Home /News /entertainment /

'બિગ બોસ 16'ના ફેન્સ થઇ જાવ ખુશ, આ તરીખથી શરૂ થશે શો

'બિગ બોસ 16'ના ફેન્સ થઇ જાવ ખુશ, આ તરીખથી શરૂ થશે શો

'બિગ બોસ'ની નવી સિઝન માટે સ્પર્ધકોની શોધ ચાલી રહી છે

Bigg Boss 16: ટીવીના જાણીતા રિયાલિટી શો 'બિગ બોસ'ની આગામી સિઝનને લઇને ફેન્સમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે

    મુંબઇ: ટીવીના જાણીતા રિયાલિટી શો 'બિગ બોસ' (bigg boss)ની આગામી સિઝનને લઇને ફેન્સમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આગામી 16 (bigg boss 16)મી સિઝનને લઇને કેટલીક વાતો ચર્ચાઇ રહી છે. સાથે જ નવી સિઝન માટે સ્પર્ધકો (bigg boss 16 contestants)ની શોધ પણ ચાલી રહી છે. આગામી ટૂંક સમયમાં જ તમામ નામ ફાઇનલ થઇ જાય તેવી સંભાવના છે. આ દરમિયાન જે અપડેટ્સ મળી રહ્યા છે તે ફેન્સને ખુશ કરી દેશે.

    અગાઉ જાણવા મળ્યું હતું કે, સલમાન ખાન (salman khan) સપ્ટેમ્બરમાં શોનો પ્રોમો શૂટ કરી શકે છે. વેબ પોર્ટલ ટેલી ચક્કર અનુસાર, સલમાન ખાન સપ્ટેમ્બરના બીજા સપ્તાહે પ્રોમોનું (bigg boss 16 promo) શૂટિંગ કરશે. જ્યારે 1, ઓક્ટોબર 2022ના રોજ બિગ બોસનું પ્રીમિયર યોજાશે, જે કલર્સ ટીવી પર જોઇ શકાશે.

    આ પણ વાંચો: Richa Chadha- Ali Fazalના લગ્નની તારીખ થઈ કન્ફર્મ! જાણો ક્યારે અને ક્યાં કરશે વેડિંગ

    આગામી સિઝનના સ્પર્ધકોની વાત કરીએ તો, મુનવ્વર ફારૂકીનું નામ કન્ફોર્મ છે. તે લોકઅપની પહેલી સિઝનનો વિજેતા છે. તે સિવાય અર્જુન બિજલાનીને પણ એપ્રોચ કર્યું હોવાનું ચર્ચાય છે, પરંતુ તેણે ના પાડી દીધી છે. ઉપરાંત શનાયા ઇરાની, મોહિત મલિક, નકુલ મહેતા અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના રાજ અનડકટને પણ ઓફર કરાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

    બીજી બાજુ, બિગ બોસની નવી સિઝનની થીમની વાત કરીએ તો થોડા સમય પહેલા સેટની તસવીરો સામે આવી હતી. આ વખતની થીમ એક્વા હોવાનું કહેવાય છે. જે ઘરમાં ચારેય બાજુ પાણી જેવું ફીલ અપાશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Actor salman khan, Bigg Boss, Bollywood News in Gujarati

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन