Home /News /entertainment /Bigg Boss 16: 80 હજારના શૂઝ અને 1.5 કરોડની ચેન, બિગ બોસ 16ના વિનર એમસી સ્ટેન પાસે છે અધધ સંપત્તિ
Bigg Boss 16: 80 હજારના શૂઝ અને 1.5 કરોડની ચેન, બિગ બોસ 16ના વિનર એમસી સ્ટેન પાસે છે અધધ સંપત્તિ
વિજેતા તરીકે એમસી સ્ટેનને 31.80 લાખ રૂપિયા અને એક કાર મળી હતી.
બિગ બોસના ઘરની અંદર એમસી સ્ટેનના 80 હજારના શૂઝ અને દોઢ કરોડની ચેઇનને લઇને ઘણી ચર્ચાઓ થઇ હતી. સલમાન ખાને ઘણી વખત પોતાના જૂતા અને ચેનનો ઉલ્લેખ પણ કર્યો હતો.
નાના પડદાનો સૌથી વિવાદિત રિયાલિટી શો બિગ બોસ સીઝન 16 (Big Boss Season 16) પૂરો થઈ ગયો છે. આ શોની તગડી ફેન ફોલોવિંગ (Big Boss Fan Following) છે. આ શોને તેનો વિનર (Big Boss Season 16 Winner) પણ મળી ગયો છે. મેક સ્ટેને બિગ બોસ 16ની ટ્રોફી (Big Boss Trophy) જીતી છે.
જો કે શરૂઆતથી જ એમસી સ્ટેનને (Big Boss Season 16 Winner MC Stan) આ શોની ટ્રોફીમાં ખાસ રસ નહોતો. પરંતુ ધીમે ધીમે શો આગળ વધ્યો અને એમસીએ આ શોનો મતલબ સમજવાનું શરૂ કર્યું હતું.
એમસી સ્ટેને બિગ બોસ 16ની સૌથી મજબૂત સ્પર્ધક પ્રિયંકા ચૌધરી અને શિવ ઠાકરેને હરાવીને ટ્રોફી જીતી છે. બિગ બોસના ઘરમાં પણ એમસી સ્ટેનની જર્ની જોવા જેવી રહી હતી. તે લડ્યો અને રડ્યો પણ હતો. જોકે મિત્રોની મદદથી તેણે પોતાની જાતને સંભાળીને શોમાં જગ્યા જાળવી રાખી હતી અને હવે તે વિજેતા પણ બની ગયો છે.
વિજેતા તરીકે એમસી સ્ટેનને 31.80 લાખ રૂપિયા અને એક કાર મળી હતી. આ સાથે જ તેને બિગ બોસની જીતની નિશાની એવી ટ્રોફી પણ મળી છે.
એમ.સી. સ્ટેન પુણેનો છે. તે ત્યાંની વસાહતમાં રહેતો હતો. એમસીનું જીવન ઘણા વિવાદોમાં રહ્યું છે. તેના ગીતોને લઈને ઘણો હંગામો થયો છે. પરંતુ બિગ બોસના ઘરમાં તેની ચેન અને ડ્રેસિંગ સેન્સે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તમને જણાવી દઇએ કે, બિગ બોસના ઘરની અંદર એમસી સ્ટેનના 80 હજારના શૂઝ અને દોઢ કરોડની ચેઇનને લઇને ઘણી ચર્ચાઓ થઇ હતી. સલમાન ખાને ઘણી વખત પોતાના જૂતા અને ચેનનો ઉલ્લેખ પણ કર્યો હતો.
કેટલી છે સ્ટેનની કુલ સંપત્તિ
એમસી સ્ટેનના લક્ઝરી આઉટફિટ્સ પર પણ સૌની નજર હતી. મળતી માહિતી પ્રમાણે, એમસી સ્ટેનની કુલ સંપત્તિ 16 કરોડ રૂપિયાની આસપાસ છે. આ રેપર કોન્સર્ટ દ્વારા ઘણા પૈસા કમાય છે. આ ઉપરાંત એમસી સમયાંતરે તેના નવા ગીતો રજૂ કરતો રહે છે. રેપર એમસીના ગીતો તેના ચાહકોમાં ખૂબ પ્રખ્યાત છે. બિગ બોસના ઘરમાં તેના માટે કોન્સર્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એમસી સ્ટેનની ફેન ફોલોઇંગથી બિગ બોસની ટીઆરપીને પણ ઘણો ફાયદો થયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર