Bigg Boss OTT: સિદ્ધાર્થ શુકલા નહીં કરણ જોહર હોસ્ટ કરશે OTT પર સલમાન ખાનનો શૉ

PHOTO-Instagram

, 'હું અને મારી માતા બિગ બોસ શોના મોટા ફેન છીએ અને અમે આ શોનો એક પણ એપિસોડ જોવાનું ભૂલતા નથી.' કરણે કહ્યું, 'એક દર્શક તરીકે મને આ શો તેના ડ્રામાથી ભરપૂર મનોરંજન પીરસે છે. છેલ્લા કેટલાક દશકાઓથી મેં શોનું હોસ્ટિંગ કરવાનો આનંદ માણ્યો છે, હવે હું બિગ બોસ OTTને હોસ્ટ કરવાનો આનંદ માણીશ

  • Share this:
    Bigg Boss ટીવી પર ધમાલ મચાવ્યા બાદ હવે OTT પ્લેટફોર્મ પર પણ શરુ થવા જઈ રહ્યું છે. ત્યારે આ શોના OTT હોસ્ટિંગ માટે ફિલ્મમેકર કરણ જોહર (Karan Johar)નો સંપર્ક કરવામાં આવ્યો છે અને શો મેકર્સે હોસ્ટ તરીકે કરણ જોહર પર મહોર મારવામાં આવી છે. જોકે, અગાઉ માનવામાં આવતું હતું કે OTT પર શરુ થનાર બિગ બોસ (Bigg Boss OTT)ને બિગ બોસ 13ના વિનર સિદ્ધાર્થ શુકલા હોસ્ટ કરશે. પરંતુ શોના મેકર્સે શોને હોસ્ટ કરવા માટે હેવ કરણ જોહર પર પસંદગી ઉતારી છે. ઉલ્લેખનીય છે કે, બોગ બોસ હવે OTT પ્લેટફોર્મ વૂટ (Voot) પર સ્ટ્રીમ થશે.

    આ અંગે કરણ જોહરે જણાવ્યું કે, 'હું અને મારી માતા બિગ બોસ શોના મોટા ફેન છીએ અને અમે આ શોનો એક પણ એપિસોડ જોવાનું ભૂલતા નથી.' કરણે કહ્યું, 'એક દર્શક તરીકે મને આ શો તેના ડ્રામાથી ભરપૂર મનોરંજન પીરસે છે. છેલ્લા કેટલાક દશકાઓથી મેં શોનું હોસ્ટિંગ કરવાનો આનંદ માણ્યો છે, હવે હું બિગ બોસ OTTને હોસ્ટ કરવાનો આનંદ માણીશ. આ શો ખરેખર ટોચ પર(over-the-top) હશે.'

    તેમણે એમ પણ જણાવ્યું કે, તેમન બિગ બોસ OTTના હોસ્ટિંગ માટેની તક મળતા તેમની માતા હીરુ જોહરનું સપનું સાચું થઇ ગયું છે.

    કરણ જોહરે શો અંગે વાત કરતા જણાવ્યું કે, 'Bigg Boss OTTમાં મોટા પ્રમાણમાં નાટકીય મનોરંજન જોવા મળશે. આશા છે કે હું મારા દર્શકો અને મિત્રો અપેક્ષાઓ પર ખરો ઉતરીશ અને વિકેન્ડ કે વાર(Weekend Ka Vaar)ને શોના પ્રતિસ્પર્ધીઓ સાથે મારા આગવા અંદાજ સાથે મનોરંજક બનાવીશ. જોકે, આ માટે તમારો થોડીક રાહ જોવી પડશે.'

    ઉલ્લેખનીય છે કે, કરણ જોહર છ સપ્તાહ ચાલનારા નાટકીય શો “Bigg Boss OTT" માટે એંકરિંગ કરતા જોવા મળશે. “Bigg Boss OTT"નું પ્રીમિયર Voot પર 8 ઓગસ્ટના રોજ શરુ થશે.

    જોકે, ડિજિટલ એકસકલૂઝિવ પૂર્ણ થતા જ આ શોને બિગ બોસ 15ના લોન્ચ સાથે કલર્સ પર આગળ વધારવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ શો એટલે કે કલર્સ પર શરુ થનાર બિગ બોસ 15ને દર સીઝનની જેમ સલમાન ખાન (Salman Khan) દ્વારા જ હોસ્ટ કરવામાં આવશે.
    First published: