Home /News /entertainment /Bigg Boss OTT: કરણ જોહરનાં શોમાં પહેલાં જ દિવસે ઝઘડ્યા દિવ્યા અને પ્રતીક, થઇ ગાળા ગાળી
Bigg Boss OTT: કરણ જોહરનાં શોમાં પહેલાં જ દિવસે ઝઘડ્યા દિવ્યા અને પ્રતીક, થઇ ગાળા ગાળી
(PHOTO- VOOT)
Bigg Boss OTT: બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT)ની શરૂઆત થઇ ગઇ છે. આ વખતે કરન જોહર (Karan Johar) રિયાલિટી શોને હોસ્ટ કરતો નજર આવે છે. શોની આ વખતની સિઝન અંગે દર્શકો વચ્ચે ખુબજ ચર્ચા રહી. હવે જ્યારે તમામ સ્પર્ધકો ઘરમાં એન્ટ્રી કરી ચુક્યાં છે તો તેમનાં વચ્ચે ઘમાસાણ પણ શરૂ થઇ ગયુ છે.
Bigg Boss OTT: બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT)ની શરૂઆત થઇ ગઇ છે. આ વખતે કરન જોહર (Karan Johar) રિયાલિટી શોને હોસ્ટ કરતો નજર આવે છે. શોની આ વખતની સિઝન અંગે દર્શકો વચ્ચે ખુબજ ચર્ચા રહી. હવે જ્યારે તમામ સ્પર્ધકો ઘરમાં એન્ટ્રી કરી ચુક્યાં છે તો તેમનાં વચ્ચે ઘમાસાણ પણ શરૂ થઇ ગયુ છે. અંદર જતા જ પગેલાં જ દિવસે બે સ્પર્ધકો વચ્ચે બબાલ થઇ ગઇ. જે જોયા બાદ ઘરનાં બાકી સભ્યો પણ પરેશાન છે. આ બંને સ્પર્ધક છે દિવ્યા અગ્રવાલ (Divya Agarwal) અને પ્રતિક સેહજપાલ (Pratik Sehajpal) જેમની વચ્ચે પહેલાં જ દિવસથી બબાલ જોવા મળી.
ઘરમાં એન્ટ્રી લેતા પહેલાં જ હોસ્ટ કરન જોહરની સામે દિવ્યા અગ્રવાલ અને પ્રતીક સેહજપાલ (Prati Sehajpal) વચ્ચે બબાલ થઇ ગઇ હતી અને જ્યારે તેમણે ઘરમાં એન્ટ્રી લીધી તો પણ આજ રિત ચાલુ રહી. ઘરની અંદર પણ બંનેની તૂ તૂ મે મે ચાલુ જ હતી .શોમાં એન્ટ્રી લીધાનાં થોડા સમય બાદ દિવ્યાએ પ્રતીકને જોતા જ ક્હયું કે તે ગત શોમાં સાથે કામ કરી ચુક્યાં છે. પ્રતીકને આ વાત અજીબ લાગી અને તેણે બધાની સામે કહ્યં કે, તે દિવ્યાને ન મળ્યો છે ન ક્યારેય વાત કરી હતી. અને ન તો તેણે ક્યારેય તેનો ફોન ઉપાડ્યો છે. પછી તેનો આવું કહેવાનો શું અર્થ છે.?
(PHOTO- VOOT)
આ બાદ જ્યારે બંને ઘરમાં દાખલ થયા તો આ બંને વચ્ચે ખટપટ શાંત ન થઇ. અહીં દિવ્યા અન્ય સ્પર્ધકની સાથે પ્રતીક સેહજપાલ અંગે વાત કરતી નજર આવી છે. જેનાં પર પ્રતીક તેની સાથે ઝઘડતો નજર આવે છે. જોત જોતામાં બને વચ્ચે ઝઘડો એ હદે વધી જાય છે કે દિવ્યા પ્રતીકને બધાની સામે ગાળો ભાંડવા લાગે છે.
દિવ્યાાં ગાળી આપવા પર પ્રતીકને ગુસ્સો આવે છે અને તે તેનું બધુ ભોજન ફેંકી દે છે. જે બાદ રાકેશ બાપટ, કરન નાથ સહિત બાકીનાં સ્પર્ધકો પ્રતીકને દિવ્યાથી દૂર કરે છે. તેમનાં વચ્ચેનો ઝઘડો શાંત કરાવવાનો પ્રયાસ કરે છએ. આપને જણાવી દઇએ કે, પ્રતીક સેહજપાલ અને દિવ્યા અગ્રવાલ એક્સ બિગ બોસ સ્પર્ધક અને ટીવી પ્રોડ્યુસર વિકાસ ગુપ્તાનાં શો એમટીવી એસ ઓફ સ્પેસ (MTV Ace of Space)નો ભાગ રહી ચુક્યાં છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર