Bigg Boss OTT finale: બંધ થયું લાઇવ સ્ટ્રીમિંગ- જાણો ક્યાં, કેવી રીતે ક્યારે જોઇ શકો છો શો
Bigg Boss OTT finale: બંધ થયું લાઇવ સ્ટ્રીમિંગ- જાણો ક્યાં, કેવી રીતે ક્યારે જોઇ શકો છો શો
Photo- Instagram @Voot
બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT Finale)નું આજે ફિનાલે એટલે કે શનિવારે (18 સ્પટેમ્બર)નાં થવાનું છે. આજે સાંજે 7 વાગ્યાથી શરૂ થનારા આ ફિનાલેમાં માલૂમ થશે કે આખરે 'બિગ બોસ ઓટીટી' (Bigg Boss OTT Winner) વિજેતા કોણ હશે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT Finale)નો ફિનાલે આજે થઇ રહ્યો છે. 6 અઠવાડિયાની આ સફર બાદ આખરે બિગ બોસનાં આ પહેલાં OTT સીઝનમાં કોણે દર્શકોનું દિલ જીત્યું તે વાતનો ખુલાસો થઇ જશે. આજે સાંજે 7 વાગ્યાથી શરૂ થનારા આ ફિનાલેમાં માલૂમ થઇ જશે કે આખરે 'બિગ બોસ ઓટીટી' (Bigg Boss OTT winner) વિનર કોણ હશે. બિગ બોસની આ પહેલી સીઝન હતી જે દર્શકો માટે 24 કલાક લાઇવ હતી. એટલે કે દર્શક તેમનાં સ્પર્ધકોને 24 કલાક જોઇ શકતા હતાં. પણ ફિનાલેનાં ઠીક પહેલાં જ લાઇવ સ્ટ્રિમિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં આ શો દ્વારા જ સલમાનખાનનાં ટીવી પર આવતા શો બિગ બોસ 15 (Bigg Boss 15) નું પિક્ચર પણ ક્લિઅર થઇ જશે. કરણ જોહર દ્વારા હોસ્ટ કરવામાં આવતાં બિગ બોસ ઓટીટીમાં શમિતા શેટ્ટી (Shamita Shetty), રાકેશ બાપટ (Raqesh Bapat), પ્રતીક સહજપાલ (Pratik Sehajpal), નિશાંત ભટ્ટ (Nishant Bhatt) અને દિવ્યા અગ્રવાલ (Divya Agarwal) ફાઇનલિસ્ટ બની ગયા છે.
ક્યાં અને ક્યારે જોઇ શકશો Bigg Boss OTT finale
જો આપનાં મનમાં પણ આ સવાલ છે કે, 'બિગ બોસ ઓટીટી'નું ફિનાલે ક્યારે અને ક્યાં છે (when and where to watch Bigg Boss OTT finale) અને તે કેટલાં વાગે જોઇ શકાશે, તો આપનાં આ સવાલો જવાબ છે કે, ફિનાલે આપ આજે એટલે કે શનિવારે 18 સ્પટેમ્બરનાં સાંજે 7 વાગ્યે વૂટ સિલેક્ટ એપ (Voot Select App) પર લાઇવ જોઇ શકશો. આ માટે વૂટનું સબ્સક્રિપ્શન હોવું જરૂરી છે. પણ જો આપની પાસે સબ્સક્રિપ્શન નથી તો આપ ફિનાલે એપિસોડને એક દિવસ બાદ એટલે કે રવિવારે 19 સ્પટેમ્બરનાં આ એપનાં એપિસોડનાં રૂપમાં જોઇ શકશો.
ફિનાલેની સ્ટ્રિમિંગ સાંજે 7 વાગ્યે થશે
બિગ બોસએ આ પહેલાં OTT વર્ઝનનાં બિગ બોસનાં નવાં સિઝન એટલે કે બિગ બોસ 15 સાથે સીધો કનેક્ન રહે શે. આ શોનાં વિનર સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતાં શો 'બિગ બોસ 15'માં પણ નજર આવશે.