ ઓટીટીના વિનરથી બચીને રહેજો. તમને મારી સાથે પ્રેમ થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, 31 વર્ષની રિદ્ધિમા પંડિત ટીવી ઈન્ડસ્ટ્રીની ખ્યાતનામ અભિનેત્રી છે. તેણે 'બહુ હમારી રજનીકાંત' દ્વારા ટીવી જગતમાં પ્રવેશ કર્યો હતો. રિદ્ધિમા સ્ટંટ રિયાલિટી શો ખતરોં કે ખિલાડીમાં પણ જોવા મળી હતી. ખતરો કે ખિલાડીના હોસ્ટ રોહિત શેટ્ટી તેની નિર્ભય શૈલીથી પ્રભાવિત થયા હતા. આ શોમાં સ્પર્ધક તરીકે ગાયક નેહા ભસીન, કરણ નાથ, રાકેશ બાપટ અને ભોજપુરી અભિનેત્રી અને ગાયિકા અક્ષરા સિંહના નામો ફાઇનલ થઈ ગયા હોવાનું જાણવા મળે છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર