Home /News /entertainment /આજથી શરૂ થશે Bigg Boss 16, જાણો ક્યાં અને ક્યારે જોઇ શકશો સલમાન ખાનનો રિયાલિટી શો?

આજથી શરૂ થશે Bigg Boss 16, જાણો ક્યાં અને ક્યારે જોઇ શકશો સલમાન ખાનનો રિયાલિટી શો?

આજથી શરૂ થશે Bigg Boss 16

દર્શકોની આતુરતાનો અંત આખરે આવી ગયો. સલમાન ખાન (Salman Khan) ‘બિગ બોસ 16’(Bigg Boss 16)ના ઘરના દરવાજા ખોલશે.

  દર્શકોની આતુરતાનો અંત આખરે આવી ગયો. સલમાન ખાન (Salman Khan) ‘બિગ બોસ 16’(Bigg Boss 16)ના ઘરના દરવાજા ખોલશે. રિયાલિટી શો આજે રાત્રે એક ભવ્ય પ્રીમિયરની સાથે પોતાની નવી સિઝનની શરૂઆત કરવા માટે તૈયાર છે. ઉમંર કુમાર દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા આ આલિશાન ઘરમાં 13 કન્ટેસ્ટન્ટ્સને 105 દિવસ માટે બંધ કરવામાં આવશે. આ પહેલા તમે ટીવી પર બીબી 16 હાઉસ જુઓ, તે પહેલા અમે તમારા માટે કંઈક ખાસ લઈને આવ્યા છીએ.

  તમને જણાવી દઈએ કે,‘બિગ બોસ સિઝન 16’ આજે એટલે કે 1 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. શો મેકર્સ આ સિઝનના ગ્રાન્ડ પ્રીમિયર બે ભાગમાં ટેલિકાસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. તે સાથે જ મેકર્સ શોના ઘણા પ્રોમો શેર કરી દર્શકોનું દિલ જીતી લીધું છે. લાંબા સમયથી આ શોને ફેન્સ પસંદ કરી રહ્યા છે. શોને લઈને દર્શકોની વચ્ચે એક્સાઈટમેન્ટ છે કેમ કે આ વખતે શોમાં ઘણા રસપ્રદ ફેરફાર કરવામાં આવ્યા છે. સલમાન એક તરફ જ્યાં તેનો હોસ્ટ બન્યો છે તો બીજી તરફ તે પોતે પણ શોમાં ગેમ રમશે.

  આ પણ વાંચોઃબિગ બોસ 16 TRPના તમામ રેકોર્ડ તોડશે, સલમાન ખાનના શોના ઈતિહાસમાં પહેલીવાર થશે આ અતરંગી વસ્તુઓ!

   તમે અહીં બિગ બોસ 16 જોઈ શકો છો


  સલમાન ખાન લગભગ 12 સીઝનથી સતત બિગ બોસ હોસ્ટ કરી રહ્યો છે. બિગ બોસ સિઝન 16 આજથી શરૂ થશે. દર્શકો આ શો કલર્સ ચેનલ પર રાત્રે 9.30 કલાકે જોઈ શકશે. જે લોકો આ શો ટીવી પર જોઈ શકતા નથી તેઓ Voot એપ દ્વારા લાઈવ મોબાઈલ પર પણ જોઈ શકો છો. ચાહકો બિગ બોસનો શો ગમે ત્યાં, ગમે ત્યારે ટીવી વગર પણ જોઈ શકે છે. આ માટે દર્શકોએ Voot સબસ્ક્રિપ્શન લેવું પડશે. અહીં ચાહકો 24 કલાક લાઈવ બિગ-બોસનો આનંદ માણી શકે છે. ચાહકો Voot પર આગામી એપિસોડની ઝલક પણ મેળવી શકશે.


  થીમ અને ફોર્મેટમાં ફેરફાર થયો


  બિગ બોસ 16ના ઘણા પ્રોમો સામે આવ્યા છે જેનાથી સંકેત મળે છે કે શોના ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યાં કન્ટેસ્ટન્ટ્સ એક નિશ્ચિત સમય માટે ઘરની અંદર બંધ રહેશે, તેમજ આ વખતે બિગ બોસ પણ કોઈના કોઈ રીતે શોમાં ભાગ લેશે. સાથે જ શોની અગાઉની સિઝનની તુલનામાં ઝડપથી આગળ વધશે. તે સાથે જ બિગ બોસ હાઉસમાં ગ્રેવિટીથી માંડી દિવસ-રાત બદલાય શકે છે. આ શો રાત્રે 10 વાગે અને વીકેન્ડના દિવસે રાત્રે 9.30 વાગે પ્રસારિત થશે.

  બિગ બોસના તમામ નિયમ બદલાય ગયા છે


  તમને જણાવી દઈએ કે, બિગ બોસ સિઝન 16માં શોની થીમ અને ફોર્મેટ પણ નવું હશે. સલમાને પોતાના પહેલા પ્રોમોમાં જણાવ્યું હતું કે, આ વખતે બિગ બોસ હાઉસમાં ગ્રેવિટીથી માંડી દિવસ-રાત બદલાય શકે છે. હવે જોવાનું એ રહ્યું કે શોના કન્ટેસ્ટ્સ બિગ બોસ હાઉસમાં કેવી રીતે રહેશે. આ વખતે મોટા મોટા ટીવી સ્ટાર્સ આ શોનો ભાગ બનશે.

  આ છે બિગ બોસ 16ના સ્પર્ધકો


  અહેવાલો અનુસાર, ટીના દત્તા, શાલીન ભનોટ, ગૌતમ વિજ સિંહ, સુમ્બુલ તૌકીર ખાન, શિવ ઠાકરે, શિવિન નારંગ, માન્યા સિંહ, સૌંદર્ય શર્મા અને નિમ્રિત કૌર આહલુવાલિયાના નામ બિગ બોસ 16 કન્ફર્મ થયેલા સ્પર્ધકોમાં સામેલ છે. ખતરોં કે ખિલાડીની બે સ્પર્ધકો કનિકા માન અને જન્નત ઝુબૈરના નામ અંગે પણ અટકળો ચાલી રહી છે.
  Published by:Priyanka Panchal
  First published:

  Tags: Actor salman khan, Bigg Boss, Bollywod

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन