Home /News /entertainment /પ્રતિક સહજપાલે BIGG BOSSમાં પહોંચીને બનાવ્યો અનોખો રેકોર્ડ, જાણો કેમ થયો ટ્રેન્ડ

પ્રતિક સહજપાલે BIGG BOSSમાં પહોંચીને બનાવ્યો અનોખો રેકોર્ડ, જાણો કેમ થયો ટ્રેન્ડ

તસવીર- @pratiksehajpal/Instagram

પ્રતિક સહજપાલ (Pratik Sehajpal) બિગ બોસ(BIGG BOSS)ના ઈતિહાસમાં એક માત્ર એવો સ્પર્ધક બની ગયો છે જેણે શોના પહેલા વિકમાંજ સૌથી વધારે ટ્રેન્ડ થયો છે. શોમાં અક્ષરા સિંહ સાથે પ્રતિકનું કનેક્શન બન્યું છે. બંન્ને બિગ બોસ ઓટીટી(Bigg Boss OTT)માં તેમનું જોરદાર પ્રદર્શન કરી રહ્યા છે.

વધુ જુઓ ...
મુંબઈ: ટીવી અભિનેતા પ્રતિક સહજપાલ(Pratik Sehajpal)જે પહેલા દિવસથી જ રિયાલિટી શો બિગ બોસ(BIGG BOSS)ના ઘરમાં ધૂમ મચાવી રહ્યો છે, તે સમાચારોમાં છે. આ શોને આજે એક સપ્તાહ પૂર્ણ થયું છે. હવે ઘરના લોકો એકબીજાને વધુ સારી રીતે સમજવા લાગ્યા છે. દર્શકો પ્રતિક સહજપાલની રમતને પસંદ કરી રહ્યા છે. ઘરમાં પ્રથમ કેપ્ટન બન્યા બાદ પ્રતીકે સોશિયલ મીડિયા(Social Media) પર પણ પ્રભુત્વ જમાવ્યું છે. અભિનેતાએ બિગ બોસના ઇતિહાસમાં નવો રેકોર્ડ બનાવ્યો છે (Pratik Sehajpal made record). તેણે પહેલા અઠવાડિયામાં બિગ બોસના સોશિયલ મીડિયા ટ્રેન્ડમાં નવો રેકોર્ડ બનાવ્યો છે.

પ્રતીક સહજપાલ(Pratik Sehajpal) બિગ બોસના ઇતિહાસમાં પ્રથમ સ્પર્ધક બન્યા છે, જે શોના પહેલા જ સપ્તાહમાં સૌથી વધુ ટ્રેન્ડ થનાર વ્યક્તિ બન્યો છે. ખરેખર, ધ ખબરીએ ટ્વીટ કરીને પ્રતીકના આ રેકોર્ડ વિશે માહિતી આપી છે. આ ટ્વિટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, '#BiggBossOTT સ્પર્ધકો માટે પ્રથમ 100K ટ્વીટ્સ અને તે પણ પહેલા અઠવાડિયામાં જ બિગ બોસના ઇતિહાસમાં આવું પહેલા ક્યારેય બન્યું નથી કે, કોઈ સ્પર્ધકે પ્રથમ સપ્તાહમાં 100K ટ્વીટ પાર કરી હોય. One Man Army PRATIK’.

BIGG BOSS OTT, Pratik Sahajpa, Pratik Sahajpal made record, Pratik Sahajpal made record trended beyond 100K , BIGG BOSS प्रतीक सहजपाल

છેલ્લા એક સપ્તાહમાં પ્રતીક સહજપાલની ભૂમિકા ઘરમાં ખૂબ જ હંગામો મચાવી રહી છે. આ અઠવાડિયે, જ્યાં તેણે શોની અંદર દિવ્યા અગ્રવાલ સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો, પ્રતીક અન્ય સ્પર્ધકો વિશે પણ ઘણી ચર્ચામાં હતો. આ જ કારણ છે કે તે શોના પહેલા દિવસથી જ સોશિયલ મીડિયા પર છે. સોશિયલ મીડિયા યુઝર્સ પ્રતીકને પોતાનો પ્રતિભાવ આપતા રહે છે.

પ્રતીક, દિવ્યા અગ્રવાલ ઉપરાંત શમિતા શેટ્ટી પણ નેહા ભસીન સાથે ટકરાયા છે. જોકે તેણે નેહાની માફી પણ માગી હતી.

આ પણ વાંચો: એક તરફ પતિ રાજ કુન્દ્રા છે જેલમાં, અને SHILPA SHETTY એ સ્વતંત્રતા દિવસે કરી આ વાત

મહત્વનું છે કે, શોમાં અક્ષરા સિંહ સાથે પ્રતિકનું જોડાણ થઈ ગયું છે. બંને બિગ બોસ ઓટીટીમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે, જેના કારણે તેમને બોસ લેડી અને બોસ મેનનો ખિતાબ મળ્યો.
First published:

Tags: Bigg Boss OTT

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો